ફરી વખત કોરોના ઉથલો મારી રહ્યો છે ત્યારે અલગ અલગ દેશોમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો ખુબજ વધી રહ્યા છે તેવામાં આપણા ભારત દેશમાં અમુક કોરાનાના કેસો નોંધાઈ ચુક્યા છે માટે આપણી કેન્દ્ર સરકારે તાત્કાલિક બેઠક બોલાવીને ખાસ જાહેરાત અને જરૂરી એવા આ કોરોનાને લગતા નિર્ણયો લઇ લીધા છે.
અમે આજે તમને આ વધી રહેલો કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારે ક્યાં ક્યાં જરૂરી નિર્ણયો લઇ લીધા છે ? તેના વિશે જરૂરી માહિતી આપી દઈશું. તેમજ નવી સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી દઈશું.
ફરી વખત ઉથલો મારેલા કોરોના એ ચીનમાં કાળો કહેર વર્તાવ્યો છે તે હવે સમગ્ર વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા આ જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર ખાસ સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના બાદ પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડો. V K પોલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી.
તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ભીડ હોય છે તે વિસ્તારમાં માસ્ક જરૂર પહેરવું તેમજ તેમણે વધુમાં એ જણાવ્યું હતું કે જેમણે પણ હજુ સુધી બુસ્ટર ડોઝ નથી મેળવ્યો તે લોકોએ શક્ય એટલી વહેલી તકે મેળવી લેવો કારણ કે તેની મદદથી કોરોના ને આગળ વધતો અટકાવી શકાય છે.
નીતિ આયોગના સભ્યએ શું કહ્યું છે ? કોરોનાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે તેમાં નીતિ આયોગના સભ્ય એવા ડો. V K પોલે કહ્યું હતું કે જ્યાં પણ સૌથી વધુ ભીડવાળી જગ્યા હોય ત્યાં બને ત્યાં સુધી જવું નહિ તેમજ જો જવું હોય તો માસ્ક અવશ્ય પહેરીને જ જવું તેમજ કોઈને સ્પર્શ ન થાય તે જવું.
જો તમે ઘરની અંદર હોવ કે બહાર હોવ માસ્ક અવશ્ય પહેરવું તથા કોમોડિટી ધરાવતા લોકોએ અથવા તો જે લોકો વૃદ્ધ છે તેમને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 27 થી 28 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. આપણે તે રેશિયાને વધારવો પડશે. તે વધુમાં જણાવે છે કે અમે વરિષ્ઠ નાગરિકોને આ ડોઝ લાગુ કરવા માટે અપીલ કરીએ છીએ. બુસ્ટર ડોઝ લેવો બધા માટે ફરજીયાત છે.
યોજાયેલી બેઠકમાં ક્યાં ક્યાં મુદ્દાઓ વિશે વાત કરી હતી ? તેમને જે બેઠક યોજી હતી તેમાં ખાસ કરીને જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તેના વિશે વાત કરીએ તો તેના ઉપર સતત મોનીટરીંગ વધારવામાં આવશે. ટેસ્ટીંગ વધારવામાં આવશે, રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે, નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી, દર અઠવાડિયે એક બેઠક યોજાશે, ઉડ્ડયન માટે તેમણે કોઈ સલાહ નથી તેવું જણાવ્યું છે.
આમ, અમે તમને દેશમાં ફરી એકવખત કોરોનાએ ઉથલો માર્યો છે તેના વિશે તમને માહિતી આપી તથા આ કોરોનાથી બચાવ માટે શું શું તકેદારી રાખવી પડશે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.