અત્યારે એવું કોઈ ભાગ્યે જ જોવા મળતું હશે કે તેઓ ક્યારેય બીમાર નહિ પડ્યા હોય અથવા તો તેમને બધે બધા વિટામીન પૂરતા પ્રમાણ છે તેવું પણ ભાગ્યે જ જોવા મળતું હોય છે પરંતુ આજે અમે તમને જેના વિશે વાત કરવાના છીએ તે છે જો તમે વિટામીન A, B, C, D, E કે વિટામીન K ની ઉણપથી જે સમસ્યા થતી હોય તો તેને કઈ રીતે સાવ ઠીક કરી શકાય ? તેમજ ક્યાં ક્યાં ફળો, શાકભાજી તેમજ ખોરાક ખાવાથી આવા વિટામિન્સ તેમાંથી મળી રહે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ.
શરીરને સ્વસ્થ અને ટાઈટ રાખવા માટે આપણે તમામ પ્રયત્નો કરતા હોઈએ છીએ. ખરેખર જોઈએ તો શરીરને સ્વસ્થ અને ટાઈટ રાખવા માટે શરીર માટે જુદા જુદા વિટામીનની જરૂર પડતી હોય છે તેમજ આ વિટામિન્સની ઉણપથી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તમે જાણો જ છો કે શરીરને રોગ્ય રીતે કાર્ય કરવા માટે અમુક ખાસ એવા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડતી હોય છે કે જેમાંથી તેમને પોષણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોય છે.
વિટામીન C : વિટામિન C એ સૌથી મહત્વનું વિટામિન્સ માનું એક છે જે આપણને ખાટા ફળો માંથી સરળતાથી મળી રહે છે. વિટામીન C ફકત રોગપ્રતિકારક શક્તિ જ નહિ પરંતુ તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં પણ ખુબજ મદદરૂપ થાય છે.
વિટામીન C ની ઉણપ દુર કરવા માટે તમારે તમારા આહારમાં ખાસ એવા ફળો જેવા કે જામફળ, પપૈયું, કીવી, નારંગી, મોસંબી, દ્રાક્ષ, અનાનસ, સ્ટ્રોબેરી, રાસબરી, પ્લમ, આમળા, દાડમ તેમજ શાકભાજીમાં તમારે ગાજર, કોબીઝ, ફલાવર, ટામેટા, બટાકા, લીંબુનો પણ સમાવેશ થતો હોય છે.
વિટામીન K : વિટામીન K ની ઉણપથી શરીરમાં નબળાઈ આવે છે, આ ઉપરાંત વિટામીન K ની ઉણપથી લોહીનું પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો, આંતરડામાં સોજો આવી જવો વગેરે જેવી સમસ્યા વિટામીન K ની ઉણપને કારણે ઉદ્ભવતી હોય છે. વિટામીન K ની ઉણપને દુર કરવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ ? તમારે રોજીંદા ખોરાકમાં પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબીનનું તેલ, દૂધ, લીલા શાકભાજી, લીંબુ, ચોખા, ઘી, સંતરા તેમજ બીજા પણ રસદાર ફળોનો સમાવેશ થતો હોય છે.
વિટામીન ડી : વિટામીન ડી શરીરમાં હાડકાં બનાવવા માટે અને તેની જાળવણી કરવા માટે ખુબજ મદદરૂપ થાય છે, આ સિવાય વિટામીન ડી આંતરડા અને હદય ઉપર પણ અસર કરે છે. ઘણાબધા લોકો જાણતા હશે કે બધા જ અલગ અલગ વિટામીનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામીન ડી નું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ખુબજ ઘટી રહ્યું છે.
આજના મોટાભાગના લોકોમાં હાડકાં નબળાં પડવા અને તૂટવાની સમસ્યા પણ થતી જોવા મળે છે. વિટામીન ડી નો સૌથી સારામાં સારો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ ઉપરાંત પણ ગાજર, ટામેટા, નારંગી, લીલા શાકભાજી, નારીયેર, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળા માંથી વિટામીન ડી સારા એવા પ્રમાણમાં મળી રહે છે જે શરીર માટે ખુબજ સારામાં સારો ફાયદો કરે છે.
વિટામીન E : તમે કદાસ જાણતા જ હશો કે વિટામીન E માં એન્ટી એક્સીડેંટ જેવા ગુણધર્મો રહેલા હોય છે જે મુક્ત રેડીકલને કારણે થતા નુકશાન સામે રક્ષણ કરવામાં ખુબજ મદદરૂપ થાય છે. વિટામીન E ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેમજ લોહીમાં રક્તકણોને બનાવવાનું કામ કરે છે.
વિટામીન E ના અભાવને કારણે નાના નાના બળકો અને વૃદ્ધોને મગજની નસો કે ન્યુરોલોજીકલ સમસ્યા થઇ શકે છે. જો તમારે વિટામીન E ની ઉણપ દુર કરવી હોય તો ઘઉં, જવ, ખજુર, ચણા, લીલા શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફલાવર અને મકાઈના તેલનો ઉપયોગ કરી શકાય છે.
વિટામીન A : વિટામીન A રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવા ઉપરાંત તે પાચનને સારું રાખવા માટે તેમજ આંખોને સ્વસ્થ રાખવા માટે ખુબજ મદદરૂપ થાય છે. તેની ઉણપ ને દુર કરવા માટે તમે દૂધ, ઈંડા અને ચીઝનું સેવન કરી શકો છો જે તમારા સ્વાસ્થ્યને ખુબજ મજબુત બનાવવા માટે ફાયદો કરે છે.
વિટામીન B : વિટામીન B શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમજ તેની ખામી થી શરીરમાં ઘણીબધી સમસ્યાઓ થતી હોય છે તેના માટે તમે તમારા રોજીંદા આહારમાં દહીં, દૂધ, સોયાબીન તેમજ સોયા પ્રોડક્ટ, ચીઝ, કેળા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
વિટામીન B12: વિટામીન B12 મુખ્ય ત્રણ વસ્તુઓમાંથી મળી રહે છે 1) ડેરી પ્રોડક્ટ માંથી જો તમે એક કપ દૂધ પીશો તો તેમાંથી 1.2 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળી રહે છે તથા એક કપ દહીં માંથી તથા એક નાના એવા ટુકડા ચીજ માંથી 1.1 માઈક્રો ગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. તથા એક કપ દહીંમાંથી 0.5 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. 2) ફણગાવેલા કઠોળમાંથી વિટામીન B12 સૌથી વધુ પ્રમાણમાં મળે છે. 3) જે અનાજ ફોતરાવાળા છે તેમાંથી પણ વિટામીન B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આપણે જોઈએ તો ઘઉં તે પણ ફોતરાવાળા જ અનાજ કહેવાય છે. તમે જાણો જ છો કે ઘઉં માંથી જ મેંદો બને છે અને મેંદામાંથી એકપણ ટકા વિટામીન B12 રહેતું નહિ. ઘઉંમાં ભરપુર માત્રામાં વિટામીન B12 રહેલું છે. ઘઉંના ઉપરના જે લાલ પડ હોય છે તેની અંદર ભરપુર માત્રામાં વિટામીન B12 મળી રહે છે. વિટામીન B12 સોયાબીન, ઓટમીન, ઈંડા, ચીકન, ઝીંગા, સાલ્સ માછલી, વગેરે માંથી મેળવી શકાય છે.
આમ, શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે શરીરને જરૂરી વિટામીન શેમાંથી મળી રહે છે ? તેમજ ક્યાં ક્યાં વિટામીનનું સેવન કરવું જોઈએ ? તેના વિશે તમને માહિતગાર કર્યા.