આ ચાલી રહેલી શિયાળાની ઠંડીની ઋતુમાં બજારમાં સારા એવા ફળો મળી રહેતા હોય છે એમાં જામફળ એટલે કે આપડે બધા તેને જમરૂખના નામથી પણ ઓળખીએ છીએ તો મોટા ભાગના લોકોને જામફળ ખુબજ ગમતા હોય છે પરંતુ અમુક લોકો માટે જામફળનું સેવન કરવું શરીર માટે નુકશાન કરે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે કોણે કોણે જામફળનું સેવન કરવું જોઈએ નહિ ?
તમે જામફળ વિશે તો જાણો જ છો કે શિયાળાની ઠંડી ઋતુમાં આપણે તેનું સેવન કરીએ છીએ પરંતુ તમે તડકામાં બેસીને જામફળનું સેવન કરો તો તેનો આનંદ જ કંઇક અલગ હોય છે તથા જામફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.
હવે જામફળમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરી લઈએ : જામફળમાં વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબર સહીત એન્ટી ઓક્સીડેન્ટ તેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે તેના લીધે જામફળ પાચનતંત્રને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી થાય છે તેમજ વધુ વજન ધરાવતા લોકો પણ જો જામફળ ખાશે તો તેમને ફાયદો થાય છે.
પેટ ફૂલવાની સમસ્યા ધરાવતા લોકો : જે લોકોને વારંવાર પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેમને જામફળનું સેવન કરવું ફાયદાકારક છે અને જો તમારે જામફળ ખાવું જ હોય તો બહું ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ.
ખરેખર, જામફળમાં વિટામીન સી અને ફ્રુટકોઝ તેમાંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેથી તેને પચવામાં સમય લાગે છે આવી સ્થિતિમાં તમને પેટ ફૂલી જવાની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે એટલા માટે જામફળ ન ખાઈ તો વધુ સારું કહેવાય.
હાઈપોગ્લાઈસેમીયાની સમસ્યા : જો તમને હાઈપોગ્લાઈસેમીયાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તે લોકોએ જામફળ ખાવું જોઈએ નહિ અથવા તો તમે કોઇપણ પ્રકારની દવાઓ લેતા હોવ તો પણ જામફળનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જેમાં જે તે વ્યક્તિનું બ્લડશુગર લેવલ કુદરતી રીતે ઘટી જાય છે.
ઝાડાની સમસ્યા : જો તમને વારંવાર પેટને લગતી સમસ્યા થતી હોય તો એમાં પણ ખાસ કરીને તમને વારંવાર ઝાડા થઇ જતા હોય તો જામફળનું સેવન તમારા માટે નુકશાન કરે છે કારણ કે જામફળમાં વધુ માત્રામાં ફાઈબર રહેલુ હોય છે તે તમારી ઝાડાની સમસ્યાને ઓછી કરવાની જગ્યાએ વધારવાનું કામ કરે છે માટે જ એવું કહેવામાં આવે છે કે જે લોકોને વારંવાર ઝાડાની સમસ્યા રહેતી હોય તે લોકોએ જામફળનું સેવન કરવું જોઈએ નહિ.
કોઇપણ સર્જરી પહેલા જામફળ ખાવું જોઈએ નહિ : જો તમે જલદી કોઇપણ સર્જરી કરવા જઈ રહ્યા છો તો તમારે જામફળ ખાવાનું સાવ ટાળવું જોઈએ તેમજ તમારે સર્જરી કરતા પહેલા 8 થી 10 દિવસ જામફળનું સેવન કરવાનું સાવ બંધ કરી દેવું જોઈએ.
જામફળ તમારા બ્લડશુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે જેના કારણે રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી શકે છે તેમ છતાં પણ જો તમે જામફળનું સેવન કરવા માંગો છો તો એકવખત ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ.
તમે જયારે દાંતના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો તે સમયે પણ જામફળ ખાશો નહિ. કારણ કે જામફળ સામાન્ય રીતે વધુ કઠણ હોય છે આવી સ્થિતિમાં જો તમે જામફળનું સેવન કરશો તો દાંતની પીડા ઘટવાની બદલે વધે છે.
આમ, અમે કઈ કઈ બીમારીઓ ધરાવતા લોકોએ જામફળનું સેવન કરવું જોઈએ નહિ તેના વિશે વિગતવાર માહિતી આપી.