આ રીતે સમસ્યા અત્યારે મોટા ભાગના લોકોને થઇ રહી છે કે જેઓ ખાઈ લીધા પછી તેમનું પેટ ફૂલેલું કે સતત કડક રહેતું હોય છે. તમારે આ સમસ્યાને સાવ જડમૂળમાંથી નાબુદ કરવી હોય તો તેના માટે ક્યાં ક્યાં પગલા લેવા જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ.
તમે ક્યારેય અનુમાન કર્યું છે ? કે શેના કારણે પેટ વારંવાર ફૂલી જતું હોય છે ? આ પેટ ફૂલી જવાને અંગ્રેજીમાં બ્લોટિંગ કહેવાય છે. આ સમસ્યા એ ખુબજ સામાન્ય હોય છે તથા મોટા ભાગના લોકોને પણ હોય છે આ સમસ્યામાં તમારું પેટ ભરેલું લાગે છે તથા પેટ ભારી ભારી પણ લાગે છે.
પેટ ફૂલી જવાના કારણો : જો પેટ ફૂલી જવા પાછળનું સૌથી પહેલા તેના કારણ વિશે વાત કરીએ તો તે છે ગેસ થવાથી. ઘણી વખત બને છે એવું કે આપણે મોડા ખાતા હોઈએ છીએ ત્યારે ગેસ બનવાનું શરુ થઇ જતું હોય છે. ઘણી વખત કોઈ દવા કે રીએક્શનના કારણે પણ પેટમાં ગેસ થવાનું શરુ થઇ જતું હોય છે. જો તમે મીઠું અને કાર્બોહાઈડ્રેટનું વધુ પડતું સેવન કરો છો ત્યારે પણ પેટ ફૂલી જતું હોય છે. ખાસ કરીને જે લોકો સવારે ઉઠીને ચા પીવે છે તેમને પણ આ રીતે સમસ્યા થતી હોય છે.
આદુ ખાવાથી રાહત થાય છે : આદુને ખુબજ પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે તેથી જ તો આદુનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે જો કે આદુનું સેવન મોટા ભાગે જોઈએ તો શિયાળામાં સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. શિયાળામાં આદુને ચામાં નાખીને પણ તેનું સેવન કરી શકો છો.
આદુનું સેવન તમે જો દરરોજ ઓછી માત્રામાં કરીને ખાઈ શકો છો તેમાં પણ ખાસ કરીને જે લોકોને પેટ ફૂલી જવાની સમસ્યા હોય છે તેમને આદુ ખાવું ફાયદાકારક છે. આદુમાં ઝીન્ગીબેઇન નામનું તેમાં એન્ઝાઈમ જોવા મળે છે. જે પ્રોટીનને સરળતાથી તોડી નાખે છે, પરિણામે જેની મદદથી પાચનમાં સમસ્યા રહેતી નથી.
વધુ પડતું કાકડીનું સેવન કરવું : કાકડી એ પાણીનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે જે લોકો બ્લોટિંગની સમસ્યાથી સતત હેરાન પરેશાન થતા હોય તો તેને કાકડીનું સેવન કરવાથી સારો એવો ફાયદો થાય છે. બ્લોટિંગ વાળા લોકોને માત્ર કાકડી જ નહિ પરતું જેમાં સૌથી વધુ પાણી હોય છે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
દહીં : દહીંમાં પ્રોબાયોટીક્સ સારા એવા પ્રમાણમાં મળી રહે છે, તે એક પ્રકારે બેક્ટેરિયા છે જેને શરીર માટે ખુબજ સારું માનવામાં આવે છે ખાસ કરીને આંતરડા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આમ, તમને પેટ ફૂલી જવાનું કારણ તેમજ તેની પાછળ ક્યાં ક્યાં ઉપાયો અજમાવવા જોઈએ તેના વિશે પણ માહિતી આપી.