શરીરના સ્વસ્થ્ય માટે દૂધ ખુબ જ ઉપયોગી છે. આ દૂધ શરીરમાં ઘણા પ્રકારે ફાયદો કરે છે, જેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. જે માં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે. દૂધની અંદર કેલ્શિયમ, આયર્ન, વિટામીન બી 12, ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન એ, મેગ્નેશિયમ, વિટામીન ડી વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી રોગો સામે રક્ષણ મળે છે.
પરંતુ આ દૂધ સાથે અમુક ખોરાક ભેળવીને સેવન કરવામાં આવે તો એક ઉત્તમ દવા બને છે. જે શરીરમાં મોંઘીઘાટ દવાઓથી પણ ફાયદો નથી થતો તેવો ફાયદો થાય છે. જે માટે અમે જે દૂધ સાથે ભેળવવાની વસ્તુ બતાવી રહ્યા છીએ તે છે ખજુર. આ ખજુરની અંદર આયર્ન, પોટેશિયમ, સેલેનીયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી કોમ્પ્લેક્ષ, પાચન માટે ફાઈબર તેમજ પ્રોટીન હોય છે. માટે દૂધ અને ખજૂરને સાથે ભેળવવામાં આવે ત્યારે તે ખુબ જ ફાયદો કરે છે. જેના ગુણમાં વધારો થાય છે.
આ માટે નિયમિત ખજુર દૂધ બનાવીને પીવું જોઈએ. આ માટે રાત્રે દૂધ અને ખજુર પીવા જોઈએ. એમાં બ ખજુર સાથે એક કપ અથવા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. એનાથી શરીરના ફાયદો થશે. શરીરમાં અનેક પ્રકારની સમસ્યાને ઠીક કરવામાં મદદરૂપ બનશે. ખજૂર દૂધ બનાવવા માટે પહેલા દૂધ ગરમ કરવું અને તેની અંદર ખજુર નાખવા. થોડા સમય સુધી આ દુધની અંદર ખજુરને હલાવતા રહેવાથી તેની અંદરના ખજુર ઓગળવા લાગે છે અને તેનો રસ બની જશે. જે પીવાથીતેના ફાયદાઓ શરીરને મળશે.
ખજુર અને દૂધ શરીરમાં આયર્ન પુરા પાડે છે. આ બંનેનાં મિશ્રણથી શરીરમાં લોહ તત્વ મળે છે. તેમજ શરીરને જરૂરી પ્રમાણમાં ગ્લુકોઝ મળે છે. જેના ;લીધે શરીરના લોહીમાં વધારો થાય છે. જે હિમોગ્લોબીન વધારે છે. જેથી લોહીની ઉણપને દૂર કરવા માટે આ ખજુર દૂધ ઉપયોગી છે. જયારે શરીરમાં તમને શરીરમાં લોહીની ઉણપ હશે તેમજ એનીમીયાની સમસ્યા હશે તો આ સ્મસ્યા થોડા જ સમયમાં દૂર થઇ જશે.
ખજુર દૂધ ગર્ભાવસ્થા ધરાવતી મહીલાઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે. ગાયના દુધમાં ગરમ કરેલા ખજુર ખાવાથી ખુબ જ ઉપયોગી ફાયદો કરે છે. ખજૂર દુધના નિયમિત મિશ્રણમાંથી બનાવેલ પ્રોટિન શેક મહીલા માટે ઉપયોગી માનવામાં આવે છે. ઘણી વખત મહિલાઓને ગર્ભાવસ્થામાં સમય દરમિયાન લોહીનું ઉણપમાં એનીમિયા જેવી સમસ્યા ઉત્પન થાય છે, તેવા સમયે ખજુર દૂધનું સેવન કરવું જોઈએ. ‘
આજના સમયે પ્રદુષિત તેમજ રસાયણો વાળા ખોરાકને લીધે શરીરમાં વૃદ્ધાવસ્થાના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને લીધે શરીરમાં ચહેરા પર કરચલીઓ વધી જાય છે. આ કરચલીઓના વધારે પ્રમાણને લીધે વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. આ વૃદ્ધ દેખાવાને લીધે દૂર કરવામાં ખજુર દૂધ ઉપયોગી છે. ખજુર અને દૂધમાં એન્ટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે અકાળ વૃદ્ધતત્વને રોકી રાખે છે. તેમજ ચામડી માટે ખુબ જ ઉપયોગી છે.
જયારે શરીરમાં ચામડી સંબંધી કોઈ સમસ્યા હોય ત્યારે પણ ખજુર દૂધ ઉપયોગી થાય છે. ખજુર દુધને રાત્રે પલાળી પલાળી એવા અને તેને આખી રાત્રી આવી રીતે રહેવા દીધા બાદ તેની અંદર થોડું મધ ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવામાં આવે તો તેનાથી ચહેરા પર ચમક આવે છે. આ રીતે લગાવેલ પેસ્ટને ચહેરા પર લગાવી રાખવી જે ચહેરાની ચમક આપે છે.
જયારે ક્કોઈ વ્યક્તિને આંખો સંબંધી કોઈ સમસ્યા થાય ત્યારે પણ ખજુર દૂધ ઉપયોગી બને છે. આ દૂધ અને ખજૂરમાં વિટામીન એ રહેલું હોય છે. તેમજ તેની અંદર આંખોને સ્વસ્થ રાખનાર આવા તત્વોને લીધે તે શરીરની આંખોને સ્વસ્થ રાખી શકે છે.
જયારે કોઈ વ્યક્તિને પેશાબની તકલીફ હોય તેમાં પણ આ ખજુર દૂધ ઉપયોગી થાય છે. જે શરીરમાં યુરીન અને મૂત્ર માર્ગની સમસ્યાને રોકે છે. જયારે પેશાબ સંબંધી કોઈ સમસ્યા સર્જાય છે તે સમયે ખાવાથી બળતરા, ખંજવાળ જેવી સસમસ્યા ઠીક થાય છે.
આજના સમયે ઘણા લોકોને શ્વસન સંબંધી કોઈને કોઈ સમસ્યા જોવા મળે છે. આવા સમયે જો શ્વસન સમસ્યામાં ઓન ખજુર દૂધ ખુબ જ ઉપયોગી થાય છે. જે લોકોને તાવ, શરદી, કે ઉધરસ જેવી સમસ્યા વારંવાર થઇ જાય છે તેવા લોકોએ આ રીતે ખજૂર દૂધનું સેવન કરવું. એ અસ્થમા જેવી સમસ્યાને પણ ઠીક કરે છે.
ડાયાબીટીસ સમસ્યા ધરાવતા ઘણા લોકોને આ મિશ્રણ લેવાથી ફાયદો થયો છે. જયારે ડાયાબીટીસ થાય છે ત્યારે સુગરનું લેવલ નિયંત્રિત રાખવું જરૂરી છે. જયારે એક ગ્લાસ દુધમાં ત્રણથી ચાર ખજુર પલાળીને પીસીને સેવન કરવાથી શરીરમાં ઇન્સુલીન જળવાઈ રહે છે તેમજ શરીરમાં સુગરનિયંત્રિત થાય છે. જેના લીધે તે ડાયાબીટીસના દર્દી ઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે.
જયારે ઘણા લોકોએ આજના સમયે દાંતની નબળાઈ જેવી સમસ્યા જોવા મળે છે. આજના સમયે બજારમાંથી ખાવામાં આવતા ઘણા ખોરાક કે જે રસાયણોથી સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા હોય છે. જેનાથી શરીરને જોઇએ એ પ્રમાણમાં પોષકતત્વો મળતા નથી. જેના લીધે તે શરીરમાં રોગોનું કારણ બને છે. આ રોતે જો શરીરમાં વધી ઘટી રહેલા કેલ્શિયમથી હાડકા તેમજ દાંતની તકલીફ થાય છે. દાંત ચડી જાય છે. દાંત નબળા પડે છે. માટે આ દાંતની સમસ્યાને દૂર કરવા માટે ખજુર દૂધનું સેવન ફાયદો કરે છે.
આમ, માનવશરીરમાં ખજુર દૂધ ખુબ જ ઉપયોગી છે, દૂધ અને ખજુર બંનેમાં રહેલા આયુર્વેદિક તત્વો શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે. જેના વધારે પડતા સેવનથી કોઈ આડઅસર થતી નથી. જેનો સંપૂર્ણ ફાયદો શરીરને મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી થાય. તમારા શરીરમાં રહેલા તત્વોની ઉણપથી તમે શરીરની અંદર રહેલા રોગોને મટાડી શકો અને રોગ મુક્ત રહી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.