તમે જાણો જ છો કે અત્યારે કોઈની નાની ઉંમર હોવા છતાં મોટી દેખાઈ તે સારું લાગતું નથી બધા લોકો એવું વિચારતા હોય છે કે યુવાન કઈ રીતે દેખાઈ તે સૌથી સારું લાગતું હોય છે. તમે જોતા જ હશો કે સ્ત્રીઓને હંમેશા સુંદર દેખાવું જ પસંદ હોય છે માટે દરેક મહિલા સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરતી હોય છે તે બજારમાં મળતા કેટલાક મોંઘા મોંઘા પ્રોડક્ટથી લઈને સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત મહિલાઓ ટીવી ઉપર અલગ અલગ જાહેરાતો જોઇને બજારમાંથી સ્કીનને લગતી વસ્તુઓ ખરીદતી હોય છે.
તમને કદાસ ખબર નહિ હોય કે જે બજારમાંથી રસાયણો મળે છે તે તમારી ત્વચા માટે નુકશાન પહોચાડવામાં મદદરૂપ થાય છે. સ્કીન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વૃદ્ધત્વના ઘટાડવા માટે કેળા અને દહીંથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો આપણે જાણીએ કે કેળા અને દહીંથી ત્વચા ઉપર શું અસર થાય છે તે ?
કેળા અને દહીંના ફાયદાઓ : દહીં એ ત્વચા માટે કુદરતી રીતે સ્કીનને મોઈચ્ચરાઈઝર કરવાનું કામ કરે છે કારણ કે તેમાં પ્રોટીન, ઝીંક, કેલ્શિયમ જેવા તત્વો જોવા મળતા હોય છે તે મહત્વના તત્વો ચહેરાની ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત ચહેરામાં આવેલા છિદ્રોમાં કોઇપણ પ્રકારની ગંદકીને સાફ કરવા માટે દહીંનો ઉપયોગ થાય છે.
કેળાનો ઉપયોગ ત્વચાને કડક બનાવવા માટે થાય છે કેળા ચહેરાની ત્વચાને સુંદર અને ત્વચાની સ્થિત સ્થાપકતા આપવા માટે થાય છે કેળામાં વિટામીન સી સારી એવા માત્રામાં મળી રહે છે જે ચહેરા ઉપર પડતી કરચલીઓને દુર કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે. કેળામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી ત્વચાને હાઈડ્રેટ કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે.
કઈ રીતે કેળાનો ફેસ માસ્ક બનાવવો ?
તમારે એક થી બે કેળા લેવાના છે અને તેમાં 5 થી 6 ટીપા લીંબુના રસના નાખવાના છે તથા 2 ચમસી દહીં તેમાં નાખવાનું છે. તમારે સૌથી પહેલા તો બે કેળાને મિક્સરમાં છુંદી નાખો હવે તમે તેમાં 2 ચમસી દહીં નાખી તથા 5 થી 6 ટીપા તે દહીંમાં લીંબુનો રસ નાખીને તેને મિક્સ કરી નાખો.
ચહેરા ઉપર આ પેસ્ટ લગાડવાની રીત : તમે જે આ પેસ્ટ બનાવ્યો છે તેને બ્રશની મદદથી ચહેરા ઉપર લગાડી દેવાથી ફાયદો થાય છે, આ ફેસપેકને લગાડતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ ફેસપેકને આંખોથી દુર રાખવાનું છે. તેને તમારે ઓછામાં ઓછા 20 મિનીટ સુધી લગાડીને એમનેમ રહેવા દ્યો પછી તમે સ્વચ્છ પાણીથી તમારો ચહેરો ધોઈ લો આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછો 2 વખત કરવાનો છે.
અમુક આસનો કરવાથી પણ ઉંમર નાની દેખાય છે :
તમારે આ યોગ કરવા માટે તમારી પીઠ ઉપર સુઈ જવાનું છે તથા તમે તમારા પેટની મસલ્સનો ઉપયોગ કરીને તમારા પગ 90 ડીગ્રી ઉપર ઉઠાવો. ત્યારબાદ તમે તમારી હથેળીઓને ફ્લોર ઉપર મજબુતથી દબાવો ત્યારબાદ તમારા પગને માથાની પાછળ આવવા દો અને જમીન સાથે અટકાવી દ્યો તથા તમારા બંને હાથની કોણી જમીને અટકાવીને વાળી દ્યો અને પીઠ પાછળથી ધક્કો મારો.
આ આસન કરવાથી થતા ફાયદાઓ : આ આસન કરવાથી કબજીયાત અને પેટના રોગોને તે દુર કરે છે તેમજ શરીરની ચરબીને ઘટાડવા માટે મદદ કરે છે, આ આસન કરવાથી થાઈરોઈડ, કીડની, બરોળ અને સ્વાદુપિંડ જેવા અંગો ઉત્તેજિત થાય છે તે વધુ પડતા બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
સર્વાંગાસન : આ આસન કરતી વખતે તમારે પીઠ પર સુઈ જવાનું રહેશે તમારા બંને હાથને જમીન પર શરીરની બાજુમાં રાખીને ધીમે ધીમે તમે તમારા પગ જમીન થી ઉપર ઊંચા કરો અને આકાશ તરફ લઇ જાવ તથા તમારી છાતી સાથે દાઢી અડકે એ રીતે રાખો.
આ આસન કરવાથી થતા ફાયદાઓ : આ આસન કરવાથી થાઈરોઈડની જેમને સમસ્યા હોય તો તેને પણ ઠીક કરે છે તથા તમારા શરીરને સંતુલિત રાખે છે.
ફેસ યોગા : તમે જો આ આસન કરશો તો ખુબજ ચહેરાને ફાયદો કરે છે તેના માટે તમારે ગાલમાં હવા ફૂંકો, તથા તેને થોડી જ સેકંડ માટે તમારા મોમાં રહેવા દ્યો અને પછી છોડો. આ કસરત તમે દરરોજ 8 થી 10 વખત કરશો એટલે ખુબજ ફાયદો થાય છે.
આ કસરત કરવાથી તમારા ચહેરાની ઉપર જે કરચલીઓ પડી હોય છે તેને દુર કરીને ચહેરો એકદમ ટાઈટ અને દેખાવડો કરી દે છે જેનાથી તમારી ઉંમર મોટી હોવા છતાં પણ નાની દેખાશે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમે તમારા ચહેરાને ઘરે જ કઈ રીતે સુંદર અને દેખાવડો બનાવી શકો ? તેના વિશે દેશી ઉપાય બતાવ્યો.