આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં તમે જો દરરોજ કસરત કરવા ન જતા હોવ તો જાજો કારણ કે વહેલી સવારે ખુબજ ઠંડુ વાતાવરણ હોય છે તેવામાં કસરત કરવાથી આપણા શરીરને હૂફ મળે છે અને શરીરની અંદર આવેલા અવયવો યોગ્ય રીતે કાર્યશીલ રહે છે.
આજે મારે તમને ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરીની તમને વાત કરવી છે તમે કદાસ જાણતા નહિ હોવ કે ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી કોને કહેવામાં આવે છે ? કે જેમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, સેલેનીયમ, વિટામીન B3 જેમાં ભરપુર માત્રામાં મળી રહે છે.
તો ચાલો તેના નામ વિશે માહિતી મેળવી લઈએ આપણે બરીબોની જેને બદામ કહીએ છીએ તેને જ ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે તો તેનું નામ છે મગફળી.
20 થી 22 વર્ષ સુધી સૌથી વધુ પ્રમાણમાં જો જરૂર પડતી હોય તો તે છે કેલ્શિયમ વિટામીન જે આ મગફળીમાં ભરપુર માત્રામાં મળી રહે છે. દૂધ અને ઈંડામાં જે પ્રોટીન નથી તેમજ પૈસાદાર લોકો જીમમાં જતા હોય છે અને એક એક મહિનાની અલગ અલગ મોધી મોંઘી તે લોકો ફી ચુકવતા હોય છે પરંતુ આપડી પાસે આ જીમમાં ચુકવવાના પૈસા નથી છતા પણ આ ફાયદાઓ મળી શકે તેના વિશે વાત કરવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દરરોજ સવારે વહેલા ઉઠીને 5 – 7 કિલોમીટર દોડવા માટે જાય અને કસરત કરતા હોય છે કારણ કે તેમની એ રીતે પરિસ્થિતિ હોય છે. આપડા માટે તો તળાવ અને નદી જ જીમ કહેવાય અને ત્યાં જઈને આપડે કસરત કરીએ છીએ.
દૂધ અને ઇંડામાં જે પ્રોટીન નથી તથા માંસ – મટનમાં જે પ્રોટીન નથી તે પ્રોટીન કુદરતે આ મગફળીમાં મુક્યું છે. કદાસ કુદરતને ખબર હશે કે મારો ગરીબ અને મધ્યમ જે વર્ગ છે તે કદાસ ઉપર જણાવેલમાંથી પ્રોટીન ન પણ મેળવી શકે પરતું આ મગફળી તો તેમને સરળતાથી મળી રહે છે તેથી તે તેમાંથી પ્રોટીન બહુ સરળતાથી મેળવી શકશે.
કુદરત એવું કહે છે કે જે લોકો માંસ, મટન અને ઈંડા ખાઈ છે ત્યારે કુદરત કહે છે કે મેં આ જે દાંત અને મોઢું આપેલું છે તે માંસ, મટન અને ઈંડા ખાવા માટે નથી આપ્યુ અનાજ ખાવા માટે આપ્યુ છે. કુદરત એવું પણ કહે છે કે માંસ-મટન ખાશો તો આવતા જન્મે માંસાહારી થવું પડશે. આપડા ધર્મ ગ્રંથો અને સંસ્કારો પણ એવું કહે છે એ માંસ-મટન ન ખાવું જોઈએ.
જો તમારે ઇંડા, માંસ-મટન જેટલી જ શક્તિ અને વિટામિન્સ મેળવવા હોય તો તમારે મગફળીના દાણાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. મગફળીમાંથી મળતા તત્વો વિશે તો આપડે ઉપર વાત કરી પરંતુ તેમાં ગોળ નાખો તો સોનામાં સુગંધ ભળી જાય છે એટલા માટે જ ઉપવાસની અંદર આપણા શાસ્ત્રોએ મગફળી અને ગોળના લાડુ ખાવાનું કહ્યું છે.
તમારે શિયાળામાં બહુ મોંઘા વસાણા ના મળે તો ચિંતા ના કરશો તમારે બસ એટલું જ કરવાનું છે જો તમારા ઘરે મગફળી હોય તો તે લેવી અથવા તો જો ન હોય તો બજારમાંથી તે શીંગદાણા લઇ આવવાના અને તેને મિક્સરની મદદથી પીલી નાખવા અને તેમાં દેશી ગોળ મિક્સ કરીને તેના લાડવા બનાવી લેવા.
હવે તમારે શિયાળામાં વહેલા ઉઠીને નરણા કોઠે એક લાડુ બનાવી લઈને તેનું સેવન કરવું જોઈએ, તથા તમારા શરીરમાં ભરપુર માત્રામાં તાકાત આવે છે, નવું લોહી બને છે, ગોળમાં આયર્ન ભરપુર હોય છે તથા તેમાં લોહતત્વ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
તમારે 20 દાણા મગફળીના કાચાં શેકેલા નહિ, તેને પાણીમાં પલાળી દેવા ત્યારબાદ તમારે સવારે વહેલા ઉઠીને આ 20 દાણા ચાવી ચાવીને ખાઈ જવાના છે તમે જો કસરત કરવા જતા હોવ અથવા તો દોડવા માટે જતા હોવ તો ઘરે આવીને આ દાણા ખાઈ જવાના છે. જેટલા વધુ ચાવશો એટલો સારામાં સારો ફાયદો થાય છે. આ પ્રયોગ કર્યા પછી એક કલાક બાદ ચા નાસ્તો કરી શકો છો તેનાથી તમારા શરીરનો વિકાસ સારો એવો થાય છે.
આમાંથી તમને વિટામીન B3 વધારતો હોવાથી તે મગજની નર્વસ સીસ્ટમને કાર્યશીલ બનાવે છે, મગજની યાદશક્તિ વધારે છે. જેટલું તમારું મગજ પાવરફૂલ હશે એટલો તમને ફાયદો થાય છે તેમજ મગજના દરેક સેલ સુધી લોહીને પહોચાડવાનું કામ કરે છે આ મગફળીના દાણા અને ગોળના લાડુ.
આમ, અમે તમને આ લેખ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી એટલે કે બદામ કોને કહેવામાં આવે છે ? તેના વિશે માહિતી આપી.