અત્યારે ચાલી રહેલી આ શિયાળાની ઠંડી ઋતુમાં અમારે તમને એક જ્યુસ વિશે વાત કરવી છે તેમજ આ જ્યુસ બનાવવાની તમામ પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતી આપવી છે તેનું કઈ રીતે સેવન કરવું ? તે જ્યુસ પીવાથી થતા અઢળક ફાયદાઓ વિશે પણ તમને સરસ માહિતી આપવી છે. આપણે બધાએ ઘઉંનું નામ તો સાંભળ્યું જ હશે અને ઘઉંના લોટની રોટલી પણ ખાધી હશે તેમજ ઘઉંમાંથી બનતી ઘણીબધી વાનગીઓ ખાધી હશે, પરંતુ આજે તમને ઘઉંના જુવારાનું જ્યુસ કઈ રીતે બનાવવું ? આ ઘઉંના જુવારાનું જ્યુસ પીવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે? તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી છે.
તમને ઘઉના જુવારા કઈ રીતે ઉગાડવા ? તેની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી આપી દઈશું તેમજ જયારે તમે ઘઉંના જુવારા ઉગાડો છો ત્યારે એક એવી વસ્તુ તેમાં મિક્સ કરી દેશો તો જુવારાનો સારો એવો ગ્રોથ થાય છે તેના વિશે પણ સારી એવી માહિતી પ્રદાન કરીશું. તો ચાલો આપણે ઘઉંના જુવારાને કઈ રીતે ઉગાડવા તેના વિશે માહિતી મેળવી લઈએ. જો તમે કોઈ સીટી કે મોટા શહેરમાં રહો છો તો ત્યાં પણ તમે કઈ રીતે ઘરે જ જુવારા ઉગાડીને તેનો ઉપયોગ કરી શકો તેના વિશે વિગતવાર સમજ આપી દઈએ.
આપણા ઘરે, સીટી કે શહેરમાં રહેતા હોઈએ તો સ્વભાવિક છે કે ત્યાં જગ્યાનો અભાવ હોય છે ગામડામાં જેટલી જગ્યા મળે છે તેટલી જગ્યા ત્યાં મળતી નથી તેથી ત્યાં જુવારા ઉગાડવા માટે તમે બાલ્કનીનો, અગાશીનો અથવા તો તમારા રૂમની બારીએ જે થોડી જગ્યા વધેલી હોય છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
ઘઉંના જુવારા ઉગાડતા પહેલા લાવવી પડતી સામગ્રી: જો તમે ઘરે કે શહેરમાં ઘઉંના જુવારા ઉગાડવા માંગતા હોવ તો તમારે યોગ્ય જગ્યા પ્રમાણે ઘઉં, કોઇપણ સારી એવી માટી(રાફડાની ધૂળ) (રાફડાની ધૂળ એટલે કે ગામડાંમાં તમને રાફડાની માટી અને શાણીયું ખાતર મળી રહેશે પરંતુ શહેરમાં કોઇપણ માટીનો ઉપયોગ કરી શકો છો). શાણીયુ ખાતર અને પાણી, તેમજ ઉગાડવા માટે જરૂરી પાત્રો જેમ કે પ્લાસ્ટીકના નાના મોટા તમને જે અનુકુળ હોય તેવી સાઈઝના અલગ અલગ ડબલાઓ, તથા તમે બાઉલ,પ્લેટ કે ડીશનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે ઘરે તુલસીમાતા નું કુંડુ હોય તો તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. શહેરમાં તમને શાણીયુ ખાતર અને રાફડાની માટી ન મળે તો બાગાયતી કોઇપણ સારું એવું ફળદ્રુપ ખાતર અને માટીનો તમે ઉપયોગ કરી શકો છો.
કઈ રીતે જુવારા ઉગાડવા: તમારે સૌથી પહેલા તમે લીધેલા પાત્રોમાં માટી નાખવી ત્યારબાદ તેનું યોગ્ય પાત્ર પ્રમાણે લેવલ કરી લેવું અને તેમાં ઘઉંના દાણા નાખવા, ઘઉંના દાણા નાખ્યા પછી તેની ઉપર ફરી વખત થોડી માટી નાખવી અને પછી તેની ઉપર શાણીયું ખાતર આછું આછું નાખવાથી ફાયદો થાય છે. હવે તમે યોગ્ય માત્રામાં પલળી જાય તેટલુ પાણી નાખો પરંતુ પાણી નાખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે ઘઉંના દાણા બહાર નીકળી ન જાય એ રીતે શાવરની મદદથી ધીમે ધીમે પાણી નાખવું.
તેમજ જુવારાને તમારે દરરોજ થોડું થોડું પાણી પાતું રહેવું એક અઠવાડિયું થઇ જાય એટલે તમે જુવારાને કાપી લઈને કાતર કે બીજી કોઈ વસ્તુની મદદથી કાપી લ્યો અને તેને બરાબર સાફ કરી નાખો. હવે ઘઉંના જુવારાને સાફ કરીને તેને મિક્સરમાં નાખી દ્યો તેમજ તેમાં એક કપ જેટલું પાણી નાખો અને મિક્સરને શરુ કરી દ્યો થોડી વાર પછી તમે જેવું મિક્સર ખોલશો એટલે તમારું જુવારા નું જ્યુસ તૈયાર થઇ જશે.
હવે તમે એક ગળણીની મદદથી એક ગ્લાસમાં આ બનાવેલું જ્યુસ ગાળી લો. આ જ્યુસનું તમારે દરરોજ સવારે એક ગ્લાસ જેટલું સેવન કરવું શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ્યુસનું સેવન કોઇપણ ઉંમરે લોકો કરી શકે છે તેની કોઈ સાઈડ નથી.
ઘઉના જુવારાનું જ્યુસ પીવાથી થતા ફાયદાઓ: ઘઉંના જુવારામાં આયોડીન, સેલેનીયમ, ક્લોરોફીલ, જીંક, લોહ અને બીજા પણ ઘણાબધા પોષકતત્વો અને વિટામિન્સ મળી રહે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે.
કેન્સર માટે રામબાણ ઈલાજ છે : ઘઉંના જુવારાના જ્યુસમાં એન્ટી ઓક્સીડેન્ટ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. ઘઉંના જુવારા માટે એવું કહેવામાં આવે છે કે કેન્સરની કોશિકાઓને દુર કરવાનું કામ કરે છે અને કેન્સર સામે લડીને રક્ષણ આપવાનું કામ કરે છે.
વધુ પડતું કોલેસ્ટ્રોલ ઘટાડે છે : તમે જાણો જ છો કે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું હોવું તે ખુબજ જરૂરી છે પરંતુ એવા પણ કોલેસ્ટ્રોલની જરૂર નથી કે તે આપણા લોહીના પ્રવાહને રોકે, લોહીને જાડું કરે જેનાથી બને છે એવું કે તે હદયને લગતી બીમારી લાવવાનું કામ કરે છે માટે ઘઉંના જુવારાનું નિયમિત જ્યુસ પીવાથી નકામાં કોલેસ્ટ્રોલને દુર કરે છે.
સોજો ઉતારે છે : શરીરમાં કોઇપણ પ્રકારની ઈજા કે સંક્રમણથી રક્ષણ મેળવવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ દ્વારા સોજો, હદય રોગો માટે ઘઉંના જુવારા અને તેમાં ઘટક આવેલા હોવાથી સોજાને ઓછુ કરવાનું કામ કરે છે. જે લોકોને આંતરડામાં સોજો થયેલો હોય છે તે લોકો આ ઘઉંના જુવારાના જ્યુસનું સેવન કરશે તો તેમને ખુબજ ફાયદો થાય છે.
ડાયાબીટીશ માટે ફાયદો કરે છે : જો આપણા શરીરમાં બધું લાંબા સમયથી વધુ પડતા બ્લડશુગરની તફલીફ હોય તો તે આપણા શરીરને નુકશાન પહોચાડે છે માટે ડાયાબીટીશ ધરાવતી વ્યક્તિએ દરરોજ સવારે એક ગ્લાસ ઘઉંના જુવારાનું જ્યુસ પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
યુવાની જાળવી રાખે છે : ઘઉંના જુવારાના જ્યુસમાં એમીનો એસીડ વધુ માત્રામાં હોવાથી શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી કરે છે. તેમજ એન્ઝાઈમને લીધે યુવાની પણ જળવાયેલી રહે છે અને અકાળે વૃદ્ધત્વ અટકે છે.
બ્લડપ્રેશર ઘટાડે છે : જો તમે બ્લડપ્રેશરની સમસ્યા થી સતત પીડાઈ રહ્યા છો તો આ ઘઉંના જુવારાનો જ્યુસ કરીને તેનું સેવન કરવાથી આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. આ જ્યુસ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે કારણ કે ઘઉંના જુવારામાં ક્લોરોફીલ મોલીક્યુલ નામનું તત્વ તેમાં રહેલું જે શરીરમાં હિમોગ્લોબીન જેવું જ કામ કરે છે તથા તે બ્લડ સેલ્સને પણ વધારવાનું કામ કરે છે.
એસીડીટીમાં રાહત આપે છે : ઘઉંના જુવારા એક પ્રકારે ક્ષાર વાળા હોય છે જે પેટમાં થયેલી એસીડીટીનો નાશ કરીને તમારી પરેશાનીઓને ઠીક કરી દે છે. તમને એસીડીટીને કારણે પેટમાં બળતરા થતી હોય તો તેને ઠીક કરવાનું કામ પણ આ ઘઉંના જુવારાનું જ્યુસ કરીને પાવાથી થાય છે.
સ્કીન માટે ફાયદો કરે છે : જુવારાના રસમાં વિટામીન K, વિટામીન E અને પ્રોટીન સારા એવા પ્રમાણમાં મળી રહે છે માટે તમે તેનું દરરોજ એક ગ્લાસ સેવન કરશો તો તમારી સ્કીનમાં ગ્લો આવે છે તમે જુવારાના જ્યુસમાં થોડું મધ નાખીને તેનું સેવન કરશો તો ચહેરાની ચમક લાવે છે.
લીવરને ફાયદો કરે છે : ઘઉંના જુવારાના જ્યુસમાં ક્લોરોફીલ નામનું તત્વ હોવાથી તે જ્યુસ આપણા શરીરની નસે નસમાં જાય છે અને તેમાંથી જે નકામો કચરો હોય છે તેને દુર કરવાનું કામ કરે છે આ ઘઉંના જુવારાનું જ્યુસ લીવરને સુરક્ષિત રાખે છે.
ઉલટી-ઉબકામાં રાહત આપે છે : ઘઉંના જુવારાના સેવનથી શરીરને સ્વચ્છ રાખે છે અને ઝેરીલા પદાર્થોથી દુર રાખે છે. જો તમે નિયમિત ઘઉંના જુવારાનું જ્યુસ કરીને તેનું સેવન કરશો તો બધો જ કફ મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે તેમજ જો તમને કફ અને શરદી વખતે જે ઉબકા થાય છે તો તે પણ થઇ જશે એકદમ ઠીક.
સંધિવા માટે ફાયદો કરે છે : ઘઉંના જુવારામાં સંધિવાને લીધે જો તમને નાની મોટી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા આ જ્યુસનો ઉપયોગ થાય છે. જો તમને સાધાને લગતો દુખાવો થતો હોય તો પણ આ જ્યુસનું સેવન કરવાથી ફાયદો લાભ થાય છે અને સાંધા મજબુત બને છે.
સાઈનસના રોગ : જો તમે ઘઉના જુવારાના જ્યુસનું સેવન કરશો તો તે સાઈનસના ઈલાજ માટે સારો એવો ફાયદો કરે છે કારણ કે સાઈનસ તે રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે તેમજ આવેલો સોજો પણ ઓછો કરવાનું કામ કરે છે. ઘણા લોકો એવા હોય છે કે જે સાઈનસના ઈલાજ માટે ઘઉંના જુવારાનો રસ નાકમાં નાખે છે કારણ કે તે તોક્સીન્સને ખેંચીને સાઈનસને સાફ કરી શકે છે. તમે જુવારાનું જ્યુસ પણ પીઈ શકો છો.
તમે આ ઘઉંના જુવારાનું જ્યુસ પીઈ લીધા પછી જો તમને ઉલટી જેવું લાગે, માથામાં દુખાવો થાય, ઝાડા થઇ જાય તો તમારે આ જ્યુસનું સેવન કરવું જોઈએ નહી અને જો સેવન કરવું હોઈ તો ડોકટરની યોગ્ય સલાહ લઈને જ પીવું.
આમ, અમે તમને ઘઉંના જુવારાને કઈ રીતે ઉગાડવા ? કઈ રીતે તેનું સેવન કરવું ? તેમજ તેનાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.