અત્યારે શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને કડકડતી ઠંડી પડી રહી છે, તથા આયુર્વેદમાં અષ્ટાંગ હદય ગ્રંથની અંદર વાગ્ભટ્ટ ના જણાવ્યા અનુસાર જો તમે સૌથી સારામાં સારું તેલ ખાવા માંગતા હોવ તો તરત તલ યાદ આવી જતા હોય છે અને એમાં પણ ખાસ વધુ કહીએ તો પણ કહી શકાય કે તેલ નામનો શબ્દ જ તલ ઉપરથી પડેલો છે.
હજારો વર્ષ પહેલા મકાઈનું તેલ, સુર્યમુખીનું તેલ આમાંથી એકપણ તેલ નહોતું ત્યારે માત્રને માત્ર તલના તેલનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આયુર્વેદ ગ્રંથમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શિયાળાની અંદર માત્રને માત્ર તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. કદાસ તમને ખબર નહિ હોય કે તલના તેલને ગરીબોનું ઘી કહેવામાં આવે છે. વસાણું બનાવવા માટે પણ તલના તેલનો ઉપયોગ થાય છે.
આયુર્વેદના જણાવ્યા અનુસાર કોઇપણ રોગ વાયુ, કફ અને પિત્ત ઉપર આધારિત છે. કદાસ તમે જાણતા નહિ હોવ કે જયારે આપણા શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે વાયુને શાંત રાખવા માટે તેલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જયારે કફનો પ્રકોપ થાય છે ત્યારે કફને શાંત કરવા માટે મધનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પિત્તનો જયારે પ્રકોપ થાય છે ત્યારે તેને શાંત કરવા માટે ઘી નો ઉપયોગ થાય છે.
આ ચાલી રહેલી શિયાળાની કડકડતી ઠંડીમાં સૌથી વધુ પ્રમાણમાં વાયુનો પ્રકોપ થતો હોય છે. આપડી ચામડીમાં સ્નેહન દ્રવ્યમાં જે પાંચ પ્રકારે વાયુઓ હોય છે અને એમાંથી વ્યાન વાયુનો પ્રકોપ થાય છે પરિણામે ચામડીમાં રહેલા સ્નેહન દ્રવ્યને તે સુકવી નાખે છે તેથી આપણી સ્કીન એકદમ ડ્રાય થઇ જાય છે.
આ પ્રકારે ડ્રાય સ્કીન થઇ જવાથી આપણા હાથ-પગમાં ચીરા પડે છે, હોઠ ફાટી જતા હોય છે, ચહેરા ઉપર ગાલ ફાટી જવાથી ચહેરો તણાય તેવું લાગે છે, તથા આ સમસ્યા નાના નાના બાળકોમાં તો સૌથી વધુ જોવા મળે છે. આ સમયે જો માલીશ કરવા માટે તમે સૌથી સારામાં સારું તેલ વાપરવા માંગતા હોવ તો તે છે તલનું તેલ.
આયુર્વેદના જણાવ્યા અનુસાર શિયાળાના 4 મહિના ખાવા માટે તમારે માત્રને માત્ર તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે તલના તેલનો ઉપયોગ કરીશું તો 80 પ્રકારના વાયુના રોગોને દુર કરવાની તાકાત આ તલના તેલમાં હોય છે.
જો તમારા શરીરમાં પણ આ રીતે વ્યાન વાયુનો પ્રકોપ થવાથી શરીરના સાંધા દુખે છે, હાથ-પગમાં ચીરા પડી જતા હોય છે. હોઠ ફાટી જતા હોય વગેરે જેવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ બધી જ સમસ્યામાં સ્નેહન આપવાનું કામ આ તલનું તેલ કરે છે.
મિત્રો જો તમારે શિયાળાની અંદર શરીર સારું અને તંદુરસ્ત રાખવું હોય તેમજ વાયુના રોગોનો શિકાર ન બનવું હોય તેમજ આપણી સ્કીન ને ફાટતી અટકાવવી હોય તો તમારે આ શિયાળાના 4 મહિના સુધી તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ તેવુ આયુર્વેદનું કહેવું છે.
તમને બજારમાંથી જે તૈયાર બોટલના રૂપમાં જે તલનુ તેલ મળે છે તે ફિલ્ટર કરેલું તેલ મળે છે આ તેલમાં જે તલના પોષકદ્રવ્યો નીકળી જતા હોય છે માટે તમારે કોઇપણ ઘાણી ઉપર જઈને દેશી ઘાણીનું તમે તેલ લાવજો એ તમને થોડું મોંઘુ પડશે, થોડું રગડા જેવું લાગશે, દેખાવમાં સારું નહિ લાગે પરંતુ ખાવામાં તે સૌથી સ્વાદિષ્ટ લાગશે શરીર માટે ફાયદાકારક નીવડશે.
તમે આ તેલનો ઉપયોગ બધી રીતે કરી શકો છો ખીચડીમાં ઉપર ઘી રેડવા કરતા તલનું તેલ રેડશો તો વધુ ફાયદો થાય છે. દાળ-ભાતમાં પણ તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે શાકના વઘાર માટે પણ તલના તેલનો ઉપયોગ કરી શકો છો.
તમે રોટલી ઉપર પણ તલનું તેલ ચોપડીને ખાશો તો તેનાથી તમને ખુબજ ફાયદો થશે અને તમે વાયુના રોગોથી બચી શકશો. તમે બધા જાણો જ છો કે શિયાળાની ઋતુમાં જયારે ઉતરાયણ આવે છે ત્યારે આપણે તલની ચીક્કી ખાઈએ છીએ તેની પાછળનું આ જ મુખ્ય કારણ છે.
તમારે ખાસ યાદ રાખવાનું છે કે શિયાળાના 4 મહિના તમારે તલનું તેલ જ ખાવા માટે વાપરવું જોઈએ. તમે વધુ નહિ પણ અઠવાડિયામાં ફક્ત 2 દિવસ પુરતી તલના તેલથી આખા શરીર ઉપર માલીશ કરવાથી ફાયદો થાય છે. સવારે માલીશ કરીને તમે તડકામાં બેચવાથી ખુબજ ફાયદો થાય છે. તમે જેવું આ તલના તેલનું માલીશ કરીને એક કલાક બાદ સ્નાન કરવાથી ખુબજ ફાયદો થાય છે.
આ રીતે તમે કરશો એટલે ભયંકર ઠંડીની અંદર થતા વાયુના રોગોથી તમે બચી શકશો. માટે હું આશા રાખું છુ આ શિયાળાના 4 મહિના સુધી તમે તલના તેલનો ઉપયોગ કરશો એટલે તમને વાયુને લગતા એકપણ રોગ નહિ થાય. તમને તલનું તેલ થોડું ખરીદવામાં મોંઘુ પડશે પરંતુ પૈસા કરતા શરીર મહત્વનું છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા શિયાળામાં તલનું તેલ ખાવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.