અમે આજે જેના વિશે વાત કરવાના છીએ તે છે ખજુર, શિયાળામાં ખજુરને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શિયાળાની ઋતુમાં ખજુરનું સેવન કરશો તો તમને ભરપુર માત્રામાં કુદરતી એનર્જી મળી રહે છે તથા તેમાં આયર્નનું પ્રમાણ પણ સારામાં સારું હોવાથી શરીરમાં રહેલા બધા જ અવયવોને ઉર્જા આપવાનું કામ કરે છે.
તમે બધા જાણો જ છો કે અત્યારે શિયાળાની શુભ શરૂઆત થઇ ગઈ છે ઘણા લોકો શિયાળાની ઋતુની રાહ જોતા હોય છે પરંતુ અમુક ઋતુ પ્રમાણે આપણે આપણા આહારમાં પણ પરીવર્તન લાવવું જરૂરી છે જેનાથી આપણા શરીરમાં ઉર્જાનું પ્રમાણ સારા એવા લેવલમાં જળવાઈ રહે. તો આજે આપણે એવા જ એક શિયાળામાં જેનું સૌથી વધુ લોકો સેવન કરતા હોય તેવા એક સુપરફૂડ વિશે વાત કરવી છે માટે તમે ખજુરનું નામ તો સાંભળ્યું જ હશે.
ખજુરમાંથી મળતા મુખ્ય વિટામિન્સ : ખજુર માંથી તમને સારા એવા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ મળી રહે છે જેવા કે ફાઈબર, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે મહત્વના અને ઉપયોગી તત્વો તેમાંથી બહુ સરળતાથી મળી રહે છે. તમને ખજુરમાંથી દ્રવ્ય અને અદ્રાવ્ય એમ બંને પ્રકારના ફાઈબર મળી રહે છે જે આપણા શરીરના પાચનતંત્રને સારું રાખવામાં ખુબજ મદદરૂપ થાય છે.
ખજુરમાંથી હિલીંગ પાવર સારા એવા પ્રમાણમાં મળી રહે છે તથા વિશ્વ ભરમાં ઓછામાં ઓછી 30 પ્રકારની અલગ અલગ જાતની ખજુર હોય છે. ખજુરને તેમાં રહેલા ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુટકોઝના આધારે તેના ત્રણ મુખ્ય પ્રકારો પાડવામાં આવ્યા છે તેમજ તેને સોફ્ટ, અડધી સુકી અને સુકી ખજુર આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
હાડકાને મજબુત રાખે છે : ખજુરને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરનો અખૂટ સ્ત્રોત કહેવામાં આવે છે અને તેને ખાંડનો પણ એક સારામાં સારો વિકલ્પ માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં સૂર્ય પ્રકાશ શરીરમાં ઓછો પહોચવાથી શરીરમાં વિટામીન ડી ની ઉણપ થતી હોય છે જેના કારણે હાડકા કમજોર પડી જતા હોય છે.
તમારા આહારમાં જો તમે ખજુરનો સમાવેશ કરી દેશો તો તેમાંથી તમને ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહેતું હોવાથી હાડકાં અને દાંતને તમે નબળા પડતા રોકી શકો છો. ખજુરમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર અને મેગ્નેશિયમ જેવા તત્વો ઓસ્ટીઓપોરોસીસ અને આર્થરાઈટીસ જેવી હાડકાને સંબંધિત થતી પીડાઓને રોકવામાં મહત્વનું યોગદાન આપે છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે ખજુર : શિયાળાની ઠંડી ઋતુને કારણે શરીરનું તાપમાન ઘટી જતું હોવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જતો હોય છે પરંતુ જો તમે આ શિયાળાની ઠંડી ઋતુમાં ખજુર ખાવાનું શરુ કરી દેશો તો ખજુર તમારા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને બહાર કાઢવાનું કામ કરે છે. જેનાથી હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ સાવ ઓછુ થઇ જાય છે તમે જો સવારે અને સાંજે ખજુર ખાશો તો શરીરની સ્ટેમિના વધી જતી હોય છે જેથી તમે ઠંડીના દિવસોમાં પણ સુસ્તી અનુભવો છો.
સાંધાના દુખાવામાં રાહત આપે છે : જો તમને સાંધાને લગતી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે ખજુર ખુબજ ફાયદો કરે છે કારણ કે ખજુરમાંથી મેગ્નેશિયમ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણો ભરપુર પ્રમાણમાં હોય છે ખજુર તમને થતી અનેક પીડાઓને દુર કરવા માટે પણ ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. શિયાળાની ઋતુમાં તમને ઘણાલોકોને આર્થરાઈટીસની સમસ્યા થવાની શક્યતાઓ રહે છે માટે જે લોકો ખજુરનું સેવન કરશે તો તેમને આ સમસ્યામાંથી સાવ છુટકારો મળે છે.
મગજને ફાયદો કરે છે : ખજુરનું સેવન મગજના સ્વાસ્થ્યને પણ અસર કરે છે તેમાં વિટામીન બી અને કોલીન મળી આવે છે જે યાદશક્તિ વધારવાનું કામ કરે છે. ખજુરનું નિયમિત સેવન કરવાથી ન્યુરોડીજનરેટીવ રોગોના લક્ષણોમાં ઘટાડો કરવાનું કામ છે.
એનર્જી વધારે છે ખજુર : જો તમે શિયાળાની ઠંડી સવારે સારી ઊંઘ લઇ લીધા પછી પણ આળસ અનુભવો છો તો તેના ઈલાજ માટે તમારે ખજુર ખાવાથી ફાયદો થાય છે કારણ કે ખજુરમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય છે જેના કારણે તે તમારા શરીરનું એનર્જી લેવલ વધારે છે તમે કોઇપણ પ્રકારની કસરત કરતા પહેલા પણ ખજુર ખાઈ શકો છો.
બ્લડશુગર નિયંત્રિત કરે છે : જે લોકોને બ્લડમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે તેમણે ખજુરનું સેવન કરવાથી ફાયદો થાય છે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે માટે તેનું જો તમે નિયમિત સેવન કરશો તો તે બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તથા તે વધતું જતું ઇન્સ્યુલીનના પ્રમાણને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
શુક્રાણુંની સંખ્યામાં વધારો કરે છે : ખજુર પુરુષોમાં શુક્રાણુંની સંખ્યા અને શુક્રાણુઓની ગુણવત્તામાં વધારો કરવાનું કામ કરે છે. ખજુરમાં એસ્ટ્રાડીઓલ અને ફ્લેવોનોઈડસ જેવા મહત્વના તત્વો હોય છે જે શુક્રાણુંઓની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે.
આયર્નથી ભરપુર હોય છે ખજુર : ખજુરને આયર્નનો ભરપુર સ્ત્રોત માનવામાં આવે છે જે હિમોગ્લોબીનના સ્તરને વધારવાનું કામ કરે છે તમે જોતા જ હશો કે આજકાલ ગ્રામીણ મહિલાઓમાં પણ આયર્ન ની ઉણપ જોવા મળી રહી છે અને તેના કારણે તેમને ઘણીબધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેમ કે તેમને ઓછી એનર્જી હોવી, હોર્મોન ની સમસ્યા હોવી, ઓછી ઈમ્યુનીટીની સમસ્યા હોવી, સતત તેમના વાળ ખરતા રહેવા વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી શિયાળામાં ખજુર ખાવાથી થતા વિવીધ લાભો વિશે તમને જરૂરી માહિતી આપી.