અત્યારે ગુજરાતમાં ફૂલ લગનગાળો શરુ થઇ ગયો છે એટલે અત્યાર ની પેઢી ને પોતે કઈ રીતે વધારે સુંદર અને યુવાન દેખાય તેના માટે હજારો રૂપિયા કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવા માટે વાપરતા હોય છે. જયારે આ બ્યુટીપાર્લર ને એવું ન હતું ત્યારે પણ આપડા પૂર્વજો સૌંદર્ય પ્રસાધનો વાપરતા જ હતા તો અમારે અત્યારે તમને કેટલાક જુના એવા પ્રયોગ આપવા છે જેના દ્વારા તમે તમારું મુખ ચમકાવી શકો.
અત્યારના ઘણા બધા યુવક યુવતીઓ પોતાના ચહેરાને લઈને ખુબજ ચિંતિત હોય છે તેમજ તે લોકો એવું વિચારતા હોય છે કે પોતાનો ખરાબ ચહેરો હોય છે એટલે લોકો એમના તરફ આકર્ષાશે નહિ વગેરે જેવી ચેહરાને લગતી ચિંતા તેમને થતી હોય છે. ઘણી વખત એવું બને છે કે જેમના લગ્ન થવાના હોય છે તે યુવક યુવતી પણ પોતાના ચહેરાને લઈને ખુબજ ચિંતિત હોય છે તો આ સમસ્યા ન થાય તેના માટે તમને અમુક ઘરેલું નુસ્કાઓ બતાવવા માંગીએ છીએ.
તમને જણાવી દઈએ કે જો તમારે બહુ ટૂંક સમયમાં લગ્નમાં જવાનું હોય તો તમારે લગ્નના ૩ દિવસ પહેલા એક સરસ મજાનો ફેસપેક બનાવવાનો છે અને તે ફેસપેકને તમે તમારા ચહેરા ઉપર લગાડશો એટલે ચહેરો બને છે એકદમ હેલ્ધી અને તંદુરસ્ત. તમે જાણો જ છો કે હળદરનો ઉપયોગ અત્યારે દરેક રસોડામાં લોકો કરતા જ હોય છે પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જે હળદરનો ઉપયોગ પોતાની ત્વચાને ગોરી દેખાડવા માટે કરતા હોય છે હળદર સ્વાસ્થ્યને સુંદર બનાવવા માટે ખુબજ ઉપયોગી થાય છે તેમજ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ હળદર નો ઉપયોગ કરવામાં આવે છે.
તમને વધુમાં જણાવી દઈએ કે જો તમે દુલ્હન બનવા જઈ રહ્યા છો અથવા તો તમારે કોઈ સગા સંબંધીઓના લગ્ન પ્રસંગે જવાનું થયું હોય તો તમે થોડા દિવસો પહેલા હળદરનો પેક લગાડવાનું શરુ કરી દ્યો તેનાથી તમે ગ્લોઇન્ગ સ્કીન પાછી મેળવી શકો છો. તો ચાલો જાણી લઈએ કે હળદરનો ફેસપેક કઈ રીતે તૈયાર કરી શકાય ? તેના વિશે તમને જરૂરી માહિતી આપી દઈએ.
બેસન અને હળદર પેક લગાડવો : આ ફેસપેક જો તમે બનાવવા માંગો છો તો તમારે 2 ચમસી ચણાના લોટમાં એક ચમસી હળદર મિક્સ કરી દ્યો હવે તમે કાચા દૂધ અથવા તો ગુલાબજળની મદદથી એક પેસ્ટ બનાવી લો આ પેસ્ટને તમે તમારા ચહેરા ઉપર સારી રીતે લગાડી દ્યો આ લગાડેલા પેસ્ટને 10 થી 15 મિનીટ સુધી એમનેમ રહેવા દ્યો ત્યારબાદ સ્વચ્છ પાણીથી તમારો ચહેરો ધોઈ નાખો આ રીતે એક અઠવાડિયા સુધી ઉપાય કરશો એટલે ચહેરામાં સારો એવો ગ્લો આવી જશે.
દૂધ અને હળદર : જો તમે આ રીતે ફેસપેક બનાવવા માંગતા હોવ તો 2 ચમસી કાચું દૂધ લો અને તેમાં 1 ચમસી હળદર પાઉડર ઉમેરીને બંનેને એકમેક મિક્સ કરી દ્યો ત્યારબાદ 10 થી 15 મિનીટ સુધી તે બરોબર સુકાઈ જાય એટલે ચહેરાને પાણીની મદદથી બરાબર સાફ કરી નાખવો આ પ્રક્રિયા તમે દરરોજ કરશો એટલે તમને સારામાં સારું પરિણામ મળશે.
દહીં અને હળદર : દહીં પ્રાકૃતિક શુદ્ધિનું કામ કરે છે તે ત્વચામાં જે મૃત કોષો હોય છે તેને દુર કરવાનું કામ કરે છે જો તમારે દહીં અને હળદરનો ફેસપેક બનાવવો હોય તો તેના માટે તમારે એક ચમસી દહીં લેવું અને તેમાં હળદર પાઉડર મિકસ કરી દેવો તેનો પેસ્ટ બનાવી લેવો પછી તમે ચહેરા ઉપર મસાજ કરી દ્યો તેમજ તેને 10 થી 15 મિનીટ પછી પાણીથી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.
હળદર અને મધનો પેસ્ટ : જો તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હોય તો તેને ઠીક કરવા માટે હળદર અને મધનો ઉપયોગ કરવામાં આવે છે મધ અને હળદરને મિક્સ કરીને તમારા ચહેરા ઉપર લગાડવાથી ફાયદો થાય છે તેના માટે તમારે 2 ચમસી મધ લેવાનું છે અને તેમાં 2 ચમસી હળદર મિક્સ કરીને તેનો પેસ્ટ તમારા ચહેરા ઉપર લગાડવાથી ચહેરા ઉપર પડેલી કરચલીઓ સાવ થઇ જાય છે દુર.
ચોખા અને હળદરનો પેસ્ટ : જો તમે આ ફેસપેક બનાવવા માંગતા હોવ તો સૌથી પહેલા ચોખાને તમારે પીસી લેવા હવે તેમાં હળદર પાઉડર મિક્સ કરી દ્યો તથા આ બંનેમાં કાચું દૂધ ઉમેરીને બરોબર મિક્સ કરી દ્યો ત્યારબાદ આ બનાવેલા પેસ્ટને તમે તમારા ચહેરા ઉપર લગાડીને 15 સુધી રહેવા દ્યો અને ત્યારબાદ પાણીની મદદથી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.
હળદર અને લીંબુનો રસ : હળદરને લીંબુના રસમાં મિક્સ કરવાથી તે કુદરતી બ્લીચનું કામ કરે છે આના માટે તમે એક ચમસી લીંબુના રસમાં બે ચમસી જેટલા હળદરનો પાઉડર ઉમેરી તેમજ થોડા ટીપા તેમાં ગુલાબજળના નાખીને તેનો પેસ્ટ સારો એવો બનાવી લો આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા ઉપર તેજ આવે છે અને ચહેરો ચમકવા લાગે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમારા ચહેરાને હળદરની મદદથી અલગ અલગ વસ્તુઓ સાથે શું શું મિક્સ કરીને પેસ્ટ બનાવી શકાય વગેરે વિશે માહિતી આપી.