આદુનો લોકો અત્યારે ખુબજ ઉપયોગ કરી રહ્યા છે મોટા ભાગે દાળ, શાક, ચા, ભજીયા વગેરેમાં આદુનો સારો એવો ઉપયોગ કરતા હોય છે. આદું એ ભારતની એક મહત્વપૂર્ણ મસાલા વાળી શાકભાજી અને ઔષધી છે જે અનેક પોષકતત્વોથી ભરપુર છે. ભોજનમાં આદુનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા પુરતો જ કરવામાં આવે છે તે ખોરાકને પૌષ્ટિક બનાવવાનું કામ કરે છે.
આદુમાં જોવા મળતા વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો તેમાં વિટામીન A, વિટામીન D, વિટામીન K, આયર્ન, ઝીંક અને કેલ્શિયમ જેવા તત્વોથી ભરપુર હોય છે. આદુનું સેવન શરદી અને ઉધરસ જેવા વાયરલ ઇન્ફેકશનને રોકવા માટે ખુબજ અસરકારક સાબિત થાય છે, આદુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવાનું કામ કરે છે આદુ ઘણીબધી બીમારીઓથી બચાવે છે, આદુનું સેવન ડાયાબીટીશના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.
આદુ પાચનને સ્વસ્થ રાખે છે તેમજ કોલેસ્ટ્રોલને પણ મજબુત રાખવાનું કામ કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ઉપયોગી આદુંનું સેવન કરવા માટે તે કેટલીક બીમારીઓમાં ઝેરની જેમ કાર્ય કરે છે. તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ કઈ બીમારીઓ માટે આદુનું સેવન કરવું હાનીકારક છે ?
લો બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે : ઘણા બધા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે જો તમે આદુંનું સેવન તમને જો લો બ્લડ પ્રેશરની તકલીફ ધરાવતા લોકો કરે છે તો તેમને માટે તે ખુબજ હાનીકારક માનવામાં આવે છે, તેનાથી તેમને ઓછુ દેખાવા લાગે છે તેમજ બેચેની જેવી લાગે છે આ બધા જ લક્ષણો જે લોકોને ઓછી બ્લડપ્રેશર હોય છે તેમને થતા હોય છે.
ત્વચા અને આંખની એલર્જીનું કારણ બને છે : આદું ખાવાથી અને ચા સાથે તેનું સેવન જો વધુ પડતું સેવન કરવામાં આવે તો ત્વચા અને આંખોમાં એલર્જીની સમસ્યા વધી શકે છે. જો વધુ પડતું આદુનું સેવન કરવાથી ત્વચા ઉપર ફોલ્લીઓ પડી જતી હોય છે, તેમજ ત્વચા ઉપર ખંજવાળ, અને સોજો આવી શકવાની શક્યતાઓ તેમાં રહેલી છે. આદુનું વધુ પડતું સેવન કરવાથી આંખોની સમસ્યામાં વધારો થઇ શકે છે તેથી આંખોમાં સોજો આવવાની પણ શક્યતાઓ રહેલી છે.
રક્તસ્રાવની સમસ્યા થઇ શકે છે : આદુનું વધુ પડતું સેવન ખોરાક અથવા તો ચા માં કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે તેથી આદુનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જરૂરી છે. આદુના વધુ પડતા સેવનથી હાર્ટ બર્ન, ડાયેરિયા, ઓડકાર અને પેટ સબંધિત ઘણીબધી બીમારીઓ થઇ શકે છે. જો તમે વધુ પડતું આદુનું સેવન કરો છો તો લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પાડી દે છે.
જો આદુંનું સેવન સર્જરીના સમયે અથવા તો સર્જરી પહેલા કરવામાં આવે તો રક્તસ્ત્રાવનું જોખમ રહેલું હોય છે એટલા માટે ડોકટર તમને વારંવાર કહેતા હોય છે કે તમે સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા આદુંનું સેવન સાવ બંધ કરી દેવું જોઈએ.
આમ, અમે તમને આ લેખ દ્વારા જો કેવી કેવી બીમારીઓ હોય તો આદુંનું સેવન કરવું નુકશાન કારક સાબિત થઇ જાય છે.