આગામી ટુક સમયમાં વર્ષ 2022 પૂરું થવાની તૈયારી છે તેવામાં અમે તમને જણાવવા માંગીએ છીએ કે કેટલાક એવા આવતા વર્ષ 2023થી શિક્ષણ વિભાગમાં અમુક નિયમોમાં ફેરફાર થવાનો છે. શું શું ફેરફારો થશે ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ.
આગામી શૈક્ષિણક વર્ષ 2023થી ધોરણ 1 માં એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે કે જેમની ઉંમર 1 જુન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વિધાર્થીને 6 વર્ષ પુરા થવામાં 1 વર્ષ ઘટતું હશે તે વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેચાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. જે બાળકોના 6 વર્ષ સાવ પુરા થતા હશે તેમને જ પેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.
શું છે શિક્ષણ વિભાગનો પરિપત્ર: 23 ડીસેમ્બર 2020ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશની વય મર્યાદામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે તેમની વયમર્યાદા 5 ને બદલે 6 વર્ષની કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ રીતે પરિપત્રનો અમલ કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ KGમાં અભ્યાસ કરતા હોય તેમનું એક આખું વર્ષ બગડે એવી પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી આનો અમલ તેમણે વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે નર્સરી અને જુનિયર-સીનીયર તેમજ KGમાં જે બાળકો ભણે છે તેમને મુશ્કેલી ન પડે એટલા માટે આ નિર્ણય લીધો હતો. માટે જ આ નિર્ણય લેવા પાછળ સરકાર નવા નિયમનો અમલ વર્ષ 2023થી કરશે.
6 વર્ષ પુરા કરનારા બાળકોને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે: આપણા ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી જ પ્રવેશ આપવાનો નવો એક નિયમ બનાવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે.
વર્ષ 2023થી 6 વર્ષ પુરા કરનારા બાળકને જ પ્રવેશ મળશે: શિક્ષણ વિભાગે 6 વર્ષની ઉંમર નક્કી કરી લીધી છે પરંતુ તેમાં હજી છુટછાટની જાહેરાત કરી નથી. તેમણે વધુમાં એ પણ જણાવ્યું છે કે જે બાળકોના 6 વર્ષ પુરા થવામાં એક પણ દિવસ ઘટતો હશે તો તેમને પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. 2023-24થી એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી જે બાળકોના 6 વર્ષ પુરા થતા હશે તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ 1 માં પ્રવેશ આપવા દેવામાં આવશે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી આગામી ટુક સમયમાં જે નવો નિયમ બહાર અમલી કરવાનો છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.