આજે આપણે જેના વિશે વાત કરવાની છે તેની વાત કરીને તો તે છે કીસમીસ જે એક એવું ડ્રાયફ્રુટ છે જે મોટા ભાગના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. કિસમિસનો સ્વાદ મીઠો હોવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. જો તમે કિસમિસનું સેવન કરો તો સ્વાસ્થ્યને લગતા ખુબજ ફાયદાઓ થાય છે. કિસમિસનું સેવન હદય, લીવર, તેમજ વધુ પડતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
કિસમિસમાંથી મળતા વિટામિન્સ: કિસમિસમાંથી મળતા મુખ્ય વિટામીનની વાત કરીએ તો વિટામીન A, વિટામીન C, એન્ટી ઓક્સીડેન્ટ, ફાઈબર તેમજ તે આયર્નથી ભરપુર હોય છે. આયર્નથી ભરપુર કિસમિસ શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરે છે. વિટામીન C થી જે કિસમિસ ભરપુર હોય છે તે શરીરને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે.

કિસમિસ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે તેમજ કિસમિસનું સેવન કરવાથી હદયને તે સ્વસ્થ રાખે છે તેમજ જો તમે નિયમિત કિસમિસનું સેવન કરશો તો ત્વચાને ફાયદો કરવાનું કામ કરે છે. તમે કિસમિસને પલાળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. 100 ગ્રામ કિસમિસમાં ૩૦૦ જેટલી કેલેરી હોય છે એટલા માટે જ તે જે લોકોનું વજન વધારે હોય છે તેમને તેઓએ આ ડ્રાયફ્રુટનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ. હાઈ બ્લડશુગરના દર્દીઓએ કિસમિસનું સેવન કરવું જોઈએ નહિ તેથી બ્લડ શુગર વધવાનું શરુ થઇ જાય છે.
જો તમે નિયમિત કિસમિસનું સેવન કર્યું હશે તો સ્વાસ્થ્યને ખુબજ ફાયદો કરે છે તેમજ તે કેટલાક રોગોને દુર કરવા માટે પણ સારો એવો ફાયદો કરે છે.
કિસમિસનું સેવન કરવાથી થતા અલગ અલગ ફાયદાઓ: જો તમારું વજન ઓછુ હોય તો તમે કિસમિસનું પાણી પીઈ શકો છો : જો તમે અલગ અલગ ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ તમારું વજન ઓછુ રહેતું હોય તો તેને વધારવા માટે તમારે કિસમિસના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો તમે સવારે ભૂખ્યા પેટે કિસમિસના પાણીનું સેવન કરશો તો તમારૂ વજન ઝડપથી વધવા લાગે છે.
કિસમિસમાં કેલરીનું પ્રમાણ વધુ હોવાથી વજન વધારવા માટે ફાયદો કરે છે તેમજ કિસમિસનું સેવન કરવાથી માંસપેશીઓને મજબુત બનાવે છે અને વજનમાં વધારો કરે છે.
એનીમિયા દુર કરે છે કિસમિસ : જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછુ હોય છે તેમના માટે કિસમિસનું સેવન કરવું એક દવા જેવું કામ કરે છે. જો આયર્નથી ભરપુર કિસમિસને પાણીમાં પલાળીને તેનુ સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે. જો તમે કિસમિસનું સેવન કરો તો શરીરમાં લાલ રક્તકણો બને છે તેમજ હિમોગ્લોબીનનું સ્તર પણ સુધરે છે. કિસમિસનું સેવન એનીમિયાની જે લોકોને ખામી હોય તેમને તે દુર કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે.
કબજીયાત દુર કરે છે : જેમને પણ કબજીયાત ને લગતી બીમારી હોય તેમને દરરોજ સવારે કિસમિસનું પાણી કરીને તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે તેમજ કિસમિસમાં ભરપુર ફાઈબર હોવાથી પાચનતંત્રને સારો એવો ફાયદો કરે છે.
જો તમે નિયમિત કિસમિસનું સેવન કરશો તો શરીર હાઈડ્રેટ રહે છે તેમજ કબજીયાતની ફરિયાદ રહેશે નહિ. સવારે ખાલી પેટે કિસમિસનું પાણી પીવાથી અનેક તેના નાના મોટા ફાયદાઓ થાય છે તેમજ તે અનેક પોષકતત્વોનો ભંડાર છે.
લીવરને ફાયદો કરે છે : જો તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં 10 થી લઈને 12 કિસમિસ નાખીને સવારે તેનું પાણી પીવાથી સારો એવો ફાયદો થાય છે. તમે સવારે ખાલી પેટે આ કિસમિસ પલાળેલા પાણીનું સેવન કરવાથી લીવરને સારો એવો ફાયદો કરે છે.
કિસમિસનું પાણી ક્યારે અને કેટલું પીવું જોઈએ: તમે સવારે ઉઠીને કિસમિસનું પાણી પીવાથી ફાયદો થાય છે તેમજ તમને તમારા સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદાઓ થાય છે. તમે આ પાણીનું સેવન કર્યા પછી અડધા કલાક બાદ કંઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહિ. તેમજ એક અઠવાડિયા સુધી આ કિસમિસનું પાણી પીશો એટલે સારામાં સારો ફાયદો થાય છે.
હાડકા મજબુત બને છે : જો તમે નિયમિત સવારે કિસમિસ ખાવાથી હાડકા મજબુત બને છે તેમજ તેમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાને પણ મજબુત કરે છે. તેમજ તેની અંદર રહેલા બોરન કે જે એક માઈક્રો ન્યુટ્રીઅંટ છે તે શરીરમાં રહેલા હાડકાને મજબુત કરે છે તથા તેમનું નિર્માણ કરવામાં પણ સારો એવો ફાયદો કરે છે.
ડાયાબીટીશ ફાયદો કરે છે : કિસમિસનું સેવન કરવાથી ડાયાબીટીશની તકલીફથી જે લોકો સતત પીડાઈ રહ્યા હોય છે તમને ખુબજ સારો એવો ફાયદો થાય છે. કિસમિસ બ્લડશુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ રૂપ થાય છે. ડાયાબીટીશ માટે કિસમિસ ઉત્તમ ગણાય છે.
ઈમ્યુન સીસ્ટમને મજબુત કરે છે : જે લોકો કિસમિસનું સેવન કરે છે તેમની ઈમ્યુંનીટી સીસ્ટમ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહે છે. તમે કિસમિસનું સેવન કરશો તો તમારા શરીરમાં રોગો પ્રવેશ કરતા નથી. પરિણામે તમે તંદુરસ્ત તમારી જીવનશૈલી જીવી શકો છો.
કિસમિસ બ્લડપ્રેશરમાં ફાયદો કરે છે : ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને બ્લડપ્રેસરને લગતી સમસ્યા થતી હોય છે. તેમને બ્લડપરેશ વધી જતું હોય અથવા તો તેમનું બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યા થતી હોય છે તો તેવી સમસ્યાને ઠીક કરવાનું કામ કરે છે.
વજનમાં ઘટાડો કરે છે : તમે જાણો જ છો કે કિસમિસમાં કુદરતી રીતે ખાંડ આવેલી હોવાથી તેમાં કુદરતી રીતે મીઠાશ આવે છે જે લોકોને મીઠી વસ્તુ ખાવાની આદત હોય છે તેમને કિસમિસ ખાવી ખુબજ સારી માનવામાં આવે છે તેમજ કિસમિસ ખાવાથી રાહત પણ થાય છે અને કેલેરીમાં પણ સારો એવો વધારો કરે છે. તે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે તેમજ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.
આંખોની રોશની વધારે છે : એન્ટીઓક્સીડેંટ વિટામીન A, અને બીટાકેરોટીન કિસમિસમાં લગભગ આવા બધા જ પ્રકારના પોષક તત્વો જોવા મળી છે. જે આંખો માટે સૌથી ઉત્તમ ગણાય છે. આથી જ કિસમિસને પલાળેલી ખાવાથી આંખોમાં રોશની ભળી જાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા 10 થી 12 દાણા પાલાળેલી કિસમિસના ખાઈ લેવાથી અનેક નાના મોટા રોગોંમાં ફાયદો કરે છે તેના વિશે માહિતી આપી.