આજે અમે તમને આ લખાણ દ્વારા તમારા નખના અમુક નિશાન વિશે વાત કરીશું નખ ઉપર સફેદ ધબ્બા થવાનું કારણ સામાન્ય ન હોઈ શકે તે લ્યુકોનિશીયાના કારણે પણ થઇ શકે છે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું કે નખ ઉપર સફેદ ડાઘનું શું કારણ હોઈ શકે છે ?
તમે ગમે તેટલા તંદુરસ્ત અને સ્વસ્થ છો તો પણ તમને કદાસ ખબર નહિ હોય કે આપણા સ્વાસ્થ્યના રાજ આપણા જ નખ ખોલે છે તો શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી હોય તો તેની સીધી જ અસર આપણા નખ ઉપર દેખાવા લાગે છે તથા નખ ઉપર સફેદ ડાઘ થવાના ઘણાબધા કારણો હોય છે.
એલર્જીક રીએક્શન : જો તમારા નખ ઉપર સફેદ ડાઘ પડવા પાછળના મુખ્ય નિશાનની વાત કરીએ તો એલર્જીક પ્રતિક્રિયા હોઈ શકે છે તેની પાછળનું કારણ નેલ પોલીશ, ગ્લોસ અથવા તો નેલ પોલીશ રીમુવર પણ હોઈ શકે છે. આ ઉપરાંત તે કૃતિમ નખને પણ નુકશાન પહોચાડે છે.
ફંગલ ઇન્ફેકશન : ફંગલ ઇન્ફેકશન નખમાં સફેદ નિશાન થવાનું પણ મુખ્ય કારણ બની શકે છે જો તમને ફંગલ ઇન્ફેકશન છે તો તમારા નખ ઉપર સફેદ ડાઘા દેખાવા લાગે છે આ ઉપરાંત પણ જ્યારે તમારા નખ વધે છે ત્યારે તે જાડા અને ડ્રાય થઇ શકે છે. કૃત્રિમ નખ પણ નુકશાન પહોચાડે છે.
નખમાં ઈજા થવી : ઘણી વખત નખમાં વાગે છે આ સમયે તમને ૩ અઠવાડિયા પછી નખમાં સફેદ નિશાન પડી જતા હોય છે માટે તેને તમે સહેજ પણ અવગણશો નહિ.
મિનરલ્સની ખામી હોવી : જયારે તમારા શરીરમાં મિનરલ્સ અને વિટામિન્સની ખામી હોય છે ત્યારે નખ ઉપર સફેદ રંગ કે નિશાન દેખાઈ શકે છે એવું અનુમાન કાઢવામાં આવ્યું છે કે આ સમસ્યા મોટે ભાગે કેલ્શિયમની ખામીને કારણે ઉદભવતી હોય છે.
નખમાં પડેલા સફેદ નિશાનને દુર કરવાના ઉપાય : સૌથી પહેલા તો તમારે જો આ રીતે નખમાં સફેદ ડાઘ જેવી સમસ્યા હોય તો તેને ઠીક કરવા માટે તમારે ફંગલ દવાઓનું સેવન કરવું. જો તમને લોહીમાં કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની અવશ્ય સલાહ લેવી. તમારે કોસ્મેટીક દવાઓનો ઉપયોગ ન કરવો.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમારા નખમાં પડેલા સફેદ ડાઘ ઉપરથી પણ જાણી શકાય છે કે તમે કેટલા બીમાર છો તેના વિશે માહિતી આપી.