આજે અમે તમને આ લેખના માધ્યમથી વિટામીન B12 વિશે માહિતી આપી દઈશું. વિટામીન B12 ને કઈ રીતે વધારી શકાય ? તથા B12નું આપણા શરીરમાં શું મહત્વ છે ? વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈશું.
વિટામીન B12 ની ખામીને લીધે કઈ કઈ પરેશાનીઓ થતી હોય છે: જયારે આપણા શરીરમાં B12 ની ઉણપ હોય ત્યારે આપણા શરીરની ડાયજેશન સીસ્ટમ થોડી નરમ થાય છે, ઉલટી ઉબકા થવા લાગે છે, હાથ-પગમાં ધ્રુજારી આવે છે, તમે કોઇપણ એક જ જગ્યાએ બહુ વધુ સમય સુધી બેચી રહો તો તમને ખાલી ચઢવા લાગે છે, તમે જો રાત્રે એમનેમ સુઈ ગયા હોવ તો પણ તમને ખાલી ચઢી જાય છે, પગના તળિયામાં સતત બળતરા થાય છે જો તમને આવા લક્ષણો જણાય તો તમારે સમજી લેવું કે તમને વિટામીન B12ની ખામી છે.
તમારે દરરોજનું 2.4 માઈક્રો ગ્રામ વિટામીન B12 જોઈએ. તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત એ છે કે વિટામીન B12 એ આપણું શરીર પોતે જાતે બનાવતું નથી તેને તમારે બહારથી જ લેવું પડે છે. એટલે આપણે દરરોજનું આટલું વિટામીન લેવું જોઈએ.
વિટામીન B12 શેમાંથી મળી રહે છે: વિટામીન B12 મુખ્ય ત્રણ વસ્તુઓમાંથી મળી રહે છે 1) ડેરી પ્રોડક્ટ માંથી જો તમે એક કપ દૂધ પીશો તો તેમાંથી 1.2 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળી રહે છે તથા એક કપ દહીં માંથી તથા એક નાના એવા ટુકડા ચીજ માંથી 1.1 માઈક્રો ગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. તથા એક કપ દહીંમાંથી 0.5 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. 2) ફણગાવેલા કઠોળમાંથી વિટામીન B12 સૌથી વધુ પ્રમાણમાં મળે છે. 3) જે અનાજ ફોતરાવાળા છે તેમાંથી પણ વિટામીન B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આપણે જોઈએ તો ઘઉં તે પણ ફોતરાવાળા જ અનાજ કહેવાય છે. તમે જાણો જ છો કે ઘઉં માંથી જ મેંદો બને છે અને મેંદામાંથી એકપણ ટકા વિટામીન B12 રહેતું નહિ. ઘઉંમાં ભરપુર માત્રામાં વિટામીન B12 રહેલું છે. ઘઉંના ઉપરના જે લાલ પડ હોય છે તેની અંદર ભરપુર માત્રામાં વિટામીન B12 મળી રહે છે. વિટામીન B12 સોયાબીન, ઓટમીન, ઈંડા, ચીકન, ઝીંગા, સાલ્સ માછલી, વગેરે માંથી મેળવી શકાય છે.
તમારે હંમેશા ઘઉંના ફાડાની લાપસી બનાવીને તથા ઘઉંના ફોતરાવાળી રોટલી બનાવીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. હવે વાત કરીને આપણે ઇસ્ટ વિશે એટલે કે આથા વાળા જે ખોરાક છે કે જેમાંથી ફૂગ બને છે એનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાંથી B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તમે ખમણ, ઢોકળા, ઈડલી, મેડુંવડું વગેરે વસ્તુઓ ખાઈ શકો છો.
વિટામીન B12 શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ કરે છે. જે સ્ત્રીઓ સગર્ભા હોય છે તેઓએ ગર્ભાવસ્થા દરમિયાન વિટામીન B12 જેમાંથી મળે તે ફળો અને શાકભાજીઓનું સેવન જેમ બને તેમ વધુ કરવું જોઈએ તેનાથી તેમના બાળકનો વિકાસ સારો થાય છે અને તેમની નિર્વસ સીસ્ટમ પણ સક્રિય બને છે.
વિટામીન B12 ની ઉણપના લક્ષણો: જયારે આ વિટામીન B12ના લક્ષણો શરીરમાં જોવ અ મળે ત્યારે તમારે ખુબ જ ગંભીરતાથી લઈને આ ઉણપ દૂર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. શરીરમાં આ ઉણપથી અનેક રોગો પણ આવી શકે છે અને આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઉભી થાય છે. માટે જો ખોરાકમાં બદલાવ અને અમુક પ્રયોગો કરીને આ ઉણપને દૂર કરી શકાય છે.
જ્યારે વિટામીન B12 શરીરમાં ઘટવા લાગે છે ત્યારે શરીરમાં સુન્નતા આવે છે. કોઈ અંગ જકડાય જાય છે અને વારંવાર ખાલી ચડવાની સમસ્યાઓ ઉભી થાય છે. હાથ પગ કે કોઈ શરીરના અંગમાં કોઈ કારણ વગર ખાલી ચડવા માંડે તો સમજી લેવું કે તમને વિટામીન વિટામીન B12ની ઉણપ છે. ક્યારેક શરીરના અંગ ઉપર કોઈ સોય મારતું હોય તેમજ ખૂંચતું હોય તેવો અહેસાસ થાય છે. આ લક્ષણ વિટામીન B12ની ઉણપ દર્શાવે છે. જો તમને વારંવાર આવું થઇ રહ્યું છે હોય તો વિટામીન B12નો રીપોર્ટ કરાવી લેવો.
શરીરમાં જોવા મળતી નબળાઈ પણ વિટામીન બી12ની ઉણપ દર્શાવે છે. શરીરમાં કારણ વગરની અચાનક નબળાઈ લાગવા લાગે, માંસપેશીઓમાં નબળાઈ અનુભવાય અને જેને લીધે માથાનો દુખાવો. ખાલીપણું અનુભવાય. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો એ વિટામીન બી૧૨ની ઉણપ બતાવે છે, જેથી વહેલાસર રીપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી વધારે સમસ્યા થતી અટકાવી શકાય.
જીભમાં પણ વિટામીન B12ના લક્ષણો જોવા મળે છે. જીભમાં જો ચાંદા પડે, ચીકણાપણું જોવા મળે, સોજો આવે, નાના નાના દાણા જેવું જોવા મળે તો તે વિટામીન B-12 ની ઉણપ હોવાનું લક્ષણ છે. જે આ સંકેતો સ્વરૂપે દેખાઈ આવે છે.
વાળ, ત્વચા અને નખને ચોખ્ખા રાખવા માટે વિટામીન B12 ખુબજ જરૂરી છે તેમજ તે તમારા શરીરને ઉર્જાવાન બનાવે છે અને આંખોને લગતી સમસ્યાને દુર કરવા માટે ફાયદો કરે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા વિટામીન B12 શેમાંથી વધુ મળે છે તથા વિટામીન B12ની ઉણપને લીધે કેવા કેવા પ્રકારનું નુકશાન થાય છે તેના વિશે પણ માહિતી આપી.