ઘણા લોકો આજે કોઈને કોઈ ધંધાની શોધમાં હોય છે. જે લોકો ધંધામાંથી રૂપિયા કમાઈને કમાણી કરવા માંગતા હોય છે, જેના લીધે ઓછા ખર્ચ વધારે લાંબા સમય સુધી આવક આવે તેવો ધંધો લોકો પસંદ કરે છે.
જયારે ઘણા લોકો એવા પણ બિઝનેશ શરૂ કરતા હોય છે, કે જેમાં તેને આવડત ન હોય. છેવટે આવો ધંધો શરુ કરવાથી ફાયદાની જગ્યાએ નુકશાની આવે છે અને એક સમયે ધંધો બંધ પણ કરવો પડે છે. જયારે આ બધા જ ધંધામાં ખેતીવાડી એવો ધંધો છે કે જેમાં થોડી ઘણી માહિતી હોય તો પણ તમે ઘણા રૂપિયા કમાઈ શકો છો.
ખેતી વાડી અને બાગાયત એક એવો રોજગાર છે કે જે બધા જ લોકો ખરી શકે છે. આજે અમે ખેતીવાડી સાથે જ સંકળાયેલા આયુર્વેદમાં ઉપયોગી એવા એલોવિરાના ઉછેરની માહિતી આપી રહ્યા છીએ. આજના સમયે આ એલોવીરાની ખુબ જ માંગ છે. વિશ્વમાં ચાલી રહેલી મહામારીના સમયે લોકો પોતાના ધંધા અને રોજગાર બંધ થવાથી ખેતીવાડી તરફ વળ્યા છે. કારણ કે આ ધંધો ગમે તેવી મહામારીમાં પણ ચાલુ રાખવો પડે તેમ છે. કારણ કે દેશમાં ખોરાક અને અન્ન ખેતીવાડી જ પૂરો પાડે છે. એલોવીરાનો ઉછેર માત્ર 50 હજાર રૂપિયા લગાવીને કરી શકાય છે.
આ મામુલી રૂપિયાનું રોકાણ વર્ષો સુધી સારી આવક આપે છે. કારણ કે આજે આયુર્વેદિક પ્રોડક્ટમાં દવાઓ અને સૌન્દર્ય પ્રસાધનો બનાવવા માટે એલોવીરાની ડીમાંડ ખુબ જ રહેલી છે. જેથી તમને સારી એવી આવક કરી આપે છે. હાલના સમયમાં એલોવીરા ની ખુબ જ વધારે માંગ છે. તમને પ્રશ્ન થશે કે આ ખેતી તો કરી નાખીએ પણ તેને વેચવા માટે ક્યાં જશું. તો તેનો પણ જવાબ તમને આપી દઈએ.
એલોવીરા ને તમે હોલસેલમાં ઓનલાઈન પણ વેચી શકો છો. ઘણી બધી આયુર્વેદિક સંસ્થાઓ એલોવીરા અને બીજી ઓર્ગેનિક વસ્તુ તમારી પાસે થી ખરીદશે. પછી તેમાંથી તે એલોવીરા જેલ અને જ્યુસ બનાવી ને બજારમાં વેચાશે. તમે પણ ઘરે એલોવીરા જ્યુસ અને જેલ બનાવી ને ઓનલાઈન વેચાણ કરી શકો છો.
આ એલોવીરાનું ઉછેર કાર્ય તમે કોઈ પણ પ્રકારની જમીનમાં કરી શકાય છે. આ એક એવી આવક આપે કે જે જેને એક વખત લગાવ્યા બાદ તેનાં મૂળમાંથી અનેક મૂળ ફૂટે છે અને સતત તેમાં વધારો થતો રહે છે. જેથી કરીને તે કમાણી સતત વધતી જાય છે તેમજ ફરી વખત ઉગાડવાની જરૂર પડતી નથી.
આ એલોવીરાની પ્રોડક્ટ તમે જાતે જ બનાવી શકો છો. આ માટે તમારે કેવી રીતે બનાવવું એ જાણી લેવું જોઈએ. ખાસ કરીને તમે એલોવીરા જેલ અને જ્યુસ તમારી જાતે જ બનાવી શકો છો. જે માટે તમે પોતે જ યુનિટ સ્થાપી શકો છો. એનો 5 લાખ જેટલા રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ પછીથી તે સતત આવક આપ્યા રાખે છે.
આજના સમયે એલોવીરાની ખેતી ભારતના બધા જ વિસ્તારમાં વધવા લાગી છે. તેમ છતાં વસ્તીમાં થતો વધારો અને સતત પ્રોડકટની માંગને લીધે તે સતત આવક આપે છે. આ એલોવીરા જે જમીન ખેતી વલાયક ન હોય તેવા વિસ્તારમાં કરી શકાય છે. તેમજ તેમાં દવા, ખાતર કે જીવાત તેમજ કુદરતી પરીબળો તડકો, ઠંડી, વરસાદ કે વાવાઝોડાની અસર પણ આ છોડ પર થતી નથી તેથી તેની કાળજી રાખવાની પણ કોઈ જરૂર પડતી નથી.
આમ, એલોવીરાની ખેતી કે ખુબ જ સારી અને કોઈ માવજત વગર જ આવક કરતી ખેતી છે. જેથી કોઇપણ લોકો આ ખેતી કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.