શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે માર્કેટમાં લીલા શાકભાજીની પણ ભરપુર આવક થતી જોવા મળે છે ઠેર ઠેર લીલા શાકભાજીની મોટી મોટી લાઈનો જોવા મળતી હોય છે એમાં તમને મૂળા પણ જોવા મળશે. મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે તેથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, જો તમે બ્લડશુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો મૂળાનું સેવન ફાયદાકારક રહે છે, શિયાળામાં મૂળાનું સેવન કરવાથી શરદી જેવી થતી મોસમી બીમારીથી બચી શકાય છે.
મૂળાનું સેવન કરવાથી ઘણા બધા રોગો સામે રાહત મેળવી શકાય છે પરંતુ આજે મારે તમને ક્યાં ક્યાં લોકોએ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ ? એટલે કે જો તમે આ બીમારી ધરાવતા હોવ તો મૂળા ખાતા પહેલા 100 વખત વિચાર કરી જોજો કે મૂળા ખાવા કે નહિ.
સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા મૂળાનું સેવન કરવાથી અનેક પ્રકારનું નુકશાન પણ થઇ શકે છે મૂળાના જેટલા ફાયદાઓ છે તેટલા જ તેનું સેવન કરવાથી ગેરફાયદાઓ પણ થાય છે.
શરદીમાં વધારો કરવાની શક્યતાઓ છે : આયુર્વેદના કહ્યા અનુસાર મૂળાની તાસીર ગરમ હોય છે પરંતુ જો મૂળાનું સેવન સાંજે કરો તો તેની અસર ઠંડી હોય છે એટલા માટે જે લોકોને શરદીની સમસ્યા હોય તો તેવા લોકોએ રાત્રે મૂળાનું સેવન કરવું નહિ.
મૂળાનું સેવન કરવાથી ડીહાઈડ્રેશનમાં વધારો થઇ શકે છે : મૂળાનુ સેવન કરવાથી ડીહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. મૂળામાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે જે પેશાબના ઉત્પાદનને ઉત્તેજિત કરવાનું કામ કરે છે માટે તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવું પડતું હોય છે પરિણામે શરીરમાં પાણીની ઉણપ ઉભી થતી હોય છે.
લો બ્લડ શુગરમાં મૂળો ખાવો ઝેર સમાન છે : મૂળાનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે તેથી વધુ પડતું જે લોકોને બ્લડશુગર હોય છે તેને મૂળાનું સેવન કરવું ફાયદાકારક છે પરંતુ જે લોકોને શુગરનું પ્રમાણ ઓછુ હોય તે લોકોએ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.
પિત્તાશયનું જોખમ વધી શકે છે : જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે ક્યારેય પણ મૂળાનું સેવન કરવું જોઈએ નહી કારણ કે તમે જો મૂળાનું સેવન કરશે તો સમસ્યા ઘટવાને બદલે વધી શકે છે.
રાત્રે મૂળા ખાવાથી થઇ શકે છે આ નુકશાન : શરીરમાં દુખાવો : જો તમે રાતના સમયે મૂળાનું સેવન કરતા હોવ તો ખાસ ધ્યાન રાખજો કે રાત્રે મૂળા ખાવાથી શરીરમાં દુખાવો થવાનું શરુ થઇ જાય છે. જો તમારા શરીરમાં પહેલેથી જ દુખાવો હોય તો તમારે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જો તમે રાતના સમયે મૂળાનું સેવન કરો છો તો લો બ્લડપ્રેશર થવાની શક્યતાઓ રહેલી હોય છે. જે લોકો ડાયાબીટીશની દવા લેતા હોય તેમને ડોકટરની સલાહ લઈને જ મૂળાનું સેવન કરવું જોઈએ.
અપચાની સમસ્યા થઇ શકે છે : રાત્રે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જો તમે રાત્રે મૂળાનું સેવન કરો છો તો તમારું પેટ ભારે ભારે લાગે છે તેમજ પેટ ફૂલવાની પણ સમસ્યા રહેલી છે આ સિવાય રાત્રે મૂળાનું જો તમે સેવન કરો છો તો તમને છાતીમાં બળતરા પણ થઇ શકે છે.
પેટમાં દુખાવો થવો : મૂળાનું સેવન તમારે ભૂખ્યા પેટે ન કરવું જોઈએ કારણ કે તેમાં આયર્ન ની માત્રા બહુ વધારે હોય છે વધુ પડતું આયર્નનું સેવન કરવાથી પેટમાં દુખાવો, કબજીયાત, ગેસ જેવી અનેક સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત તમને ઢીંચણ, કમર, ખભા, હાથ કે પગમાં દુખાવો થવાની શક્યતાઓ રહેલી હોય છે માટે જ ભૂખ્યા પેટે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ. ભૂખ્યા પેટે મૂળો ખાવાથી તે વાયુની પણ સમસ્યામાં વધારો કરી શકે છે.
હાડકાંમાં દુખાવો કરે છે : જો તમે રાત્રે મૂળાનું સેવન કરશો તો તમારા હાડકામાં દુખાવો થાય છે જે લોકોને હાડકાને લગતી સમસ્યા થતી હોય તો તેમણે રાત્રે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.
આ વસ્તુઓ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ: કાકડી : લોકો બપોરે કાકડી અને મૂળાનું સેવન કરતા હોય છે જો કે કાકડી અને મૂળા એકસાથે ક્યારેય ખાવા જોઈએ નહી કારણ કે કાકડીમાં એસ્કોર્બેટ હોય છે જે વિટામીન સીને શોષવાનું કામ કરે છે. માટે આ બંને એકસાથે ખાવું જોઈએ નહિ.
દૂધ : જો તમે મૂળા અને દૂધનું સેવન કરવા માંગતા હોવ તો તે બંનેનું સાથે સેવન કરવું જોઈએ નહિ કારણ કે તે બંનેનું સાથે સેવન કરવાથી પાચનતંત્ર માટે નુકશાન કરે છે અથવા તો પાચનતંત્રને બગાડી શકે છે. તેમજ મૂળો ખાધા પછી તરત દૂધ પીવું જોઈએ નહિ, કારણ કે દૂધ પીવાથી હાર્ટબર્ન, એસિડ રીફ્લક્સ તેમજ પેટમાં દુખાવો થવાની શક્યતાઓ તેમાં રહેલી છે તેથી બંને વચ્ચે થોડું અંતર રહેવું જોઈએ.
સંતરા : જો તમે એક પછી એક સંતરા અને મૂળાનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય બગડી શકે છે એવું કહેવામાં આવે છે કે મૂળા અને નારંગીનું સેવન કરવું એ ઝેર સમાન છે. તેથી આ બંનેનું એકસાથે સેવન કરવું જોઈએ નહિ.
કારેલા : જો તમે કોઇપણ રીતે મૂળા સાથે કારેલાનું સેવન કરી રહ્યા છો તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારેલા સ્વાસ્થ્યને માટે જોખમી હોય શકે છે ખરેખર તો આ બંનેમાં રહેલા પ્રાકૃતિક તત્વો એકબીજા વચ્ચે પ્રક્રિયા કરીને તમારા આરોગ્ય ઉપર વિપરીત અસર કરે છે માટે કારેલાનું સેવન કરવાથી તમને શ્વાસ અને હદય સબંધિત સમસ્યાઓ થવાનું જોખમ રહેલું હોય છે.
આમ, અમે તમને આ લેખમાં મૂળા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ ? તેમજ મૂળા ખાવાથી ક્યાં ક્યાં રોગો થવાની શકયતાઓ રહે છે ? તેના વિશે પણ જરૂરી માહિતી આપી.