જયારે ઠંડીની સીઝન ચાલી રહી હોય તે સમયગાળા દરમિયાન તમે જો આ વસ્તુનું સેવન કરશો તો તેનાથી શરીરમાં જેટલો કચરો હશે એટલો બધો જ નીકળી જશે બહાર માટે કઈ કઈ લીલી વસ્તુનું સેવન કરવું ? તેના વિશે ખુબજ મહત્વની માહિતી આપવાની છે.
આપણે બધા જાણીએ છીએ કે 99 ટકા જેટલી વનસ્પતિ આપણે જોઈ હશે તે બધી જ વનસ્પતિના પાંદડાનો રંગ લીલો જ હોય છે. તથા આપણે બધા વિજ્ઞાનમાં ભણ્યા પણ હોઈએ છીએ કે બધી જ વનસ્પતિના પાનનો રંગ લીલો કેમ હોય છે ? તો તમે તરત તેનો જવાબ આપશો કે હરિતદ્રવ્યને લીધે વનસ્પતિના પાંદડાનો રંગ લીલો હોય છે.
આ લીલાં પાંદડામાં મળતાં હરિતદ્રવ્યને અંગ્રેજીમાં ક્લોરોફીલ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લોરોફીલ એ એક સારામાં સારી દવા છે તે સૂર્યપ્રકાશ પડવાથી બને છે તથા સૂર્યપ્રકાશમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે તેમાં 4 મુખ્ય ઘટકો ભાગ ભજવે છે જેમાં 1) કાર્બન, 2) ઓક્સિજન ૩) નાઈટ્રોજન અને 4) મેગ્નેશિયમ મળી આવે છે. જો તેનો રસ કાઢવામાં આવે છે તો તે લીલા રંગનો રસ નીકળે છે.

અત્યારે બજારમાં અને ઓનલાઈન પણ ક્લોરોફીલની દવા અને બોટલ મળી રહે છે પરંતુ તે બહુ મોંઘા હોય છે. કાર્બન, ઓક્સિજન, નાઈટ્રોજન અને મેગ્નેશિયમ આ 4 તત્વો ક્લોરોફીલમાં રહેલા હોય છે તે પૈકી તે કઈ કઈ રીતે કામ કરે છે ? તેના વિશે તમને માહિતી આપી દઈએ.
અત્યારે ચાલી રહેલી શિયાળાની ઋતુમાં આપણા સૌના ઘરે શાકમાં ભાજીમાં પાલકની ભાજી, મેથીની ભાજી, તાંજળજાની ભાજી, મૂળાની ભાજી, ચણાની ભાજી, સુવાની ભાજી, કોબીની ભાજી, ડુંગળીના લીલા પાંદડાની ભાજી વગેરે પ્રકારની અલગ અલગ ભાજી આપણે બધા ખાતા હોઈએ છીએ. તમને બધાંને ખબર જ છે કે શિયાળો એટલે ભાજીઓની સીઝન તેમજ ઉનાળામાં કે ચોમાસામાં ભાજી મળતી નથી.
જો તમને કદાસ ચોમાસાની ઋતુમાં ભાજી મળે તો તેનું સેવન તમારે ક્યારેય પણ કરવું જોઈએ નહિ તેવું આયુર્વેદ પણ કહે છે કારણ કે તેના પાંદડા ઉપર જીવાત હોય છે. કદાસ કુદરતે આ શિયાળાની ઋતુઓમાં ભાજીનું સર્જન એટલા માટે કર્યું હશે કે આ સીઝનમાં ભરપુર માત્રામાં ક્લોરોફીલ મારા અને તમારા પેટમાં જાય. ક્લોરોફીલ શરીરને ડીટોકસીક કરવાનું કામ કરે છે.
ડીટોકસીક એટલે કે આખા વર્ષ દરમિયાન આપણા શરીરની અંદર જે ઝેર ભેગું થાય છે તેને પેશાબ વાટે તેમજ મળ વાટે બહાર કાઢવાનું કામ કરે છે. તમે જુઓ જ છો કે અત્યારે મોટા ભાગના લોકો બહાર મળતા પંજાબી, ચાઇનીઝ, પિઝ્ઝા, બર્ગર, પાણીપૂરી, પાઉભાજી વગેરે વસ્તુઓ ખુબજ ખાતા હોય છે તથા મેંદાની બનાવટ વાળી વસ્તુઓ પણ તે લોકો વધુ પ્રમાણમાં ખાતા હોય છે તેમજ મેંદાને વ્હાઈટ પોઈઝન પણ કહેવામાં આવે છે એટલા માટે મેદો ખાવો જોઈએ નહિ. આ મેંદો ખાવાથી આપણા શરીરમાં એકપ્રકારનું ઝેર જેને આયુર્વેદ કાચો આમ કહે છે જે પચ્યા વગરનો ખોરાક હોય છે.
આપણા શરીરમાં જમા થતા કાચા આમને રોગનું મૂળ કારણ કહેવામાં આવે છે એટલા માટે જ 80 થી 85 ટકા લોકો અત્યારે હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. શરીરમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ હોય છે, તથા ચરબીના ગઠ્ઠા ફરતા હોય છે, તે હાર્ટમાં આડા થઇ જાય પછી હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે. ઘણા લોકોને ઝાડા થઇ જવાની સમસ્યા થઇ જતી હોય છે.
એટલા માટે જ કુદરતે મારા અને તમારા શરીરને સર્વિસ કરવા માટે શિયાળામાં આ તમામ ભાજીઓનું સર્જન કર્યું છે એટલા માટે પેટ ભરીને બંને ટાઈમ ભાજી ખાવી જોઈએ. આ ભાજીઓમાં ક્લોરોફીલ સારા એવા પ્રમાણમાં મળી રહે છે તમે તેનો શાકના સ્વરૂપમાં અથવા તો રસ કાઢીને પણ ખાઈ શકો છો. આ બનાવેલા રસમાં થોડું તમે સિંધવ મીઠું નાખો, થોડો મરીનો પાઉડર નાખીને પણ તેનું સેવન કરી શકો છો.
આ ભાજીના જ્યુસનું સેવન કરવાથી આપણું જે લોહી છે તે ચોખ્ખું કાચ જેવું થઇ જશે તેમનો બધો જ કચરો બહાર નીકળી જશે તેમજ તે લોહીને ડીટોક્સિક કરી દે છે તેમજ ઓક્સિજન જે છે તે દહનની પ્રક્રિયા કરે છે એટલે કે આપણા શરીરમાં જે કાચો આમ છે તેને બાળવાનું કામ કરે છે. આપણા શરીરમાં લોહીને છેલ્લા સેલ સુધી લઇ જવાનું કામ RBC કરે છે તેમજ આપણા શરીરમાં રક્તકણો વધારવાનું કામ કરે છે.
આપણા શરીરમાં જેટલા રક્તકણો વધે એટલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેથી બીમાર પડતા નથી તેમજ આપણા શરીરનો બધો જ નકામો કચરો બહાર નીકળી જાય છે. તેથી જ લોહી વિશે કહેવામાં આવ્યું છે કે રક્ત એવં પ્રાણ લોહી એજ આપણા શરીરનો પ્રાણ છે. આપણું જેટલું લોહી તંદુરસ્ત અને સારું એટલુ આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.
આ લીલાં પાંદડાવાળી ભાજીઓ ખાવાથી થતા મહત્વના ફાયદાઓ : વજન ઓછુ કરે છે : જો તમે વધુ પડતું વજન ધરાવો છો તો સવાર- સાંજ આ ભાજીઓનું જ્યુસ કરીને તેનું સેવન કરવું અથવા તો તેનો શાક તરીકે ઉપયોગ કરી શકો છો. આ શિયાળાના 4 મહિના જો તમે પેટ ભરીને ભાજી ખાશો તો તમારું વજન ખુબજ ઉતરવા લાગશે તેનું મુખ્ય શું કારણ છે ? તો ચાલો જાણી લઈએ આ ભાજીઓમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે આ ફાઈબર પેટમાં ડાઈજેષ્ટ થતો નથી પરિણામે આપણું પેટ ભરેલું રહે છે તેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેથી આપણે ઓવર ઇટીંગના શિકાર બનતા નથી તેથી આપણું વજન વધતું નથી.
એટલા માટે જ કહેવાયું છે કે લીલાં પાંદડાવાળા શાકભાજીમાં સૌથી વધારે ફાઈબર રહેલું હોય છે એટલા માટે ભાજીઓ તમારે પેટ ભરીને ખાવાની.
સ્કીન માટે ફાયદો કરે છે આ ભાજીઓ સ્કીનને હિલ કરવાનું કામ કરે છે એટલે કે સ્કીનની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે, જો તમને સ્કીનને લગતી સમસ્યા થતી હોય જેવી કે સ્કીન ઉપર ખીલ થઈ જવા, ચામડી કાળી થઇ જવી, ચહેરા ઉપર ડાઘ પડી જવા, વગેરે સ્કીનને લગતી કોઇપણ પ્રકારની જો તમને સમસ્યા હોય તો તેને ઠીક કરવા માટે આ લીલા પાંદડા વાળી ભાજીનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા શિયાળામાં ભરપુર લીલાં પાંદડા વાળી ભાજી ખાવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે તમને અમુક અજાણ માહિતીથી વાકેફ કર્યા.