આ ચાલી રહેલી શિયાળાની ઠંડીની ઋતુમાં ખુબજ સારા અને વધુ પ્રમાણમાં શાકભાજી મળી રહેતા હોય છે અને એવામાં પણ ફુલાવર શાકભાજી પણ સારા એવા પ્રમાણમાં લોકોને મળી રહે છે. આજે તમને જણાવવાનું છે કે જો તમે આમાંથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ફુલાવર નામના શાકભાજીનું સેવન કરવું નુકશાન કારક સાબિત થાય છે.
ટુકમાં તમને જો આમાંથી કોઇપણ બીમારી હોય તો ફુલાવરનું સેવન કરવું શરીર માટે હાનીકારક છે. તમે જાણો જ છો કે જેવો શિયાળો આવે એટલે લીલા શાકભાજીની બહુ લાંબી લાંબી લાઈનો હોય છે. આ ઋતુમાં મળતી શાકભાજી મોટા ભાગે સ્વાસ્થ્ય માટે ફાયદો કરતી હોય છે. ફુલાવર એક એવી શાકભાજી છે કે જેનો લોકો બહુ વધુ ઉપયોગ કરે છે.
ફુલાવર માંથી મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો કેરોટીનોઈદ્સ, ફ્લેવોનોઈદ્સ, એસ્ક્રોર્બીન એસીડ, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન-સી અને જરૂરી એવા મિનરલ્સ તેમાં જોવા મળે છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફુલાવર ફાઈબરથી ભરપુર હોય છે તથા તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો જોવા મળે છે માટે તેનું સેવન કરવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે.
આ શાકભાજી વજન નિયંત્રણમાં રાખે છે તથા શરીરને એનર્જીથી ભરપુર રાખવાનું કામ કરે છે, જો તમે ફુલાવરનું સેવન કરશો તો મગજની કાર્યક્ષમતા વધે છે તેમજ ફુલાવરમાંથી હાઈપોકોલેસ્ટેરોલીક સંયોજન તેમાં સારા એવા પ્રમાણમાં હોય છે જે વધુ પડતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
અમુક રોગો એવા હોય છે જો તમે તેનાથી પીડાઈ રહ્યા છો તો તે સમયે ફુલાવરનું સેવન કરવું તમારા માટે ઝેર સમાન છે આ લોકો જો ફુલાવરનું સેવન કરશે તો તેમની સમસ્યા ઘટવાને બદલે વધી શકે છે.
યુરિક એસીડના દર્દીઓ ફુલાવર ખાવાનું ટાળો : જે લોકોને યુરિક એસીડનું પ્રમાણ વધારે હોય તેમણે ફુલાવરનું સેવન ક્યારેય પણ કરવું જોઈએ નહિ, કારણ કે ફુલાવરમાં પ્યુરીનનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં યુરિક એસીડનું સ્તર વધારી શકે છે તથા તેનું સેવન કરવાથી ગાઉટની સમસ્યા વધી શકે છે.
કીડનીમાં પથરીની સમસ્યા : જે લોકોને એલર્જીની સમસ્યા હોય તે લોકોએ ફુલાવરનું સેવન કરવાનું સાવ ટાળવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જેમને ફુલાવરનું સેવન કર્યા પછી એલર્જીની સમસ્યા થતી હોય છે માટે તે લોકોએ ફુલાવરનું સેવન કરવું જોઈએ નહિ.
ગેસની સમસ્યા : જે લોકો ગેસની સમસ્યા ધરાવે છે તેમને ફુલાવરનું સેવન કરવું નુકશાન કરે છે કારણ કે તેમને ફુલાવર ખાવું સુપાસ્ય નથી તથા ફુલાવરની તાસીર ઠંડી હોય છે તેથી તે વાયુકારક છે માટે તે પચવામાં ભારે પડે છે જે લોકો મેદસ્વીપણું ધરાવે છે તે લોકો તેમને સમસ્યા ઘટાડવાની જગ્યાએ વધારે છે.
કબજિયાત વધારે છે : જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તે લોકોએ ફુલાવરનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે ફુલાવરની તાસીર ઠંડી હોવાથી તે કબજિયાતની સમસ્યામાં વધારો કરે છે.
આમ, તમે જો આટલી સમસ્યા ધરાવો છો તો ફુલાવર ખાવાનું ટાળી દેવું ખુબજ જરૂરી છે. તેમજ ફુલાવરમાં જોવા મળતા જરૂરી ઘટકો અને વિટામિન્સ વિશે જરૂરી એવી માહિતી આપી.