જો તમારું વજન ખુબજ વધી રહ્યું હોય તેમજ ચરબી પણ ખુબજ વધી રહી હોય તો તેને ઠીક કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ તેના માટે તમારે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. હાલના સમયમાં જો સૌથી વધુ તકલીફ હોય તો એ છે વજન વધવાની!
તમે જાણો જ છો કે વધતું જતું વજન એ બીજા લોકોને આમંત્રણ આપવાનું કામ કરે છે, વધુ પડતા વજન અને ચરબીના કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર બની શકે છે. જો તમે તમારો વજન અને ચરબી ઓછી કરવા માંગતા હોવ તો તમારે અમુક આહારમાં ફેરફાર કરવો જોઈએ. બદલાતી જીવનશૈલી સાથે સાથે આપણા શરીરની કામ કરવાની રીત પણ અમુક હદ સુધી બદલાઈ જતી હોય છે અત્યારે આ ભાગદોડ ભરી જિંદગીમાં બહુ ઓછા લોકો એવા હોય છે કે જેઓ પોતાના માટે સમય કાઢી શકતા હોય તેઓ પોતાના શરીર માટે ખાણી પીણીનું બરોબર ધ્યાન રાખતા હોતા નથી.
તમે જાણો જ છો કે આજકાલ આ વધતું જતું વજન એ એક સૌથી મોટી સમસ્યા થઇ ગઈ છે જેનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે છે આપણી જીવનશૈલી તેમાં આપણે સારો પૌષ્ટિક ખોરાક ખાઈ શકતા નથી તેમજ જે ખોરાક બહાર મળે છે તે લોકો સૌથી વધુ ખાતા હોય છે અને તે ખોરાકે જ આપણને સૌને મોટા કરી દીધા છે. તમે વધુ પડતા મોટાપાને કારણે ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો તેથી જ તે વધતા જતા વજનને કંટ્રોલ કરવું ખુબજ મહત્વપૂર્ણ છે. આ કામમાં તમારે સહેજ પણ મોડું કરવું જોઈએ નહી બને તેમ જલ્દીથી વજન ઘટે તેવા પ્રયાસો કરવા જોઈએ.
પ્રોટીન ખાવા જોઈએ : વધતા વજન અને ચરબી ઘટાડવા માટે શરીરમાં સારી એવી માત્રામાં પ્રોટીન હોવું જરૂરી છે માટે તમે તમારા શુભ દિવસની શરૂઆત પ્રોટીનથી કરો. જેમાંથી સારી એવી માત્રામાં પ્રોટીન ઉપલબ્ધ છે તેના વિશે વાત કરીએ તો તે છે ચીઝ, દહીં અને દાળ જેવી વસ્તુઓમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે.
મીઠાઇ ખાવાનું ઓછુ કરી દેવું : જો તમારે વાસ્તવમાં ચરબી અને વજન ઓછો કરવો હોય તો બહારથી મળતી મીઠાઇ ખાવાનું સાવ ટાળી દેવું જોઈએ જેનાથી તમને રાહત મળશે.
નિયમિત અને સવાર-સાંજ કસરત કરવી : જો તમે વજન અને ચરબીથી પરેશાન થઇ ગયા છો તો તેને કંટ્રોલમાં રાખવા માટે નિયમિત સવારે અને સાંજે કસરત કરવી ખુબજ જરૂરી છે કારણ કે જો તમારું શરીર કસરત કરવા માટે સમર્થ ન હોય તો આહારમાં ફેરફાર કરવાથી કાઈ જોઈએ તેવું સારું પરિણામ મળશે નહિ. જો છેલ્લે કશું ન થાય તો દરરોજ સીડીઓ ચઢવાનો પ્રયાસ કરવો તમે દરરોજ ઝડપી ચાલો અથવા તો જોગીંગ કરો પરંતુ લીફ્ટનો ઉપયોગ કરવાનું સાવ ટાળી દેવું જોઈએ.
ગરમ પાણી : શરીરને વધુ પડતું હાઈડ્રેટ રાખવા માટે ગરમ પાણી પીવું ખુબજ જરૂરી છે. ગરમ પાણી તમારા શરીરને ડીટોક્સ કરવાનું કામ કરે છે તેમજ મેટાબોલીઝમને ઝડપી બનાવે છે. તમારા શરીરમાં જેટલો પણ ખરાબ કચરો હશે તો તેને દુર કરવાનું કામ કરે છે આ ગરમ પાણી.
લસણની કળીનું સેવન કરવું : વધુ પડતા વજન અને ચરબીને ઘટાડવા માટે તમારે દરરોજ સવારે વહેલા ઉઠીને ભૂખ્યા પેટે લસણની બે કળી ચાવી જવાથી અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીઈ જવાથી વજન ઘટવા લાગે છે અને વધુ પડતી ચરબીને પણ ઓગાળી દે છે.
સફરજન ખાવું : સફરજનમાં ખુબજ સારા એવા પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે વધુ પડતા વજન ઘટાડવાની સાથે સાથે શરીર હેલ્ધી રાખે છે.
અપનાવો વજન અને ચરબી ઘટાડવા માટેની ઉત્તમ ટીપ્સ: તમે સવારે વહેલા ઉઠીને ચાલવાનું રાખો તથા કસરત કરવાનું રાખો, તમે સુવાના 2 કલાક પહેલા ભોજન કરી લો, રાત્રે સામાન્ય અને હળવો ઝડપથી પચી જાય તેવો ખોરાક લો, સંતુલિત અને પાચકયુક્ત ભોજન લેવાનું શરુ કરી દ્યો.
જમ્યા પછી તરત સુવું ન જોઈએ : જો તમારે જમ્યા પછી તરત સુવાની ટેવ હોય તો તેને દુર કરી નાખજો કારણ કે જમ્યા પછી તરત સુવાથી વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે એટલા માટે જમ્યા પછી સુવા કરતા થોડી વાર ચાલવું ખુબજ જરૂરી છે.
ફળો અને લીલા શાકભાજી ખાવા જોઈએ : જો તમે વધુ પડતા વજન અને ચરબીથી સાવ પરેશાન થઇ ગયા છો તો તમારે ખાવા પીવામાં ખુબજ ધ્યાન રાખવું જોઈશે ફળોની વાત કરીએ તો સફરજન, તરબૂચ, કીવી ફળ, દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરવું જોઈએ તેમજ વાત કરીએ શાકભાજીની તો શાકભાજીમાં તમારે લીલા શાકભાજીનું સેવન કરવું જેમ કે પાલકની ભાજી, સરગવાની સિંગ, કારેલા તથા એન્ટી ઓક્સીડેન્ટ જેમાંથી મળી રહે તેવા શાકભાજીનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ.
કસરતમાં સાઈકલિંગ કરવાનું રાખવું જોઈએ : પેટની ચરબી ઘટાડવા માટે અને વધી ગયેલા વજનને કંટ્રોલમાં રાખવા માટે તમારે દરરોજ સાઈકલિંગ કરવું ખુબજ જરૂરી છે દરરોજ સાઈકલિંગ કરવાથી તમારું શરીર રહેશે એકદમ ફીટ.
આમ, અમે તમને આ લેખ દ્વારા જો તમારું વજન ખુબજ વધી ગયું છે અને પેટની ચરબી પણ વધી ગઈ છે તો તેને ક્યાં ક્યાં દેશી ઘરેલું ઉપચાર અજમાવીને રાહત મેળવી શકાય તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.