આ શિયાળાની ચાલી રહેલી ઋતુમાં આજે મારે તમને એક એવા ફળ વિશે વાત આપવાની છે કે જેનો તમે દરરોજ ઉપયોગ કરશો તો તે સ્વાસ્થ્યને માટે ખુબજ ફાયદો કરશે તેમજ તેમાંથી ભરપુર પ્રમાણમાં વિટામીન સી મળી રહે છે. આ ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ઘણીબધી સમસ્યાઓને દુર કરી શકો છો જેમ કે ચહેરાને, વાળને, હદયને લગતી સમસ્યાઓને દુર કરી શકો છો.
તો હવે આપણે આ ફળના નામ વિશે માહિતી મેળવી લઈએ આ ફળનું નામ છે કીવી ફળ. કીવી ફળ ખાવું એ આપણા રોજીંદા જીવનની એક હેલ્ધી આદત છે. આ ફળમાંથી એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને વિટામિન્સથી તે ખુબજ ભરપુર હોય છે તેના કારણે કેટલાક કેન્સરની ઘટનાને આગળ વધતી અટકાવી શકાય છે. તથા તે હદય રોગના જોખમને પણ આગળ વધતું અટકાવી શકાય છે.
તમે જો દરરોજ એક કીવી ફળ ખાશો તો તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સને કારણે સારો એવો ફાયદો થાય છે તે વિટામીન સી થી ભરપુર હોય છે અને તેમાં કેરોટોનોઈદ્સ, પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન કે તેમાં ભરપુર માત્રામાં મળી રહે છે.
કીવી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે તેથી તે ઘણા બધા સ્વાસ્થ્યને લગતા લાભો આપે છે. કીવીમાં સંતરા કરતા વધુ માત્રામાં વિટામીન સી ઉપલબ્ધ હોવાથી આ ફળ જો તમે દરરોજ ખાશો તો ખુબજ ફાયદો કરે છે, જો તમારે દિવસની શુભ શરૂઆત સારી રીતે કરવી હોય તો આ કીવી ફળ તેના માટે સૌથી સારામાં સારું માનવામાં આવે છે. દરરોજ સવારે આ ફળ ખાવાથી તેમાંથી ભરપુર માત્રામાં એનર્જી મળી રહે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે આ કીવી ફળ કારણ કે તેમાંથી વિટામીન સી ભરપુર માત્રામાં મળી રહે છે પરિણામે તે રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવાનું કામ કરે છે. તેથી જો આપણને શરદી, ઉધરસ અને શ્વાસની સમસ્યાઓ હોય તો તેને પણ ઠીક કરે છે.
કીવીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર હોવાથી શરીરમાં મુક્ત રેડીકલને દુર કરે છે અને ઓક્સીડેટીવ તણાવ દુર કરવા માટે ખુબજ મદદ કરે છે. આખરે તે શરીરને નાના મોટા રોગોથી બચાવે છે તેમાં વિટામીન સી ભરપુર હોવાથી તે રોગપ્રતિકારક તંત્રના કાર્યમાં મદદ કરે છે. પરંતુ તે હાડકા માટે પણ ફાયદાકારક છે. વાગેલા ઘાને રૂઝ લાવવાની પ્રકિયામાં મદદરૂપ થાય છે. આ ફળનું યુવાન અને વૃદ્ધ એમ બંને લોકો આ ફળનું સેવન કરી શકે છે.
કીવી ફળ સોજો ઉતારે છે : કીવી ફળમાં ઇન્ફ્લેમેંટરી ગુણધર્મો જોવા મળતા હોવાથી આવા સમયે જો તમને કોઇપણ પ્રકારનો સાંધાને લાગતો દુખાવો થયો હોય તો તેને ઠીક કરવા માટે તમારે નિયમિતપણે કીવી ફળનું સેવન કરવું ખુબજ જરૂરી છે.
કબજિયાત માંથી અપાવે છે છુટકારો : કીવીમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે તમે જો નિયમિત કીવીનું સેવન કરશો તો આ કબજીયાતની સમસ્યામાંથી તમને સાવ છુટકારો મળી શકે છે.
પાચન તંત્ર માટે સારું રહે છે : કીવી ફળમાં સારા એવા પ્રમાણમાં ડાયેટરી ફાઈબર હોવાથી તે પાચનતંત્રને મદદ કરવાનું કામ કરે છે તે સીસ્ટમને શુદ્ધ કરવામાં અને પાચનને સરળ રાખી શકે છે આ ઉપરાંત તે ફાઈબર કબજિયાત અને અન્ય જઠરને લગતી સમસ્યા માટે પણ ફાયદો કરે છે.
ત્વચા અને વાળને ફાયદો કરે છે : ફળો હંમેશા સ્વાસ્થ્યને માટે ફાયદો કરે છે ફક્ત તમારી સીસ્ટમ માટે નહી પરંતુ તે તમારી ત્વચા માટે પણ ઉપયોગી થાય છે તેનાથી તમે અંદરથી તાજગી અનુભવી શકો છો. તેમજ તમારી ત્વચા ઉપર ગ્લો દેખાડી શકો છો. કીવી ફળ એક એવું છે કે જેની મદદથી ત્વચાને ડેડ થતી અટકાવે છે તેમજ વાળને લાંબા સમય સુધી ટકાવે છે અને ખરતા પણ અટકાવે છે.
વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે : વધતા જતા કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરવામાં કીવી ફળ ખુબજ સારામાં સારું કાર્ય કરે છે જો તમે કીવી ફળનું દરરોજ સેવન કરશો તો તે કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડી દે છે.
વજન ઓછુ કરે છે : તમે 100 ગ્રામ જેટલા કીવી કીવીમાં રહેલા વિટામીન્સ અને કેરોટોનોઈદસની હાજરી હોવાથી તે ત્વચા અને વાળના વિકાસને સુધારવામાં ખુબજ મદદરૂપ થાય છે. તે ત્વચાના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે અને ચહેરા ઉપર ચમક લાવવાનું કામ કરે છે કીવી ફ્રુટના પલ્પમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી મળી રહે છે.
કીવી ફળ આપણી ત્વચાનું સ્વાસ્થ્યને સારું કરવા માટે ખુબજ ફાયદો કરે છે કીવીમાં જોવા મળતા અન્ય પોષક તત્વો જેવા કે ઓમેગા ૩ ફેટી એસીડ આ તત્વ ત્વચાને કોમળ બનાવવામાં મદદરૂપ થાય છે કીવી ફળમાંથી પ્રોટીન, સોડીયમ, સુગર, કેલ્શિયમ, વિટામીન E, અને આયર્નથી ભરપુર હોય છે.
હદય માટે ફાયદો કરે છે : કીવીમાં વધુ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર અને પોટેશિયમ રહેલું હોવાથી તે રક્તવાહીની તંત્રને મજબુત કરવામાં અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં ખુબજ મદદ કરે છે. કીવીમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે તે ફાઈબર એલ ડી એલ અથવા તો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હદય રોગ માટેના જે જોખમી પરિબળો હોય છે તેને ઘટાડી શકે છે.
તમે જયારે પણ વિટામિન્સ અને ખનીજો ધરાવતા ફળો અને શાકભાજીનું સેવન કરો છો ત્યારે કીવી ફ્રુટમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટસ, વિટામિન્સ અને કેરોટોનોઈદ્સનું ઉચું સ્તર હોવાથી આંખના રોગોને દુર કરવાનું કામ કરે છે તથા તે આંખને સ્વસ્થ રાખે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા સંતરા કરતા ત્રણ ગણું વિટામીન સી જેમાંથી મળી રહે તેવા જ એક ફળ કીવી વિશે માહિતગાર કર્યા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપી.