આ ચાલી રહેલી શિયાળાની ઠંડી ઋતુમાં જો તમે આ કંદમૂળ નું સેવન કરશો તો તેનાથી ભરપુર પ્રમાણમાં ફાયદો થાય છે. તો આજે આપણે એ કંદમૂળ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે જે કંદમૂળ તમને માત્રને માત્ર શિયાળાની ઋતુમાં જ મળે છે તથા તે ઉનાળામાં કે ચોમાસામાં આ કંદમૂળ મળતું નથી. તો ચાલો આપણે જે કંદમૂળ વિશે વાત કરવાના છીએ તેના નામ વિશે માહિતી મેળવી લઈએ તો તેનું નામ છે આંબા હળદર કે સફેદ હળદર તરીકે ઓળખવામાં આવે છે.
આપણે જે હળદરનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેનો રંગ પીળો હોય છે તેથી તેને પીળી હળદર તરીકે આપણે ઓળખીએ છીએ. આ આંબા હળદરમાંથી આંબાના મોર જેવી સુગંધ આવતી હોવાથી તેને આંબા હળદર તરીકે આપણે ઓળખીએ છીએ.

આ આંબા હળદરમાં રેજિન અને સેપોડીન નામના બે મહત્વના તત્વો કુદરતે મુકેલા છે આ બે તત્વો એ એન્ટી એલર્જીક, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ તેમજ એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે તે સોજાને પણ મટાડે છે. પરંતુ ખાસ કહીએ કે તે પેટના રોગોનું રામબાણ ઈલાજ છે. પેટમાં બ્લોટિંગ થતું હોય જમ્યા પછી પેટ ફૂલી જતું હોય, તથા પેટમાં કોઈ જગ્યાએ અલ્સર થતું હોય અને એમાંથી જો તમને ગેસ થતો હોય તેમજ ખાધેલો ખોરાક ન પચે અને એમાંથી કફ બનતો હોય ત્યારબાદ હોજરી અપસેટ થઇ જતી હોય, આંતરડામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તેને ઠીક કરવાનું કામ આ આંબા હળદર કરે છે.
આમ તો આંબા હળદર તમને બારે માસ ગાંધીની દુકાનેથી મળી રહેશે પરંતુ તે પાઉડરના ના રૂપમાં મળશે. આ આંબા હળદરને સુકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે તેથી આપણે આ પાઉડરને ઉનાળામાં અને ચોમાસામાં વાપરી શકીએ છીએ.
આંબા હળદર શરીરમાંથી વિષ તત્વો ખેંચી કાઢે છે અને શરીરને ડિટોક્સિફાઇડ કરે છે. તે શરીરમાં સારા કોષોની વૃદ્ધિમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. શરીરના તાપમાન નિયત્રિંત કરીને તાવને શરદી જેવી સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.
જો તમને શ્વાસને લગતી સમસ્યા હોય તો તેને ઠીક કરવા માટે આંબા હળદરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે તથા આયુર્વેદ મુજબ તમારા શરીરમાં કફ જામી જવાના કારણે દમ અને શ્વાસની બીમારીઓ થતી હોય છે. શરદી, ઉધરસ અને દમ જેવી તકલીફોને દુર કરવા માટે આંબા હળદર અથવા તો સફેદ હળદરનો ઉપયોગ થાય છે.
સફેદ હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ ઘટાડવા માટે સફેદ હળદર અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે કેન્સરના મેટાસ્ટેસેસને એક અંગથી બીજા અવયવોમાં જતા અટકાવવામાં અસરકારક છે
આ અજાયબી ઔષધિમાં રહેલા કેમ્પફેરોલ, ક્વેર્સેટિન અને ગેલેનિન જેવા ફ્લેવોનોઈડ્સ તમારા કોલેસ્ટ્રોલના સ્તર તેમજ લોહીના લિપિડના સ્તરને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આંબા હળદરના અર્કમાં ફેટી-એસિડ સિન્થેઝ સામે લડવાની ક્ષમતા હોવાનો દાવો કરવામાં આવે છે, જેનાથી કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર ઘટે છે.
આંબા હળદર લોહીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે આ ઉપરાંત જો તમને કોઇપણ પ્રકારનો ઘા વાગ્યો હોય તો તેમાં રૂઝ લાવવા માટે આંબા હળદર મદદરૂપ થાય છે તેમજ આંબા હળદરનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં રહેલું લોહી ચોખ્ખું બને છે. તેમજ હિમોગ્લોબીનના ટકાને પણ વધારવાનું કામ કરે છે.
જો તમને વધુ પડતું સુગર લેવલ હોય તો તેને ઠીક કરવા માટે આંબા હળદરનો ઉપયોગ કરવામાં આવે છે આંબા હળદર સુગર લેવલને ઠીક કરે છે અને ડાયાબીટીશને પણ દુર કરવાનું કામ કરે છે.
તમે આ આંબા હળદરના પાઉડરને બજારમાંથી લાવવા કરતા ઘરે પણ આ આંબા હળદરનો પાઉડર બનાવીને વાપરી શકો છો તેના માટે તમારે અત્યારે બજારમાં ખુબજ સસ્તી અને સારા એવા પ્રમાણમાં આંબા હળદર મળે છે તમે તેને ખરીદી લઈને તેની નાની નાની ચિપ્સ બનાવી નાખો ત્યારબાદ તેને તડકામાં સુકવી દ્યો તે ફૂલ સુકાઈ જાય પછી તેનો ભૂકો કરી અથવા તો દળીને તેનો પાઉડર બનાવીને સ્ટોર કરી શકો છો.
તમે જમવાના એક કલાક પહેલા આ આંબા હળદરના પાઉડરનો બારેય મહિના સેવન કરવાથી ફાયદો થાય છે. આ પાઉડરને તમે હુફાળા પાણી સાથે લઇ શકો છો. આ ઉપરાંત જો કોઈને કફનો પ્રોબ્લેમ હોય તો તે લોકો મધ સાથે પણ આ પાઉડર લઇ શકે છે.
તમે જયારે જમવા બેસો ત્યારે જે સલાડ બનાવો છો તેમાં આંબા હળદરનું સલાડ પણ તમે લઇ શકો છો અથવા તમે કાચી આંબા હળદરની ચિપ્સ પાડી દ્યો અને તેમાં સિંધવ મીઠું અને લીંબુ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે. આમ તમે આંબા હળદરને કાચી અથવા તો અથાણા તરીકે ખાઈ શકો છો.
સ્ત્રી અને પુરુષ બંને એ આંબા હળદરનું સેવન કરવું જોઈએ તે ગર્ભાશયના મસલ્સને મજબુત કરવાનું કામ કરે છે જેથી સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમિયાન કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય તેમજ તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ ફાયદો થાય છે અને તેમનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
તમે આ શિયાળાના 4 મહિના સુધી આંબા હળદરનું સેવન કરશો તો તમને જે ઓવરઇટીંગને લીધે પેટમાં કાચો આમ જમા થાય છે તેને પચાવવાનું કામ કરે છે. વજન ઘટાડવાનું કામ કરે છે તથા આંબા હળદરનો સ્વભાવ તીષ્ણ છે તેના લીધે તે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી થાય છે. તથા તે વધુ પડતી ચરબીને બાળવા માટે તેમજ મેટાબોલીઝમ સીસ્ટમને હાઈ કરે છે એટલે કે તેને ઘટાડવાનું કામ કરે છે જ્યારે મેટાબોલીઝમ હાઈ થાય એટલે વજન સાવ ઘટવાનું શરુ થઇ જાય છે.
આમ, શિયાળામાં આ સરસ મજાનું ઔષધીય કંદમૂળનું સેવન કરશો એટલે તે ખુબજ સારામાં સારો ફાયદો કરે છે.