અત્યારે શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે તથા આ ઋતુ દરમિયાન બજારમાં ખુબજ વધુ પ્રમાણમાં શાકભાજીની લાઈનો લાગેલી જોવા મળે છે એટલે કે આ શિયાળાની ઋતુ દરમિયાન ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. તો આજે મારે જેના વિશે તમને માહિતી આપવી છે તે છે આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં મૂળવાળા શાકભાજી એટલે કે જે શાકભાજી જમીનની અંદર થતા હોય છે તેમજ તે મૂળ ધરાવે છે માટે તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદો થાય છે તેમજ આ શાકભાજીનું સેવન કરવાથી કેવા કેવા રોગો સામે રક્ષણ મળે છે તેના વિશે માહિતી આપીશું.
અમેરિકન ડોક્ટરના જણાવ્યા અનુસાર જો તમે શિયાળામાં આ મૂળવાળી શાકભાજીનું સેવન કરવાથી કેન્સર, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીને દુર કરવા માટે મદદરૂપ થાય છે. શિયાળાની ઋતુમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે પરિણામે તેનું સેવન કરવાથી ભરપુર ફાયદાઓ થાય છે. અમેરીકન ડોક્ટર જોશેક્સના જણાવ્યા અનુસાર આ મૂળવાળી શાકભાજી ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી, ચરબી, અને કોલેસ્ટ્રોલ સાવ ઓછા પ્રમાણમાં હોય છે. આ મૂળવાળા શાકભાજી પણ કેરોટોનોઈડસના સારા એવા સ્ત્રોત હોય છે.
મૂળવાળી શાકભાજીમાં રહેલા મૂળભૂત તત્વો : મૂળવાળી શાકભાજીમાં રહેલા મૂળભૂત તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી રહે છે. તેમાં પોટેશિયમ, ફોલેટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામીન એ, બી અને સી, તેમજ મેગેનીઝ, આયર્ન, અને કોપર તેમાંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
મૂળવાળી શાકભાજી ખાવાથી થતા મુખ્ય ફાયદાઓ : નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર જે લોકો મૂળવાળી શાકભાજીનું નિયમિત સેવન કરશે તો તેમને શરીરમાં ફાઈબરની ઉણપ હશે તો તેને દુર કરી દેશે. તેમજ વિટામીન A અને વિટામીન C ની ઉણપ પણ સાવ દુર કરી દેશે. વધતા વજન ઘટાડવામાં ખુબજ મદદરૂપ થાય છે, ત્વચાની તંદુરસ્તી વધારી શકે છે, કેન્સર અને હદયને લગતી કોઇપણ બીમારી સામે ફાયદો કરે છે. વધુ પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય, ડાયાબીટીશ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે.
બીટ : મૂળવાળી વનસ્પતિની વાત કરીએ તો બીટ પણ ખુબજ ફાયદાઓ ધરાવે છે, બીટમાં બીટેઈનનું પ્રમાણ વધુ પડતું હોય છે જે એક એવું એન્ટીઓક્સીડેન્ટ છે જે હદયના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદરૂપ થાય છે. બીટમાંથી નાઈટ્રેટસ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી તે રક્ત પરિભ્રમણને સુધારવા માટે અને વધુ પડતા બીપીના પ્રમાણને ઘટાડવા માટે ખુબજ મદદરૂપ થાય છે. આ ઉપરાંત પણ તેમાંથી પોટેશિયમ, મેગેનીઝ, આયર્ન, ફોલેટ, વિટામીન B જેવા મહત્વના તત્વો બીટ માંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
ગાજર : ગાજરમાં બીટાકેરોટીનનું પ્રમાણ ખુબજ સારા એવા પ્રમાણમાં મળી રહે છે ગાજર એ એક કેરોટીનોઈડ નામનું કંદમૂળ છે તેમજ ગાજર માંથી વિટામીન A પણ ભરપુર માત્રામાં મળી રહે છે. ગાજરમાં વિટામીન A નું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી આંખોને માટે ખુબજ સારો એવો ફાયદો કરે છે. વિટામીન A આંખોને લગતી સમસ્યા દુર કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને તે મજબુત કરવાનું કામ કરે છે.
મૂળા : મૂળામાં ગ્લુકોરાફેનીન નામનું તત્વ મળી રહેતું હોવાથી તે કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. મૂળા રકતવાહિનીઓની કોઇપણ કાર્ય કરવાની અનિયમિતતાને યોગ્ય રીતે કાર્યશીલ બનાવે છે તેમજ જો તમારું બ્લડપ્રેશર અનિયમિત હોય તો તેમણે મૂળાનું સેવન કરવાથી ઠીક થઇ જાય છે. આ શિવાય તમેં જો કબજિયાત કે પાઈલ્સથી સતત પીડાઈ રહ્યા છો તો મૂળાનું શાક અથવા તો મૂળાની ભાજી કરીને પણ તમે તેનું સેવન કરી શકો છો.
શક્કરીયા નું સેવન કરવું : શિયાળામાં શક્કરીયા સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેમજ તેની ઉપજ પણ વધુ પ્રમાણમાં થાય છે. આ એક એવી શાકભાજી છે જેમાં માત્ર 103 કેલરી મળી રહે છે તેમજ 1096 માઈક્રોગ્રામ વિટામીન A હોય છે. વિટામીન A ની તમારી દરરોજની જરૂરીયાતને પૂરી કરવા માટે શક્કરીયા ખુબજ ફાયદો કરે છે.
સલગમ : સલગમ વિટામીન સી થી ભરપુર હોય છે જે મજબુત રોગપ્રતિકાર શક્તિ માટે ખુબજ જરૂરી છે તથા ચેપ સામે પણ રક્ષણ મેળવવા માટે સારો એવો ફાયદો કરે છે. સલગમમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી તે પાચનમાં મદદ કરવાનું કામ કરે છે. આ શાકભાજીમાં વિટામીન A, B અને વિટામીન C, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, તેમજ મેગેનીઝ અને કોપર પણ સારા એવા પ્રમાણમાં મળી રહેતુ હોવાથી શરીરના સ્વાસ્થ્યને મદદ કરવામાં ખુબજ ફાયદો કરે છે.
કોળું ખાવું જોઈએ : જો તમે કોળું ખાશો તો તેના લીધે તે સારો એવો ફાયદો કરે છે તેમજ કોળું પચી જવામાં મદદરૂપ થાય છે, કોળું શરીરને પોષણ આપવાનું કામ કરે છે કોળું હદયની બીમારીને દુર કરવામાં મદદરૂપ કરે છે. કોળું પ્રોટીન તેમજ મિનરલ્સનો અખૂટ સ્ત્રોત હોવાથી સારી એવી માત્રામાં મળી રહે છે.
સૂરણ ખાવું જોઈએ : સૂરણ જમીનમાં થતું એકપ્રકારનું કંદમૂળ છે, તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. સૂરણ ફળદ્રુપ અને રેતાળ જમીનમાં થાય છે. સૂરણ ડાયાબીટીશ જેવી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ફાયદો કરે છે. ડાયાબીટીશના દર્દીઓએ સૂરણનું સેવન કરવાથી લાભ થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા મૂળવાળા ઔષધીઓનો કઈ રીતે ઉપયોગ કરવો ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.