અત્યારે ઘણાબધા લોકોને આંખોને લગતી સમસ્યા થતી હોય છે એમાં સૌથી વધુ આંખોના નંબરની સમસ્યા નાનાથી માંડીને છેક અમુક વૃદ્ધ લોકોને પણ થતી હોય છે. વૃદ્ધ લોકોને આંખોમાં મોતિયો આવી જવો, વેલ, જામર વગેરે જેવી સમસ્યા થતી હોય છે. આ બધી જ આંખોને લગતી સમસ્યાને કઈ રીતે દુર કરી શકાય ? તેના વિશે તમને માહિતગાર કરી લઈએ.
અમે તમને જે પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ તે પ્રયોગ મુજબ તમે કરશો એટલે 100 ટકા આંખોના નંબર થઇ જશે સાવ દુર. તથા મોટી ઉંમર સુધી તમને મોતિયો પણ નહિ આવે.
ત્રિફળાનું ચૂર્ણ : આ ત્રિફળાચૂર્ણ તમને બજાર માંથી સરળતાથી મળી રહેશે પરંતુ જો તમારે બજાર માંથી ન લાવવું હોય અને ઘરે જાતે જ બનાવવું હોય તો પણ તમે સરળતાથી બનાવી શકો છો. તેના માટે તમારે હરડે 100 ગ્રામ લેવી, બહેડા 200 ગ્રામ લેવા અને આમળાં 400 ગ્રામ જેટલા લેવા આ ત્રણેય ઔષધીઓની ક્રશ કરો પાઉડર બનાવીને મિક્સ કરીને એક ડબ્બીમાં ભરીને મૂકી દ્યો.
સેવન કરવાની રીત : આ બનાવેલા ત્રિફળાચૂર્ણને બે ટાઈમ સવારે અને સાંજે એક એક ચમસી આ ત્રિફળાચૂર્ણને મધ અથવા તો ઘી સાથે લેવાનું છે. તેના માટે તમારે એક ટ્રેમાં આ ચૂર્ણ નાખી દ્યો અને તેમાં મધ નાખો અથવા તો ઘી નાખીને તેનું ચાટણ જેવું બનાવી લો અને તેને ચાટી જાવ પછી ઉપર થી થોડું પાણી પીય જાવ અને ગળે ઉતારી જવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ તમારે કાયમી માટે કરવાનો છે.
હવે તમારે સરગવાના પાનનો રસ કાઢી લેવાનો છે આ રસ બહુ ઝાડો નહિ તેમજ બહુ પાતળો પણ નહિ તથા તેમાં થોડું પાણી નાખીને મિક્સર કે ખલની મદદથી રસ કાઢો અને કોટનના કપડાની મદદથી તેને ગાળી લો ત્યારબાદ ડ્રોપ્સ વાળી જે ડબ્બી હોય તેમાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખો 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો.
વાપરવાની યોગ્ય રીત : આ સરગવાના પાનના રસથી ભરેલી ડબ્બીમાંથી તમારી બંને આંખોમાં એક-એક ટીપું તમારે સવાર-સાંજ નાખવાનું છે. શરૂઆતમાં તમને થોડી વાર આંખો બળશે એટલા માટે આ ટીપાં આંખોમાં નાખ્યા પછી 5 મિનીટ સુધી આંખો બંધ રાખવાની છે એટલે બળતરા નહિ થાય બે થી ત્રણ દિવસ પછી એકદમ ઠીક થઇ જશે.
તમે થોડો કોથમીરનો રસ કાઢી લો તમે આજ રીતે તે રસને પણ એક ડ્રોપમાં ભરી લો તથા તેમાં તમે ચોખ્ખું મધ નાખો. તમે જો કોથમીરનો 100 ગ્રામ રસ કાઢ્યો હોય તો તેમાં તમે અડધી ચમસી જેટલું મધ નાખી દ્યો અને તેને મિક્સ કરી દ્યો. આ રસને પણ તમે સરગવાના પાનની જેમ બંને આંખોમાં એક એક ટીપું સવાર- સાંજ નાખી શકો છો.
હવે તમે ખાખરાનો અર્ક પણ વાપરી શકો છો તેના માટે તમારે ખાખરાના ઝાડ પાસે જવું પડે તેમજ તેના મૂળને ખોદીને બહાર કાઢવુ અને તેનો રસ કાઢીને પછી ઉપયોગ કરવો પરંતુ આ ખાખરાનું ઝાડ મળવું સીટી માટે અશક્ય છે હવે તો અમુક વાર ગામડાંમાં પણ આ ઝાડ જોવા મળતું નથી. ખાખરાના ઝાડ બહુ ઓછા થઇ ગયા છે. એટલા માટે તમને બજારમાંથી ખાખરાનો અર્ક અથવા તો તેના રસની બોટલો મળી રહેશે તેનો તમે ઉપયોગ કરી શકો છો.
આ ખાખરાનો અર્ક તમે સવારે અને સાંજે બંને આંખોમાં નાખી શકો છો. તમને જે ઉપર ત્રણ ઉપાયો બતાવ્યા સરગવાનો, કોથમીરનો અને ખાખરાનો આ પૈકી કોઇપણ તમારે એક ઉપાય જ અજમાવવાનો છે.
હવે તમારે તમારા હાથથી આંખો ઉપર અલગ અલગ રીતે એકસરસાઈઝ કરવાની છે. આ પ્રયોગ જે લોકો નિયમિત કરે છે તેમના આંખોના નંબર પણ ઘટ્યા છે તથા તેમને બહુ મોટી ઉંમર સુધી મોતિયો પણ નથી આવ્યો.
પ્રયોગ નંબર 1 : તમારા બંને હાથની આંગળીઓને તમારી બંને આંખોના ખૂણામાં દબાવવાની છે. ત્યારબાદ આંખોને બંધ કરી થોડી વાર હાથથી પ્રેસ કરવાની છે આ પ્રયોગ તમારે એક મિનીટ સુધી કરવાનો છે.
રીત નંબર 2 : તમારા બંને હાથની આંગળીઓને તમારી બંને આંખોના ખૂણાએ બહારની સાઈડ દબાવી રાખો આ પ્રયોગ પણ તમારે એક મિનીટ સુધી કરવાથી ફાયદો થાય છે.
રીત નંબર ૩ : હવે તમારે બંને હાથ વડે આંખોના પોપચાને નીચે ખેચવાના છે અને નજર ઉપર કરતી રહેવાની છે. તમારી આંખમાંથી જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી આ પ્રયોગ કરતો રહેવાનો છે લગભગ એકાદ મિનીટ સુધી આ પ્રયોગ કરશો એટલે ફાયદો થાય છે જેવા તમે મુળ સ્થિતિમાં આવશો એટલે તરત જ આંખોમાં ઠંડક આવી જશે.
રીત નંબર 4 : હવે તમારે તમારી આંખોને બંધ કરી દેવાની છે અને બંને હાથની આંગળીઓથી તમારી આંખોના બંને ડોળાને ફેરવવાના છે. જે સાઈડમાં ફેરવતા હોવ તેનાથી વિરુદ્ધ દિશામાં ફેરવો.
રીત નંબર 5 : તમારે બંને હાથની મદદથી બંને આંખની ભમર ઉપર પ્રેશર આપીને દબાવીને નીચે ખેચવાની છે. આ પ્રયોગ કરવાથી તમારી આંખો એકદમ સ્વચ્છ થઇ જશે. તેમજ તમારી આંખોમાં બ્લડનું સર્ક્યુલેશન પણ વધી જાય છે. ઘણા લોકો એવા હોય છે કે તેમને આંખોની લોહીની નસો સુકાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે જો આ પ્રયોગ તે નિયમિત કરશે એટલે આ સમસ્યામાંથી સાવ તેમને છુટકારો મળે છે. આ પ્રયોગ નિયમિત કરવાથી તેમની આંખો ક્યારેય નહિ સુકાઈ તેની ગેરંટી છે.
આ પ્રયોગ તમારે દિવસમાં ઓછામાં ઓછો 4 થી 5 વખત તો કરવો જ જોઈએ તમને વધારેમાં વધારે જયારે પણ સમય મળે ત્યારે આ પ્રયોગ તમે કરી શકો છો. આ પ્રયોગ તમે શરુ કરશો એટલે ધીમે ધીમે તેની અસર થશે કારણ કે આયુર્વેદિક પ્રયોગ છે તથા અનુભવશિદ્ધ પ્રયોગ છે.
આમ, આંખોને તેજસ્વી અને નંબર મુક્ત કરવા માટે જે દેશી પ્રયોગો તમને બતાવ્યા તે મુજબ તમે કરશો એટલે તમને લાઈફ ટાઈમ આંખોને લગતી સમસ્યા નહિ થાય.