મિત્રો આજે મોટા ભાગના લોકોને આ રીતે સમસ્યા હોય છે કે જેઓ લોહી શુદ્ધ કરવા માટે અલગ અલગ દવાઓ લેતા હોય છે પરંતુ તે દવાઓ લેવા કરતા અમુક હેલ્ધી એવા ખોરાક હોય છે કે જેઓ આ રીતે અમુક લીલા શાકભાજી અને ઔષધી સમાન વસ્તુનું સેવન કરશે તો તેમને બહારની એકપણ પ્રકારની દવા લેવાની જરૂરી નહિ પડે અને આની કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા નથી મળતી.
તમે જાણો જ છો કે આજના આ સમયની અસ્વસ્થ જીવનશૈલી, આહાર અને પ્રદુષણ તેમજ વાતાવરણમાં રહેલા એવા ઝેરી તત્વોને કારણે લોહીમાં અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે લોહીમાં અશુદ્ધિઓનો મુખ્ય ઉદેશ્ય એ થાય છે કે શરીરની જરૂરી એવી કેટલીક વસ્તુઓને કામ કરવા માટે પોષકતત્વો ઉપલબ્ધ ન હોવા. પરિણામે શરીર અનેક રોગોનો શિકાર બની જતો હોય છે. રકતકોશિકાઓમાં ઓક્સીજન સહેલાઇથી પસાર થઇ શકે તેના માટે કેવા કેવા ફૂડસનું સેવન કરવું જોઈએ તેના વિશે તમને સારી એવી માહિતી આપી દઈએ.
બીટ : બીટ રૂટમાં બીટાસાચનીન હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ છે તે લોહીને શુદ્ધ કરવા માટે ખુબજ મહત્વનો ભાગ ભજવે છે તેના માટે તમે બીટની ઉપરની છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી નાખો તથા તેને એક વાસણમાં 2 ગ્લાસ પાણી ભરીને ઉકાળવા માટે મૂકી રાખો.
હવે તમે જે બીટરૂટના નાના નાના ટુકડા સમારેલા છે તેને ઉકળતા પાણીમાં નાખી દ્યો અને 7 થી 8 મિનીટ સુધી ઉકળવા દ્યો હવે તેમાં કાળા મરી અને જીરું પાઉડર મિક્સ કરી દ્યો ત્યારબાદ તેને બરાબર ગાળીને સેવન કરવાથી ફાયદો થાય છે તેમજ આ ઉપાય તમે સતત બે થી ત્રણ અઠવાડિયા સુધી કરશો એટલે આ સમસ્યા માંથી છુટકારો થાય છે.
લીંબુ રસ : તમારે દરરોજ સવારે ભૂખ્યા પેટે એક લીંબુ નીચોવીને તેનો રસ કાઢી લેવો આ રસને એક થી બે ગ્લાસ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવાથી શરીરમાં જેટલી પણ ગંદકી હોય છે તે બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. લીંબુનો રસ શરીરની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. તેમજ ખાધેલા ખોરાકને પચાવવાનું પણ કામ કરે છે.
આદું અને લીંબુ : તમે લોહીને શુદ્ધ કરવા માટે બે નાના ટુકડા આદુંને પીસી લો તેમાં લીંબુના બે થી ત્રણ ટીપાં અને એક ચપટી ભરીને મીઠું ઉમેરી દ્યો હવે તમે સવારે ભૂખ્યા પેટે સેવન કરશો એટલે લોહી શુદ્ધ થાય છે.
તુલસીના પાન : જો તમે તુલસીના પાનનું સેવન કરશો એટલે તે અનેક રીતે તમને મદદરૂપ થાય છે તમે તુલસીના પાનને ભૂખ્યા પેટે સેવન કરશો તો અનેક ગણો લાભ થાય છે જો તમે તુલસીના પાન ભૂખ્યા પેટે ખાશો તો તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે તેમજ તુલસીના પાનમાં ઓક્સિજન ભરપુર પ્રમાણમાં હોય છે તેથી તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે તથા તુલસીના પાન ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે અને ઓક્સિજનના પ્રમાણને વધારે છે.
લસણનું સેવન : જો તમે ભૂખ્યા પેટે લસણનું સેવન કરશો તો તે ખુબજ ફાયદો કરે છે તેનાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એટલું જ નહિ લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે આ ઉપરાંત જો તમે લસણની કળીઓ ખાશો તો ફંગલ ઇન્ફેકશનની શક્યતાઓ હશે તો તેને ઠીક કરશે.
આમળાંનું સેવન : આમળાંમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે આમળાં લીવરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબુત રાખવાનું કામ કરે છે જે શરીરને અનેક નાની મોટી બીમારીઓથી બચાવે છે. આમળાં ખાવાથી લોહીમાં રહેલી તમામ પ્રકારની અશુદ્ધિઓને દુર કરવાનું કામ કરે છે.
ત્રિફળા ચૂર્ણ : જો તમે એક ચમસી જેટલું ત્રિફળાચૂર્ણ દિવસમાં બે વખત ગરમ કરેલા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે અને તેનાથી લોહી પણ સાવ શુદ્ધ થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા લોહીને શુદ્ધ રાખવા માટે કેવા કેવા ફૂડસ ખાવા જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.