અમે તમને આજે એક એવી સરસ માહિતી આપી દઈશું કે જે જાણીને તમે ખાસ નવાઈ અનુભવશો કે ખરેખર આવું થતું હશે ? તમે જાણો જ છો કે કોઇપણ વ્યક્તિ હોય કે જેમની ઊંઘ પૂરી ન થતી હોય તો તેને ચેન પડતું નથી, તેમજ તેને કેટલીક વખત સતત માથું દુખતું હોય વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.
ઘણી વખત અમુક ગૃહિણીઓને એવી આદત હોય છે કે તે બપોરે સુવે નહિ તો તેમનો આખો દિવસ જાણે બગડી જતો હોય તેવું સતત લાગે છે. પરંતુ જો ડોકટર હોય કે આયુર્વેદ ડોક્ટર તે હંમેશા બપોરે સુવાની સતત ના પાડતા હોય છે. જે લોકો બપોરે સુવે છે તેના શરીરમાં ચરબીનું પ્રમાણ ખુબજ વધતું જાય છે. એટલા માટે બને તો બપોરે ન સુવું જોઈએ.
હવે આપણે વધુમાં માહિતી મેળવી લઈએ તો રાત્રે ઘણાબધા લોકો ઊંઘા સુતા હોય અથવા તો કોઈને ચત્તા સુવાની ટેવ હોય છે, કોઈને ડાબા કે જમણા પડખે એમ અલગ અલગ રીતે સુવાની ટેવ હોય છે, તેનાથી તેમના સ્વાસ્થ્ય ઉપર અસર પડતી હોય છે.
આયુર્વેદમાં એવી ઘણીબધી રીતો વિશે જણાવવામાં આવ્યું છે કે તમારે કઈ રીતે સુવું જોઈએ ? તેનાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે આ ઉપરાંત પણ તમારે જો ઝડપથી ઊંઘ લાવવી હોય તો શું શું કરવું જોઈએ ? તેમજ કેટલો સમય સુધી ઊંઘ લેવી જોઈએ ? વગેરે વિશે જરૂરી એવી માહિતી તમને આપીશું.
ઊંઘની સીધી જ અસર આપણા શરીર ઉપર પડી શકે છે, જો કોઈ વ્યક્તિને નિંદર પૂરી ન થાય તો તે બીમાર પડી શકે છે એટલા માટે પુરતી ઊંઘ લેવી તે ખુબજ જરૂરી છે. વધુ પડતા ઉજાગરા, વધુ પડતું સ્ટ્રેસ વગેરે જેવી બીમારીને કારણે ઉઘ અધુરી રહેતી હોય છે.
કેવી રીતે તમારે સુવું જોઈએ ? અત્યારે જોઈએ તો મોટા ભાગના લોકોને સુવાની અલગ અલગ આદત હોય છે જેમ કે ઊંઘા સુતા હોય, આડા સુતા હોય, એક પગ બીજા પગ ઉપર ચડાવીને સુતા હોય, જમણા પડખે સુતા હોય, ડાબા પડખે સુતા હોય આવી અલગ અગલ સ્થિતિમાં લોકો સુતા હોય છે પરંતુ આયુર્વેદ મુજબ વાત કરીએ તો તેમાં ડાબા પડખે સુવાનું સૌથી વધુ મહત્વ દર્શાવ્યું છે.
ડાબા પડખે સુવાના અસંખ્ય ફાયદાઓ : ડાબા પડખે એટલા માટે સુવાનું કહેવામાં આવ્યું હોય છે કે માણસનું જઠર ડાબી બાજુ સહેજ નમેલું હોય છે માટે જો જમી લીધા પછી ડાબા પડખે સુવામાં આવે તો ખાધેલો ખોરાક જઠરમાં જાય અને તે સરળતાથી પાચન થઇ જતો હોય છે. તેથી એમ કહેવામાં આવ્યું છે કે ડાબા પડખે જો સુવામાં આવે તો ખાધેલો ખોરાક ઝડપથી પચી જાય છે અને પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરતુ રહે છે.
ઘણા લોકો એવા હોય છે કે તેમને પથારીમાં સીધા સુવાની ટેવ હોય છે. પરંતુ તેનાથી બને છે એવું કે ઘણી વખત ડોકનો, કે પીઠનો દુખાવો કે પછી કરોડરજ્જુનો દુખાવો થઇ જતો હોય છે. જો તમે સીધા સુવા માંગતા હોવ તો તેનો એક ફાયદો પણ થાય છે કમર સીધી રહે છે તો ઘણીબધી બીમારીઓથી તમે બચી શકશો.
આ સીધા સુવાની સ્થિતિ તમને ઘણીવખત હાનિકારક પણ સાબિત થાય છે. એટલા માટે હંમેશા ડાબા પડખે જ સુવું જોઈએ. ઘણી વખત કોઈને નસકોરા વધારે પડતા બોલતા હોય તો ઉંધા સુઈ જવાથી ફાયદો થાય છે. પરંતુ તમારે કાયમી માટે આ ટેવ રાખવી જોઈએ નહિ. નહીતર તમને કમરને લગતો, ડોકને લગતો, પેટનો દુખાવો તેમજ હાર્ટને લગતી સમસ્યા વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.
આ ઉપાયો અજમાવવાથી ઝડપથી આવશે ઊંઘ : દરેક શરીરમાં બે પ્રકારના હોર્મોન્સ અલગ અલગ હોય છે. 1) Melatonin અને 2) Cortisol. જે સારી ઊંઘ લાવવા માટે જવાબદાર હોય છે. માટે જો તમારું મગજ શાંત અને કોઇપણ વિચારો વગરનું હોય તો તે સમયે melatonin નું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. તે વખતે તમને શરીરમાં સારી એવી ઊંઘ આવે છે.
કોઈ વખત Cortisol શરીરમાં વધારે હોય એટલે કે કોઇપણ વાતને લઈને વધુ પડતું ટેન્શન હોય તો તમને તેને લીધે ઊંઘ આવતી નથી. તે સમયે રૂમમાં જઈને એકદમ અંધારું કરી નાખવું ફાયદો કરે છે. ત્યારબાદ રૂમમાં લાલ રંગની ડીમ લાઈટ હોય તો ચાલુ રાખવી.
તમારા રૂમનું તાપમાન બને તો 16 થી 20ની વચ્ચે રાખવું. તે સમયે તમારા શરીરનું તાપમાન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો તમે ટેન્શનમાં હોવ કે બીજી કોઇપણ પ્રકારની વાતને લઈને તમારે જો મન શાંત કરવું હોય તો સુતાં પહેલા સ્નાન કરવું ખુબજ જરૂરી છે જેથી કરીને શરીર સ્વચ્છ થશે અને ઊંઘ પણ સાવ સારી આવશે.
બાળક અથવા તો મોટી ઉંમર વાળા વ્યક્તિએ કેટલા કલાક સુવું જોઈએ : નેશનલ સ્લીપ ફાઉન્ડેશનની એક ટીમ છે તેમના રિસર્ચ મુજબ વાત કરીએ તો તેમાં તેણે સંપૂર્ણ માહિતી આપેલી છે કે તંદુરસ્ત માણસે કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ.
જયારે 0 થી ૩ મહિનાનું નાનું બાળક હોય ત્યારે તેમને 14 થી 17 કલાક જેટલી ઊંઘ લેવી જરૂરી છે. જયારે બાળક 4 મહિના કે તેનાથી પણ વધારે ઉંમરનું થાય ત્યારે 12 થી 15 કલાક સુધીની તેમને ઉંઘ લેવી જોઈએ. જયારે બાળક 1 થી 2 વર્ષનું થાય ત્યારે તેમને 11 થી 14 કલાક જેટલી ઉંઘ લેવી જરૂરી છે.
બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ ઉઘમાં ઘટાડો થતો જાય છે. તેમજ તેમની ઉંમર જ્યારે ૩ થી 5 વર્ષની થાય છે ત્યારે તેમની ઉંઘ 10 થીં 13 કલાક સુધીની હોય છે તથા 6 થી 13 વર્ષનું જયારે બાળક થાય છે ત્યારે તેમની ઉંમર 9 થી 11 કલાક તથા 14 થી 17 વર્ષની તેમની ઉંમર થાય ત્યારે ઉંઘ 8 થી 10 કલાકની ઊંઘ હોવી જોઈએ.
ત્યારબાદ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ યુવાન થાય છે અને તે પુખ્ત વયમાં પ્રવેશ કરે છે ત્યાં સુધીમાં એટલે કે 18 થી 64 વર્ષના થાવ ત્યાં સુધીમાં તેમની સામાન્ય ઊંઘ 7 થી 9 કલાકની હોવી જોઈએ. તેમજ જયારે તમે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના થાવ છો ત્યારે તમારે માત્ર 7 થી 8 કલાક જ સુવું જોઈએ.
આ રીતે જ તે દરેક વ્યક્તિની અલગ અલગ ઉંમરે અલગ અલગ ઉંઘનું પ્રમાણ હોય છે માટે દરેક ઉંમરે તમારે ઉંઘ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તમારે બની શકે તો રાત્રે સુતી વખતે લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ, આઈપેડ જેવી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ ન કરવો જોઈએ.
આ ઉપરાંત તમારે આખા દિવસ દરમિયાન જે કામ કર્યું હોય તેને રાત્રે સુતી વખતે મગજમાંથી કાઢી નાખવું જોઈએ. જેથી કરીને તમારા મગજને શાંતિ મળે છે અને જલ્દીથી ઉંઘ પણ તમને આવી જાય છે. પરંતુ તમે જો હંમેશા ડાબા પડખે સુવાનું રાખો છો તો ખુબજ સારામાં સારો ફાયદો થાય છે અને નીરોગી પણ રહો છો. જમણા પડખે બને તો ન સુવું જ સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે તે શરીર માટે હાનિકારક છે.
આમ, તમને ક્યાં પડખે સુવાથી શું શું ફાયદો થાય છે ? તેમજ કઈ કઈ ઉંમરની વ્યક્તિએ કેટલી ઉંઘ લેવી જરૂરી છે ? તેના વિશે જરૂરી એવી તમને માહિતી આપી.