અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે તેવામાં ઠેર ઠેર ઠંડીનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં વધી રહ્યું છે. બની શકે કે આ ઠંડીને કારણે લોકોમાં કબજિયાત જેવી સમસ્યા વધવાની શક્યતા રહેલી છે. માટે એક એવો મારે તમને ઉપાય બતાવવો છે કે આ શિયાળાની ઋતુમાં ઠંડી અને કબજીયાત બંને સામે રક્ષણ મળી રહે.
ઉપાય 1: આ ઉપાય અજમાવવા થી શિયાળામાં વધી રહેલી કબજીયાતની તકલીફને મટાડી દેશે અને શરીરને અંદરથી હૂફ આપવાનું કામ કરશે આ બીજ. તો ચાલો તે બીજના નામ વિશે માહિતી મેળવી લઈએ. આપણે આજે જે બીજ વિશે વાત કરવાના છીએ તે શરીરમાં ઔષધી જેવું કામ આપે છે તેમજ અનેક નાની મોટી પીડાઓ સામે લડે છે તેમજ શરીરને અંદરથી ગરમ રાખતું એક માત્ર બીજ છે એટલે તલ. શિયાળામાં તલની હાની કે સાની તરીકે પણ તમે ઉપયોગ કરી શકો. શિયાળામાં આ ખુબ જ ઉપયોગી છે.
કાળા તલમાં ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તલમાંથી મળી આવતું તેલ આંતરડાને Lubricate કરવામાં મદદ કરે છે.
તમે જાણો જ છો કે જેવો ડીસેમ્બર મહિનાનો અંત હોય ત્યારે ખુબજ ઠંડીનું પ્રમાણ વધી ગયું હોય છે, લોકો આ વધુ પડતી પડી રહેલી ઠંડીથી બચવા માટે અલગ અલગ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે જેમ કે અલગ અલગ ઘણા બધા પ્રકારના ગરમ કપડા પહેરતા હોય છે, આવી સ્થિતિમાં તમે શરીરને બહારથી ગરમ રાખી શકો છો પરંતુ જો તમારે શરીરને અંદરથી ગરમ રાખવું હોય તો તલ એ એકમાત્ર એવો ખોરાક છે કે તે કદમાં ભલે સાવ નાના હોય પરંતુ ભરપુર માત્રામાં ગરમી આપવાનું કામ કરે છે.
તલ ખાસ કરીને સફેદ, થોડા ભૂખરા અને કાળા એમ અલગ અલગ રીતે મળી રહે છે આ તલના બીજમાં ઘણાબધા મહત્વના ઔષધીય ગુણો હોવાથી શરીરમાં થતી અનેક નાની મોટી બીમારીઓને દુર કરીને શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આમ જોઈએ તો તલ તમે ઘણી બધી રીતે ખાઈ શકો છો જેમ કે તલને કાચા પણ ખાઈ શકાય છે, તલનો મુખવાસ કરીને પણ ખાઈ શકાય છે, તલનું તમે સૂપ બનાવીને પણ પીય શકો છો, તમે તલનું સલાડ અને ગોળ સાથે ભેળવીને ખાઈ શકાય છે.
શિયાળાની ઋતુમાં તલને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે અને તલ આ ઋતુ દરમિયાન બહુ સહેલાઇથી મળી રહે છે. જો તમે આ ઠંડી ઋતુમાં તલનું સેવન કરશો તો તે અંદરથી શરીરને ગરમી આપવાનું કામ કરે છે. તલમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો તલમાં ઝીંક, સેલેનીયમ, કોપર, આયર્ન, વિટામીન B6 અને વિટામીન E જેવા ઘણાબધા પોષકતત્વોથી ભરપુર હોય છે, તલ રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.
ઉપાય ૨: જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.
જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે.
તલ ખાવાથી બ્લડ શુગર ઘટવા લાગે છે : તલના બીજમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય છે તથા તેમાં સારા એવા પ્રમાણમા પ્રોટીન, હેલ્ધી ફેટ હોય છે જે શરીરને મજબુત રાખવાનું કામ કરે છે. તલના બીજમાં પીનોરેસીનોલ તત્વ અને તેનું સંયોજન રહેલું હોય છે જે પાચન એન્ઝાઈમ તથા માલ્ટેઝની ક્રિયાને અટકાવીને બ્લડ શુગરને કાબુમાં રાખે છે.
કબજિયાત માટે ફાયદો કરે છે તલ : જો તમે કોઇપણ ખોરાક ખાધો અને તે બરોબર પાચન ન થયો હોય તો તેવા સમયે તલનું સેવન કરવાથી ફાયદો થાય છે. તલના બીજમાં ભરપુર માત્રામાં ફાઈબર રહેલું હોય છે તેથી તે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને કુદરતી રીતે રેચક તરીકે આંતરડાની ગતિને તણાવથી મુક્ત કરવાનું કામ કરે છે.
તણાવથી દુર રાખે છે તલ : જો તમે વધુ પડતા ટેન્શનમાં કે કોઈપણ પ્રકારના ડરમાં હોવ તો તલનું સેવન કરવાથી ચિંતા અને ડર સામે રક્ષણ મળે છે. તલમાં ચિંતા ઘટાડે છે અને એન્ટી ઓક્સીડેંટના ગુણધર્મો ફ્રી રેડિકલ્સને પણ દુર કરે છે જે મનને તણાવથી મુક્ત રાખવાનું મહત્વનું કામ છે.
વરીયાળી : વરીયાળીને કબજિયાત દુર કરવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તમે ખાધેલો ખોરાક પચાવવા માટે વરીયાળી ખાવી ખુબજ જરૂરી છે તેના માટે તમારે એક કપ ભરીને વરીયાળી લેવી અને તેને તડકામાં સુકવીને પછી શેકી લેવી ત્યારબાદ આ વરીયાળીનો બારીક ભૂકો કરીને એક જારમાં ભરી લઇ દરરોજ રાત્રે સુતા પહેલા અડધી ચમસી આ વરીયાળીનો પાઉડર પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.
વધુ પડતું પાણી પીવાનું રાખો : આપણા સ્વાસ્થ્ય માટે શરીરમાં પાણી ખુબજ લાભદાઈ નીવડે છે તેમજ જો તમે 8 થી લઈને 10 ગ્લાસ પાણીનું દરરોજ સેવન કરશો તો શરીર ખુબજ હેલ્ધી રહેશે. તમે દરરોજ સવારે ઉઠીને 2 ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખશો તો તમને ક્યારેય પણ કબજિયાત નહિ થાય છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ હોય તો તે છે આપણા શરીરમાં પાણીની અસત માટે પાણીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત માંથી સાવ છુટકારો મેળવી શકાય છે.
અળસી : તમે રાત્રે સુતા પહેલા 2 થી ૩ ચમસી અળસીના બીજને પાણી સાથે ખાઈ લેવાથી સવારે પેટ સાફ થઇ જાય છે. અળસીમાં સારી એવી માત્રામાં ફાઈબરનું પ્રમાણ હોય છે તથા તેમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ રહેલું હોવાથી કબજિયાતને ઠીક કરવાનું કામ કરે છે.
ઇસબગુલ : ઇસબગુલને ફાઈબરનો શ્રેષ્ઠ ખજાનો કહેવામાં આવે છે તેના માટે તમારે દરરોજ રાત્રે સુતી વખતે 1 ચમસી ઇસબગુલને નવશેકા પાણી સાથે અથવા તો દૂધ સાથે સેવન કરવાથી કબજિયાત સામે રક્ષણ મળે છે.
આમ, જો તમે શિયાળાની આ ભરપુર ઠંડીવાળી ઋતુમાં તલનુ સેવન કરવાથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે તેના વિશે તમને માહિતગાર કર્યા.