આ શરદી અને ઉધરસ તેમજ કફના વાયરસને રાઈનાઈટીસ પણ કહેવામાં આવે છે. તે લોકોમાં થતો સામાન્ય સંક્રાત્મક રોગ છે. જે શ્વસન તંત્ર સાથે જોડાયેલો રોગ છે. આ રોગ 200 થી વધારે પ્રકારે થાય છે, માટે એક વાયરસ લાગતા શરીર તેની સામેની રોગ પ્રતિકારક શક્તિ મેળવી લે છો તે બીજા પ્રકારે થાય છે. માટે તેની માટે જલ્દી રાહત મેળવવા માટેના ઉપાયો કરવા જરૂરી બને છે.
શરદી ઉધરસના લક્ષણો: નાકથી પાણી વહેવું, નાકમ ખંજવાળ આવવી, ગળામાં ખરાશ પડવી, નાક બંધ થવું, માથું ભારે લાગે અને માથામાં દુખાવો થાય, આંખો બળે. ખાંસી, તાવ, છીંક આવે વગેરે સમસ્યા વગેરે લક્ષણો આ શરદી અને ઉધરસમાં જોવા મળે છે.
શરદી અને ઉધરસના લક્ષણો: આ સંક્રાત્મક રોગ છે, જે કોરોના વાયરસ અને રાઈનો વાયરસના કારણે થાય છે, આ વાયરસના સંક્રમણના કારણે થાય છે, જેમાં 200 પ્રકારના આ વાયરસની અલગ અલગ પ્રજાતિ હોવાનું માનવામાં આવે છે, આ સંક્રમણ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ થાય છે. જેમાં હવામાં છીંકવાથી, જે વ્યક્તિએ વસ્તુ અડી હોય તેનો સમ્પર્ક થવાથી, મૌસમમાં બદલાવ આવવાથી, રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોવાથી તેમજ ઠંડી અને સતત ભીંજાયેલા રહેવાથી વગેરે કારણે આ રોગ ફેલાય છે. આ રોગના ઈલાજો નીચે મુજબ છે.
ડુંગળીનો રસ: ડુંગળીનું સેવન રસ કાઢીને પણ કરી શકાય છે. ડુંગળીનો રસ કાઢીને સેવન કરવાથી શરદી, ઉધરસ અને કફનો ઈલાજ થઈ શકે છે. ડુંગળીમાં રહેલી કુદરતી ગરમી કફને દુર કરે છે, અને શરીરમાં ગરમી પ્રદાન કરે છે જેથી શરદીના વાયરસનો નાશ થાય છે.
ડુંગળીની નાસ-વરાળ: શરદી અને ઉધરસનો દેશી ઈલાજ તરીકે ડુંગળીની વરાળનો ઉપયોગ કરી શકાય છે. બે ગ્લાસ પાણીમાં ડુંગળીને કાપીને તેના ટુકડા કરીને ઉકાળવા દીધા બાદ તેની વરાળ નાક અને મોઢામાંથી લેવાથી નાક ખુલે છે અને ફેફસાં અને નાકથી શ્વાસ નળી અને ફેફસા સુધીનો કફ ઓગળીને બહાર નીકળે છે અને તેમાં રહેલા વાયરસનો નાશ થાય છે જેથી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.
તુલસી: શરદી, ઉધરસ અને કફ થવા પર તુલસી અમૃત સમાન કાર્ય કરે છે. ઉધરસ અને કફ થવા પર તુલસીના 5 થી 7 પાંદડા વાટીને તેનો ઉકાળો બનાવી લો અને આ ઉકાળાનું સેવન કરો. નાક બંધ થવાના સમયે તેની મંજરીઓને રૂમાલમાં સુંઘવાથી નાક ખુલી જાય છે. નાના બાળકોને કફ થાય ત્યારે 6 થી 7 ટીપા આદુના અને તુલસીના રસમાં મધ ભેળવીને ચાટો. તે નાક ખોલવામાં અને વહેતા નાકને બંધ કરવામાં ખુબજ ઉપયોગી છે.
અજમા: 10 ગ્રામ હળદર અને અજમાને લઈને એક કપ પાણીમાં નાખીને પકાવી લો. આ ઉપાય ઘરેલું ઉપચાર તરીકે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે પાણી અડધું રહી જાય ત્યારે તેમાં થોડોક ગોળ ભેળવીને પીવો જોઈએ. તેનાથી ક્ફમાં જલ્દી આરામ મળશે. અને નાકથી વહેતું પાણી પણ બંધ થઇ જાય છે.
કાળા મરી: કાળા મરીના ચૂર્ણને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે. અને નાકથી વહેતું પાણી બંધ થાય છે. અડધી ચમચી કાળા મરીને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે તેમજ કાળા મરી ચૂર્ણ અને એક ચમચી મિશ્રી ભેળવીને એક ગ્લાસ ગરમ દુધમાં ભેળવીને દિવસમાં બે વખત પીવાથી આ રોગ જલ્દી મટે છે.
આદું: કફ યુક્ત ખાંસીમાં દુધમાં આદું ઉકાળીને પીવો. આદુના રસમાં મધ ભેળવીને ચાટવાથી કફમાં આરામ મળે છે. 1 થી 2 આદુના નાના ટુકડા અને 2 કાળા મરી, 4 લવિંગ અને 5 થી 7 તુલસીના તાજા પાંદડા વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે તે ઉકળીને અડધા થઇ જાય ત્યારે તેમાં એક ચમચી મધ ભેળવીને પીવો. આદુના નાના નાના ટુકડાને દેશી ઘીમાં શેકીને દિવસમાં ૩ થી 4 વખત વાટીને ખાઓ. તેનાથી નાકમાંથી પાણી નીકળતું બંધ થાય છે.
લસણ: લસણમાં એલીસીન નામનું રસાયણ હોય છે. જે એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ હોય છે. તે શરદી ઉધરસના સંક્રમણને દુર કરે છે. તેના માટે 4 થી 5 લસણની કળી ઓને ઘીમાં તળીને ખાવાથી આરામ મળે છે.
આમળા: આમળા એક મજબુત ઈમ્યુંનોમોડ્યુલેટર હોય છે. તેમાં ઘણી બીમારીઓ દુર કરવાના અને તેમજ તેની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. નિયમિત રૂપથી આમળા ખાવાથી શરીરને યોગ્ય બેનિફિટ મળે છે. તે લીવર અને અને લોહીના સંક્રમણથી પણ બચાવે છે. જેના લીધે શરદી અને ઉધરસ તેમાજ કફ દુર થાય છે.
ડુંગળી: એક ડુંગળી અને બે ચમચી મધ લઈને તેમાંથી ડુંગળીને ફોલીને તેને ટુકડામાં કાપી લો. જ્યારે ડુંગળીના ટુકડા પર તે ઢંકાઈ જાય તેટલું નાખો. આ પછી એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાત્રિભર રાખી દો. આગળના સવારે આ ટુકડાને ખાઓ. દરરોજ આ ડુંગળીના ટુકડાને ખાવાથી કફ અને શરદી અને ઉધરસ વગેરેની સમસ્યા દુર રહે છે. તમે ડુંગળી અને મધ પણ ખાઈ શકાય છે.
અળસી: સામાન્ય શરદી અને ખાંસીને ઠીક કરવામાં અળસીમાં બીજ એક પ્રભાવી ઉપાય છે. એટલા માટે તમે થોડા અળસીના બીજમાં પાણીમાં ઉકાળો અને મિશ્રણને ઘટ્ટ થવા દો. જ્યારે સારી રીતે અળસીના બીજ પૂર્ણ રીતે ઉકળી જાય ત્યારે તેને ઠંડું કરીને તેમાં લીંબુનો રસ અને મધના થોડા ટીપા ભેળવો. આ મિશ્રણને સારી રીતે મેળવીને સેવન કરી શકો છો. શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે તે સારો ઉપાય છે.
આમ, આ ઉપાયો કરવાથી શરદી, ઉધરસ અને કફની બીમારીને દુર કરી શકાય છે. આ તમામ ઉપચારો કુદરતી જડીબુટ્ટીઓ પર આધારિત હોવાથી શરીરમાં કોઈ આડ અસર વગર આ શરદી અને ઉધરસની બીમારીને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી આ સમસ્યાને ઠીક કરે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.