મિત્રો અમે તમને આ લેખના માધ્યમથી એવા સરસ મજાના ઘરેલું નુસ્કાઓ બતાવીને જો તમારા શરીરમાં લોહી જામી જવાથી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી નસો બ્લોક થઇ જવાની શક્યતાઓ રહેલી હોય છે તેમજ તમારું લોહી વધુ પડતું જાડું થઇ ગયું હોય તો પણ લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે.
તમે દરરોજ આ એક વસ્તુને ઘીમાં શેકીને ખાવાથી સારો એવો ફાયદો થાય છે તેમજ આ ઉપાય તમે અજમાવશો એટલે તે લોહીને પણ એકદમ પાતળું કરે છે. તેમજ બ્લોકેજ થયેલી નસોને ખોલી દે છે તો ચાલો તેવા કેટલાક ઘરેલું નુસ્કાઓ જોઈ લઈએ.
તમે બધા જાણો જ છો કે આપણા શરીરમાં લોહીનું ખુબજ મહત્વ રહેલું છે આપણા શરીરમાં લોહી હોવાની સાથે સાથે તે કઈ સ્થિતિમાં છે ? તે પણ ખુબજ જરૂરી છે જો હાજર લોહી યોગ્ય સ્થિતિમાં ન હોય તો તે અનેક સમસ્યા પહોચાડે છે જેમ કે ઘણી વખત બને છે એવું કે લોહી ખુબજ જાડું થઇ જતું હોય છે વધુ પડતું જાડું લોહી પણ ઘણી વખત સમસ્યામાં મૂકી દે છે.
એવા ઘણાબધા કુદરતી ઉપાયો હોય છે કે જેની મદદથી તમે તમારા લોહીને પાતળું કરી શકો છો તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ.
શેકેલું લસણ : જો તમે તમારું જાડું લોહી અથવા તો ગંઠાઈ ગયેલા લોહીને પાતળું કરવા માંગતા હોવ તો આ ઉપાય જરૂર થી અજમાવશો એટલે ખુબજ રાહત થાય છે તેના માટે તમારે થોડી લસણને કળીઓ સાફ કરી નાખવી ત્યારબાદ એક નાની વાટકી લઇ તેમાં 2 ચમસી ઘી નાખીને ગરમ કરવા માટે મૂકી દેવું તે ગરમ થઇ જાય એટલે તેમાં લસણની કળીઓ નાખી દેવી પછી તેને હલાવતા રહો લસણ કળી જેવી બરોબર શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવી અને થોડી ઠંડી થઇ જાય ત્યારબાદ તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.
આ પ્રયોગ તમારે એક અઠવાડિયા સુધી દરરોજ દિવસમાં એક વખત કરવાથી ગમે તેવી બ્લોક થઇ ગયેલી નસો ખુલી જાય તેમજ જો તમારું લોહી જાડું થઇ ગયું હશે તો તેને પણ પાતળું કરે છે.
હળદર : હળદર ખુબજ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે હળદરના આ ઔષધીય ગુણો આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કદાસ તમને ખ્યાલ નહિ હોય કે હળદરમાં એક ખુબજ મહત્વનું ક્યુમીન નામનું તત્વ રહેલું હોય છે જે પોતે પ્લેટલેટ્સ ઉપર કામ કરીને અમુક વખત લોહીમાં ગાંઠો જામી જતી હોય છે તો તેને ઠીક કરવાનું કામ કરે છે એટલા માટે જ લોહીની ગાંઠો ઓગળવા માટે હળદર ખુબજ ઉપયોગી થાય છે.
લાલ મરચું : લાલ મરચું ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે તેમજ તેમાં લોહીને પાતળું કરવા માટે સેલીસીલેટની વધુ માત્રા ધરાવે છે તમે લાલ મરચુંને ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો તે આપણા શરીરમાં રહેલા લોહીને પાતળું કરવાની સાથે સાથે લોહીના પરિભ્રમણને પણ નિયંત્રિત રાખવાનું કામ કરે છે.
માછલી અને તેનું તેલ : માછલીમાં ઓમેગા – ૩ ફેટી એસીડ હોય છે તથા તેમાં હાજર EPA અને DHA જોવા મળે છે તમે માછલીના તેલને કેપ્સ્યુલના રૂપમાં પણ ખાઈ શકો છો તેથી માછલીનું તેલ પણ શરીરમાં રહેલા લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.
આદું : આદુમાં સેલીસીલેટ નામનું તત્વ રહેલુ હોય છે આ તત્વ ઘણા છોડમાં પણ જોવા મળે છે એસીટીલ સેલીસીલીક એસીડ સેલીસીલેટમાંથી મેળવવામાં આવે છે જે એસ્પીરીન તરીકે પણ ઓળખાઈ છે. તે શરીરમાં વધુ પડતા સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. જો તમને એવોકાડો, બેરી, ચેરી જેવા કેટલાક ખોરાકમાં સેલીસીલેટ રહેલું હોવાથી તે વધુ પડતા જાડા લોહીને પાતળું કરવાનું કામ કરે છે, આદું શરીરમાં થતી બળતરાને ઓછી કરે છે અને સ્નાયુઓને મજબુત અને આરામ આપવાનું કામ કરે છે. માટે લોહીને પાતળું કરવા આદુંનો ઉપયોગ કરવામાં આવે છે.
આમ, અમે તમને ઘરગથ્થું ઉપાયો બતાવીને લોહીને કઈ રીતે પાતળું કરી શકાય ? તેવા કેટલાક ઘરેલું ઉપાયો વિશે વિસ્તારથી માહિતી આપી.