શિયાળામાં હાર્ટ એટેક આવતા પહેલા તમને અમુક લક્ષણો દેખાતા હોય છે તે જાણવું ખુબજ જરૂરી છે. અત્યારે મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે હાર્ટ એટેક ન આવે તેના માટે કેટલી કાળજી અને સાવચેતી રાખવી જોઈએ ? અમે તમને આજે એ બતાવવા જઈ રહ્યા છીએ કે જેની માહિતી તમને ખુબજ મહત્વપૂર્ણ થશે.
અત્યારે ચાલી રહેલી શિયાળની આ ઠંડી ઋતુમાં હાર્ટ એટેકના કેસ ખુબજ વધી જતા હોય છે માટે હદય રોગના દર્દીઓએ શિયાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ. આ બાબત પ્રત્યે જો તમે થોડી બેદરકારી રાખશો તો તે ક્યારેક જીવલેણ પણ બની જતી હોય છે.
અમે તમને આજે એ પણ જણાવી દેશું કે શિયાળામાં હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે ? શિયાળા દરમિયાન લોહીને હદય સુધીં પહોચાડતી ઘણી રક્તવાહિનીઓ સંકોચાય છે. વધુમાં માહિતી મેળવીએ તો શિયાળા દરમિયાન શરીરને વધુ ઉર્જાની જરૂર પડતી હોય છે. આ જરૂરીયાતને પૂરી કરવી હોય તો તમારી રકતવાહિનીઓ સંકોચવા લાગે છે. તમને વધુમાં એમ પણ જણાવી દઈએ કે શીયાળામાં ન માત્ર ધમની જ સંકોચાય પરંતુ આપણી ત્વચાની ધમની પણ થોડી સંકોચાય જતી હોય છે તેથી તે ફાટવાની શક્યતાઓ વધારે છે.
મોટા ભાગના લોકો શિયાળા દરમિયાન સામાન્ય રીતે કસરત કરવાનું બંધ કરી દેતા હોય છે તેમજ હરવા-ફરવા નું પણ સાવ બંધ કરી દેતા હોય છે. આ શિયાળાના દિવસો દરમિયાન પ્રદુષણ પણ સતત વધતું હોય છે તેમજ ઘટતું પણ હોય છે. જેના કારણે હદયને ઓક્સિજન ઓછો મળે છે આ ઉપરાંત જો તમે શિયાળામાં થોડી બેદરકારી રાખશો તો શરદી, અસ્થમાનો હુમલો આવી જાય છે તેનાથી હાર્ટ એટેકની સમસ્યા વધી શકે છે.
તમને જણાવી દઈએ કે શિયાળા દરમિયાન શરીરનું તાપમાન ઓછુ રહેતું હોય છે આવી સ્થિતિમાં શરીરને તેમનું તાપમાન જાળવી રાખવા માટે વધુ તણાવ લેવો પડે છે. જેના કારણે બીપી વધવાની સંભાવનાઓ રહે છે જે હાર્ટ એટેકને આમંત્રણ આપે છે.
શિયાળામાં હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ: જો તમને હદયને લગતી કોઇપણ પ્રકારની દવા ચાલી રહી હોય તો તેને સાવ બિલકુલ બંધ કરવી ન જોઈએ તમારે દવા નિયમિતપણે શરુ જ રાખવી. જો વધુ પડતી સમસ્યા હોય તો ડોક્ટરનો જરૂર સંપર્ક કરવો. શિયાળામાં તમારું બ્લડ પ્રેશર વધી રહ્યું હોય તો તેને ઘટાડવા માટે દવા ખુબજ જરુઈ ભાગ ભજવે છે એટલે ડોક્ટરની યોગ્ય સલાહ મુજબ દવા વાપરવી જોઈએ.
આ ઉપરાંત ઘણા લોકો ઠંડીથી બચવા માટે ઘરમાં જ પડ્યા રહેતા હોય છે અને ચાલવાનું બંધ કરી દેતા હોય છે પરંતુ તમારે ચાલવાનું બિલકુલ બંધ ન કરવું જોઈએ. વહેલી સવાર કરતા થોડા સમય પછી પણ ચાલવાનું શરુ જ રાખવું જોઈએ.
હાર્ટ એટેક પહેલાના લક્ષણો શું હોય છે: જો તમને હાર્ટ એટેક આવવાનીં સંભાવનાઓ છે તો તેની પહેલાના કેવા કેવા લક્ષણો જણાતા હોય છે ? તેના વિશે વાત કરી લઈએ તો છાતીમાં દુખાવો થવો, ભારેપણું લાગવું, માથામાં થોડો દુખાવો થવો, નબળાઈ અનુભવવી, પરસેવાની અચાનક શરૂઆત થાય છે, ખભા અને બંને હાથમાં દુખાવો થવો તેમાં પણ ખાસ કરીને ડાબી બાજુ દુખાવો થવો, ચાલવું મુશ્કેલ બની જતું હોય છે, કેટલાક લોકોને જડબામાં દુખાવો થાય તેવું પણ લાગે છે તેમજ આખું શરીર ઠંડુ પડી જાય છે.
જમતી વખતે રાખવી પડતી સાવચેતીઓ : જે લોકો હદય રોગથી સતત પીડાઈ રહ્યા છે તેમને શિયાળાની ઋતુ દરમિયાન તેમના આહારમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ તેમણે વધુ પડતો તેલ કે મસાલાવાળો ખોરાક ન ખાવો જોઈએ, માંસ ખાવાનું ટાળવું જોઈએ, શિયાળામાં લગ્નનો સમયગળો શરુ થઇ જતો હોય છે આવી સ્થતિમાં તમારે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હાર્ટ એટેકના લક્ષણો દેખાય ત્યારે શું કરવું જોઈએ: જો તમને આવા અમુક લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલે જાવું અને ત્યાં 2 જરૂરી એવા ટેસ્ટ કરાવી લેવા 1 ) ટ્રોપોનીન ટેસ્ટ અને 2) ECG આની મદદથી તમે જાણી શકશો કે હાર્ટ એટેક આવ્યો છે કે નહિ. જો તમને ખાતરી થાય કે હાર્ટ એટેક આવ્યો છે અથવા તો નસો બ્લોકેજ છે તો એન્જીયોપ્લાસ્ટીની જરૂર પડી શકે છે.
આમ, તમને હાર્ટ એટેક વિશે સંપૂર્ણ માહિતી આપી કે હાર્ટ એટેક આવવાના લક્ષણો, હાર્ટ એટેક આવે ત્યારે શું શું પગલા લેવા ? કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ ? વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી.