રાગી કે નાગલી તરીકે ઓળખાતી આ ધાન્ય વનસ્પતિ 100 થી પણ વધારે રોગો માટે ઉપયોગો છે. નાગલી સૌથી પ્રાચીન અનાજ અને ખાવામાં આવતા અનાજોમાંથી એક છે. તે એક એવું પહેલુ અનાજ છે જે લગભગ 4000 વર્ષ પહેલા લાવવામાં આવ્યું હતું. આ રાગી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. રાગીનો પાક એક એવો પાક છે જે આખા વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે. આ અનાજ વાવનો કોઈ નિશ્વિત સમય નથી. આ અનાજના પાકને ઉત્પન્ન થતા પ ખુબ જ ઓછો સમય લાગે છે.
આ અનાજનો છોડ ખાસ કરીને ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં પહાડી વિસ્તારમાં ખુબ જ ઉગે છે. માટે તેની નેપાળ તથા ભરતના હિમાલીય ક્ષેત્રોમાં 2000 મીટરની ઊંચાઈ વાળા વિસ્તારમાં વાવવામાં આવે છે. આ પાકનું અનાજ અનેક ખોરાક બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને એશિયા તથા આફ્રિકા ખંડમાં ઉગાડવામાં આવતું હલકું ધાન્ય પાક છે. ગુજરાતમાં પણ આદિવાસી જિલ્લાઓમાં ડાંગ, વલસાડ, નવસારી અને તાપી તેમજ સુરત જિલ્લામાં આદિવાસીઓ તેનીખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ અનાજ મુખ્યત્વે વિશ્વમાં ઈથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં થાય છે.
આ રાગીનો છોડ 1 મીટર સુધીની ઊંચાઈનો હોય છે. તેના ફળ ગોળાકાર, ચપટા અને લીટાવાળા હોય છે. તેના બીજન બીજ ગોળાકાર અનર ઘેરા ભૂરા રંગના, ચીકણા હોય છે. આ અનાજનું વાનસ્પતિક નામ Eleusine coracana છે. જેને અંગ્રેજીમાં coracana millet કહેવામાં આવે છે. સાથે તેને Poko Grass કે finger millet પણ કહેવામાં આવે છે. જેને સંસ્કૃતમાં મધુલિકા કે નર્તક, નૃત્ય કુંડલ, બહુપત્રક, ભૂચરા જેવા નામોથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં આ ઔષધિને હિન્દીમાં મંડુઆ કહેવામાં આવે છે. અહિયાં અમે આ અનાજમાં રહેલા ભરપુર ઔષધીય ગુણ વિશે જણાવીશું.
તમારે રાગીના લોટને પીસીને તેને ઘઉનાં લોટમાં 7:3 નાં ગુણોતરમાં ભેળવીને ઉપયોગમાં લેવી જોઈએ. જે તમારા માટે ખુબ જ લાભદાયી થાય છે. આ રાગીને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. રાગીની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ ઘણા બધા પોષકતત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ લાભકારક છે. આ રાગી લાલ કલરની બોરના આકારની હોય છે. જે બજારમાંથી મેળવી શકાય છે.
વજન ઘટાડવા: વધારે ચરબીવાળા કે ફેટ ધરાવતા ખોરાક આરોગવાથી વજન વધી જાય છે. માટે તેનાથી બચવા માટે આરોગ્ય પ્રદ ચીજોમાં આ નાગલીનો સમાવેશ કરી શકાય છે. તેમાં રહેલા ઔષધીય ગુણ ફેટ ઓછા કરવામાં મદદ કરે છે. માટે વધારે વજનથી પરેશાન લોકો આહારમાં નાગલીનો સમાવેશ કરી શકે છે. નાગલીમાં ટ્રીપ્યોફેન નામનું એમીનો એસિડ હોય છે. જેના લીધે ભૂખ પણ લાગતી નથી.
હાડકાનો વા: નાગલીમાં આવેલા તત્વ હાડકાને કમજોર થતા રોકે છે અને તેને સ્વસ્થ અને મજબુત બનાવી રાખે છે. આના લીધે નાગલીના સેવનથી હાડકાના વાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે. તમે જો વાના રોગથી પીડિત છો તો નાગલીન સેવન કરવાથી વાની તકલીફ મટે છે.
ખાંસીનો ઈલાજ: નાગલીના વિધિપૂર્વક પકાવવામાં આવેલા ઘીનું સેવન કરવાથી ખાંસીનો રોગ મટે છે. આ માટે આ ઘી બનાવવા નાગલીને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે કાઢીને બારીક વાટવી. આથી દૂધ જેવી પાણી નીકળે તેને કપડાથી ગાળી લેવું અને પછી કલાઈ કરેલા વાસણમાં બે ચાર ઘડી રાખી મુકવાથી તેનું સત્વ વાસણના તળીયે જામી જશે. આ પછીથી ઉપર ઉપરનું પાણી કાઢી નાખવું નીચેના સત્વને સ્વસ્થ વસ્ત્રની ચોવડ ગળી કરી,તેના ઉપર પાથરવું. 5 થી 6 કલાક પછી તે ચીકણી માટી જેવું ઘટ્ટ થઇ જશે તેનું સેવન કરવાથી ખાંસી મટે છે.
કોઢનો રોગ: નાગલીનું સફેદ ચિત્રક સાથે સેવન કરવાથી કોઢ રોગ મટે છે. મહુડો, હાઉબેર, નીલકમળ તથા નાગલીનું ચૂર્ણને ઘી તથા મધ સાથે સેવન કરવાથી ઉલ્ટી, કોઢ રોગ, હેડકી અને શ્વાસની બીમારીમાં ફાયદો થાય છે.
શક્તિ પ્રદાન: આ માટે આ દવા બનાવવા નાગલીને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે કાઢીને બારીક વાટવી. આથી દૂધ જેવી પાણી નીકળે તેને કપડાથી ગાળી લેવું અને પછી કલાઈ કરેલા વાસણમાં બે ચાર ઘડી રાખી મુકવાથી તેનું સત્વ વાસણના તળીયે જામી જશે. આ પછીથી ઉપર ઉપરનું પાણી કાઢી નાખવું નીચેના સત્વને સ્વસ્થ વસ્ત્રની ચોવડ ગળી કરી,તેના ઉપર પાથરવું. 5 થી 6 કલાક પછી તે ચીકણી માટી જેવું ઘટ્ટ થઇ જશે તેની ગોળીઓ બનાવી તેને પાણીમાં બાફી, ઠંડુ પડ્યા બાદ ગોળ ભેળવીને બાળકને આપવાથી નબળા બાળકોમાં શક્તિ આવે છે.
ઉલ્ટી રોકવા: ઘણા લોકોને ઉલ્ટી સંબંધિત પરેશાનીઓ રહે છે. ત્યારે એના ઈલાજ માટે મહુડો, હાઉબેર, નીલકમળ તથા નાગલીના ચૂર્ણને ઘી તથા મધ સાથે સેવન કરવાથી ઉલ્ટી રોકાઈ જાય છે. આ ઈલાજમાં તે ઉલટીને રોકવામાં આ તમામ ઔષધિઓના ગુણો ઉપયોગી છે.
શરદી અને કફ: શરદી જેવી પરેશાનીઓમાં નાગલીનો ઉપયોગ ખુબ જ લાભ પહોચાડે છે. તેના માટે નાગલીનો ઉકાળો બનાવીને સેવન કરવામાં આવે છે. આ સાથે જ તેના ઉકાળાથી કોગળા કરવાથી લોહી તથા પિત્તથી શરદી અને કફની સમસ્યાથી લાભ થાય છે.
શ્વાસની બીમારી: અનેક લોકોને આજનાં સમયે શ્વાસની બીમારી રહે છે. તમે નાગલીનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો શ્વાસના રોગમાં ખુબ જ લાભ થાય છે. તેનાથી બનાવવામાં આવેલા ચૂર્ણઅને ગોળીનું સેવન કરવાથી શ્વાસની બીમારી મટી જાય છે. ઝાડા રોકવા માટે નાગલી ઉપયોગી છે.
કબજીયાત: ઘણા લોકોને કબજીયાતની તકલીફ રહે છે. ખાસ કરીને કબજિયાત એવી બીમારી છે છે ઘણા રોગોનું મૂળ બને છે. આ રોગથી બચવા માટે નાગલીનું નિયમિત સેવન કરવામાં આવે તો લીવર સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે, જેના લીધે ગેસ, એસીડીટી અને કબજીયાત વગેરે જેવી સમસ્યાઓમાં આરામ મળે છે.
ડાયાબીટીસ: સોજા સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાગી ખાવાથી અનેક ફાયદાઓ મળે છે. ખાસ કરીને રાગીમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી પ્રભાવ હોય છે જે એક પ્રકારે સોજા સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે ડાયાબીટીસ, વા, ગાંઠો વાળો વા, એલર્જી, હ્રદય રોગ જેવી સમસ્યાઓમાં ઉપયોગી થાય છે. એવામાં સોજા સાથે જોડાયેલી સમસ્યાના પ્રભાવને ઓછો કરવા માટે નાગલીનું દૈનિક આહારમાં ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. નાગલીમાં આવેલા ગ્લાઈસેમીક પદાર્થ લોહીમાં સુગરના પ્રમાણને કન્ટ્રોલમાં રાખે છે.
ચામડી માટે: ચામડી માટે પણ નાગલી ખુબજ ઉપયોગી છે. ખાસ કરીને નાગલીમાં આવેલા ફેરુલીક એસિડ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના કારણે ચામડીને થનારી થતી નુકશાનીથી બચાવે છે. તેમાં આવેલા એન્ટી એન્જીંગ ગુણ ચામડીને સમય પહેલા દેખાતા વૃધત્વના લક્ષણોને ઘટાડે છે. રાગી પછી ફેસ માસ્કના રૂપમાં નાગલીનો ઉપયોગ કરી શકાય છે.
એનીમિયા: નાગલી પ્રાકૃતિક આયર્નનો એક અદ્ભુત સ્ત્રોત છે અને તેનો આ પ્રકારે ઉપયોગ કરવાથી એનીમિયા દર્દીઓ માટે અને ઓછા હિમોગ્લોબીનના સ્તર વાળા લોકો માટે વરદાન સાબિત થાય છે. તમે નાગલીનો નાગલીનો ઉપયોગ શરીરમાં આયર્નની પુરતી માટે કરી શકો છો. તેનો ઉપયોગ લોટના રૂપમાં, અંકુરિત કરીને અને અન્ય ડીસના રૂપમાં કરી શકો છો.
વાળ અને ખોડા માટે: નાગલી પ્રોટીનથી ભરપુર છે અને વાળને ખરવાથી રોકવામાં મદદ કરે છે, તે વધારે વાળ ખરવાની સમસ્યાથી પીડિત લોકો માટે લાભકારી છે. વાળને પ્રોટીની ખુબ જ જરૂર રહે છે, કારણ કે વાળ પ્રોટીનથી બનેલા હોય છે. કેરોટીન તમારા વાળમાં મળી આવતું મુખ્ય પ્રોટીન છે. પ્રોટીનની ઉણપથી વાળ ખરે છે માટે રાગીનું સેવન કરવાથી વાળને મજબુત કરી શકે છે ના એ વાળને ખરવા બંધ કરે છે.
પાચન રોગ: નાગલી પેટનો પણ ખ્યાલ રાખે છે. રાગીને આહારનો હિસ્સો બનાવવાથી પાચન તંત્ર ઠીક રાખે છે, ખાસ કરીને રાગીમાં આવેલા એલ્કલાઈન તત્વ ભોજનને જલ્દી પચાવવામાં મદદ કરે છે, જેના લીધે પેટ ખરાબ થવું જેવી ઘણી પેટ સાથે જોડાયેલી બીમારીઓ મટે છે.
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે: જે મહિલાઓ બાળકને સ્તનપાન કરાવે છે જેને આહારમાં રાગીનું સેવન કરવું જોઈએ. નાગલી લીલી હોય છે ત્યારે તેનો ઉપયોગ સેવનમાં કરવાથી સ્ત્રીઓમાં દૂધનું પ્રમાણ વધે છે. કારણ કે નાગલીમાં જરૂરી એમીનો એસિડ, લોહ તત્વ અને કેલ્શિયમ હોય છે જે બાળક અને મહિલા માટે જરૂરી હોય છે.
મગજના રોગો: નાગલીમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ અને એમીનો એસિડ શરીર અને મગજને સ્વસ્થ બનાવવમાં મદદ કરે છે, તેના નિયમિત સેવનથી ચિંતા, તણાવ અને ડીપ્રેશન દુર રહે છે. આ સિવાય તે માથાનો દુખાવો, આશા શીશી અને થાક અને ઊંઘ ન આવવાની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.
થાક માટે: નાગલીને આદિવાસીઓ અથવા ગરીબ એ નીચલા વર્ગના લોકો જ ખાય છે, આ ઉપયોગ માટે તેઓ રોટલા કે ભાખરી બનાવીને ખાય છે. નાગલી પોષ્ટિક હોવાને લીધે કોઈ આડઅસર પણ કરતી નથી. આવા શ્રમ જીવી લોકો તેનું સેવન કરે છે જેથી તેઓને થાક પણ લાગતો નથી.
આમ, આ નાગલી અનેક રોગો માટે ખુબ જ ઉપયોગી થાય છે. આ નાગલી કે રાગીના આટલા મહત્વના ગુણો હોવાને લીધે તમે તેનો ઉપયોગ કરી શકો માટે અમે અહિયાં તેના વિશેની માહિતી તમારા માટે રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત રહી શકો.
Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારા એક શેર કરવાથી ઘણા લોકોનું જીવન સુધારી શકાશે.