અમે તમને આજે એક સરસ વિષય વિશે માહિતી આપવાના છીએ કે જે તમને ખુબજ ઉપયોગી થશે અને આ માહિતી મેળવીને તમે પણ જાણી શકશો કે તમારા શરીરમાંદફ ક્યાં પ્રકારના રોગો રહેલા છે તેનું જાતે જ નિરાકરણ લાવી શકો છો. શરીરમાં રહેલા રોગોને કઈ રીતે પેશાબની મદદથી જાણી શકાય તેવી એક આયુર્વેદિક ટ્રીક્સ તમને બતાવવી છે. જે પ્રમાણે તમે કરશો એટલે તમને ખુબજ ફાયદો થશે.
તમારે વહેલી સવારે ઉઠીને સૂર્યોદય પહેલા તમારો પહેલો પેશાબ થોડો છોડી દેવાનો અને છેલ્લો પેશાબ થોડો છોડી દેવાનો વચ્ચેના પેશાબને એક નાની વાટકીમાં ભરી લેવાનો અને વાટકીમાં ભરી લીધા પછી તે પેશાબ ઠરી જાય ત્યારબાદ તમારે ઘાસની સળી અથવા તો સાવરણાની સળી લેવી અને તે સળીને તમારે કોઇપણ તેલમાં બોળવાની છે તેમાંથી એક ટીપું તેલ લઇ તેને લીધેલા પેશાબમાં આ ટીપું તેલ નાખવાનું છે હવે ખાસ ધ્યાન રાખવાનું તેલનું ટીપું જેવું તમે વાટકીમાં નાખો એટલે તે તરત જ પ્રસરી જાય તો તમારે સમજવાનું કે તમારા શરીરની અંદર વાયુનો પ્રકોપ છે તે પેશાબનો કલર હંમેશા રાતા રંગનો હોય છે.
તમે તેલનું જેવું ટીપું નાખો અને જો જીણી જીણી પરપોટીઓ થાય છે તો તમારે સમજવાનું કે તમારા શરીરમાં પિત્તનો પ્રકોપ છે આ પિત્ત વાળા પેશાબનો રંગ હંમેશા પીળો હોય છે.
તમે જેવું તેલનું ટીપું નાખો એટલે તરત જ છારી વળી જતી હોય અને ફીણ જેવું થતું હોય તો સમજવાનું કે તમારા શરીરમાં કફનો પ્રકોપ હોય છે આ સમયે પેશાબનો રંગ એદક્મ સફેદ હોય છે. આ રીતે તમે તમારા ઘરે જ પેશાબ દ્વારા જાણી શકો છો કે તમારા શરીરમાં વાયુ, પિત્ત કે કફ આ મુખ્ય આપણા શરીરના ત્રણ દોષોમાંથી કયો દોષ વધ્યો છે તે તમે કોઇપણ લેબોરેટરીમાં ગયા વગર તમરા ઘરે જ સંપૂર્ણ વિગત જાણી શકો છો. તમે તમારા ઘરે વપરાતા તેલમાંથી કોઇપણ તેલનો ઉપયોગ કરી શકો છો.
આમ તમને આ દોષોનો ઘરે બેઠા ખ્યાલ આવી ગયા પછી ક્યાં દોષો માટેની કઈ રીતે પરેજી પાળવી જોઈએ તેના વિશે ખ્યાલ આવી જાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમે ઘરે બેઠા તમારા પેશાબની મદદથી લેબોરેટરી ગયા વગર તમારા શરીરમાં વાયુ, પિત્ત કે કફ નું પ્રમાણ કેટલું છે તે કઈ રીતે જાણી શકાય તેવી એક મહત્વની ટીપ્સ બતાવી.