આજે અમે તમને આ લેખના માધ્યમથી અત્યારે ચાલી રહેલી આ શિયાળાની ઋતુમાં ખુબજ ઠંડી પડી રહી છે તેવામાં અમુક બહેનોને તેમના ચહેરાને લઈને ખુબજ ચિંતિત હોય છે કે તેમના ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય છે તેમની ઉંમર નાની હોવા છતાં ચહેરાની કરચલીઓને લીધે તેમની ઉંમર મોટી દેખાતી હોય છે. માટે અમે તમને આજે એવા કેટલાક ઘરેલું નુસ્કાઓ બતાવી દેશું જે મુજબ તમે અપનાવશો એટલે તમને ચેહરાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા નહિ થાય.
તમે જાણો જ છો કે અત્યારે દરેક યુવક-યુવતીને સુંદર દેખાવું વધુ પસંદ હોય છે માટે તેમના ચહેરા ઉપર કરચલીઓ પડે તે તેમને સહેજે પસંદ હોતું નથી તો અમે તમને એવા કેટલાક ઘરે જ અપનાવી શકાય તેવા દેશી ઓસડીયા દ્વારા માહિતી આપીશું કે આ સમસ્યાનો કઈ રીતે ઈલાજ કરી શકાય તે. અત્યારે મોટા ભાગે લોકો આ સમસ્યાને દુર કરવા માટે ઘણા બધા મોંઘા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જેનાથી તેમની સ્કીન સારી થવાને બદલે ડેમેજ થઇ શકે છે.
અપનાવો આ દેશી ઓસડીયાના નુસ્કાઓ :
ચણા દાળ અને એલોવેરા : જો તમારા ચેહરા ઉપર કરચલીઓ પડી ગઈ છે અને તમે તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમારે સૌથી પહેલા તો ચણાની દાળનો પેસ્ટ બનાવી લેવો અને તેમાં એક ચમસી જેટલો એલોવેરા જેલ મિક્સ કરીને તેને હલાવી નાખવો ત્યારબાદ તે તમારા ચેહરા ઉપર લગાડી દેવો. આ પેસ્ટ લગાડ્યા બાદ તમારે 15 મિનીટ સુધી એમનેમ રહેવા દેવું અને પછી સ્વચ્છ પાણીની મદદથી તમારો ચહેરો ધોઈ નાખવાથી ખુબજ ફયદો થાય છે.
ઈંડાની જર્દી અને ટામેટા : જો તમારે આ ઈલાજ અપનાવવો હોય તો સૌથી પહેલા ઈંડાની જર્દીમાં ટામેટાનો રસ તેમાં મિક્સ કરી લેવો તથા આ મિશ્રણને તમારે ચહેરા ઉપર લગાડવાથી ફાયદો થાય છે 10 મિનીટ બાદ ચહેરાને સ્વચ્છ પાણીની મદદથી ચહેરો ધોઈ નાખવાથી ફાયદો થાય છે અને જેનાથી ચહેરા ઉપર પડેલી કરચલીઓ પણ સાવ દુર થઇ જાય છે.
કેળાની પેસ્ટ : કેળા તમારા આરોગ્યની સાથે સાથે તમારી સ્કીન માટે ખુબજ ફાયદો કરે છે તેના માટે તમારે પાકેલા કેળાના નાના ટુકડા કરીને તેને કાપી લેવા હવે તેને સારી રીતે મેશ કરી લો એટલે કે તેનો પણ પેસ્ટ બનાવી લો તમે આ પેસ્ટની મદદથી તમારા ચહેરા ઉપર મસાજ કરવાથી ખુબજ ફાયદો થાય છે ત્યારબાદ 10 મિનીટ પછી તમારો ચહેરો સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખો.
કાકડીનું જ્યુસ ચહેરા ઉપર લગાડવું : કદાસ તમને ખબર નહિ હોય કે કાકડી તમારા ચહેરા ઉપર ખુબજ ફાયદો કરે છે તમે જો ઈચ્છતા હોવ તો કાકડીનું જ્યુસ બનાવીને તેને તમારા ચહેરા ઉપર લગાડવાથી ફાયદો થાય છે તમે કાકડી અને ટામેટા બંનેને મિક્સ કરીને પણ તમારા ચહેરા ઉપર લગાડી શકો છો જેનાથી તમારી સ્કીન થશે એકદમ તેજસ્વી અને દેખાવડી.
નાળીયેર પાણીનો ઉપયોગ કરવો : તમે થોડું વર્જિન નાળીયેર તેલની મદદથી હળવા હાથે તમારા ચહેરા ઉપર મસાજ કરશો એટલે ફાયદો થશે તમે રાત્રે પણ આ રીતે ચહેરા ઉપર લગાડીને સુઈ જવાથી ફાયદો થાય છે આ તેલની અંદર રહેલું એન્ટીઓક્સીડેન્ટ તમારી સ્કીનને ખુબજ ફાયદો કરે છે તથા નાળીયેરનું તેલ તમારા ચહેરા પરના રીન્કલ્સને પણ સાવ દુર રાખવાનું કામ કરે છે.
અનાનસના રસનો પ્રયોગ કરવો : અનાનસનો રસ તમારા ચહેરા ઉપર પડેલી કરચલીઓને દુર કરવા માટે ઉપયોગી થાય છે તમે અનાનસના રસથી તમારા ચેહરા ઉપર માલીશ કરશો તો ખુબજ ફાયદો થાય છે.
જાસુદના ફૂલનું પાણી : કદાસ તમને ખબર નહિ હોય કે જાસુદના ફૂલમાં વૃધ્તવ વિરોધી ગુણધર્મ હોય છે, તે શક્તિશાળી અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. જો તમે વૃદ્ધાવસ્થા ધરાવો છો તો તેવી સ્થિતિમાં ત્વચાના છિદ્રોનું કદ વધતું હોય છે માટે તમારે જાસુદના પાણીની મદદથી તમે તમારો ચહેરો ધોશો તો ખુબજ ફાયદો થાય છે. આ ઉપરાંત જો તમારા ચહેરા ઉપર ઘા કે ત્વચા સંવેદલશીલ હોય તો તમારે આ પાણીનો ઉપયોગ કરવો.
અંગુરનો રસ : તમે અંગુરના રસથી તમારો ચહેરો માલીશ કરશો તો તે ચહેરા ઉપર પડેલી તમામ પ્રકારની પડેલી કરચલીઓ થઇ જશે દુર. 20 મિનીટ બાદ તમે તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો અને આ પ્રયોગ તમારે એક અઠવાડિયામાં 2 વખત કરવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા જો તમારા ચહેરા ઉપર પડેલી કરચલીઓને દુર કરવા માટે આ જણાવેલ ઉપાયો અજમાવશો એટલે ખુબજ ફાયદો થાય છે.