અત્યારે આમ જોઈએ તો શરીરના તમામ અવયવો ખુબજ જરૂરી છે તેમ છતાં પણ માનવ શરીરમાં લોહીનું સૌથી વિશેષ મહત્વ દર્શાવ્યું છે કારણ કે જે માણસનું લોહી અશુદ્ધ હોય અથવા તો તેમના લોહીમાં ખામી હોય તો તેમના જીવનમાં ઘણીબધી મુશ્કેલીઓ પડતી હોય છે.
તમે જાણો જ છો કે માનવ શરીર એ કુદરતની શ્રેષ્ઠ રચના છે. આપણું શરીર કુદરતે એવી રીતે બનાવ્યું છે કે તેમાં રહેલી દરેક વસ્તુએ એકબીજા સાથે જોડાયેલી છે. આપણા શરીરમાં શરીરના અંગો, મસ્ક્યુલર સીસ્ટમ, નર્વસ સીસ્ટમ, હાડકાં, કોષો વગેરે મળીને શરીરના દરેક કાર્ય માટે જવાબદાર હોય છે.
આપણા શરીરમાં લોહીએ એક અગત્યનું અવયવ છે કે તે લોહીના કોષોમાં ઓક્સિજનને વહન કરવાનું કામ કરે છે જેથી તેઓ યોગ્ય રીતે કામ કરી શકે છે. તે ખોરાકમાંથી શરીરના અલગ અલગ કોષોમાં હોર્મોન્સ, પ્રોટીન, ચરબી અને જુદા જુદા પોષક તત્વોનું વહન કરે છે.
પુખ્તવયના વ્યક્તિ ના શરીરમાં કેટલું લોહી હોવું જોઈએ ? એક સંશોધન મુબજ જે લોકો પુખ્ત વયના એટલે કે યુવાન હોય છે તેમના શરીરમાં લગભગ 4.5 થી 5.7 લીટર લોહી હોય છે. સ્વસ્થ જીવન માટે આપણા શરીરમાં રહેલું લોહી કોઇપણ પ્રકારના અવરોધ વગર ચાલે તે ખુબજ જરૂરી છે. આ પ્રક્રિયા ચાલે તે પહેલા તો નક્કી કરી લેવું પડે છે કે તમારું લોહી એકદમ શુદ્ધ હોવું જરૂરી છે.
શુદ્ધ લોહીના ફાયદાઓ : શુદ્ધ લોહી હોવાના ઘણાબધા ફાયદાઓ થતા જોવા મળે છે જેમ કે તમને ત્વચાને લગતી સમસ્યાઓ થાય જેવી કે ખીલ થવા, ફોલ્લીઓ થવી તેમજ શુષ્ક ત્વચા જો તમારી થઇ જતી હોય તો તમારું લોહી શુદ્ધ હશે તો આ બધી જ સમસ્યા માંથી તમને સાવ છુટકારો મળે છે આ બધી જ સમસ્યાઓ લોહી ખરાબ હોવાના કારણે થતી હોય છે તેમજ જો તમને એલર્જી, માથાનો દુખાવો, ઉબકા જેવી સમસ્યાઓ લોહીમાં ઝેરના કારણે થતી હોય છે પરંતુ જો તમારા શરીરમાં શુદ્ધ લોહી હોય તો તમે આ સમસ્યાથી બચી શકશો.
જ્યારે તમારા શરીરમાં શુદ્ધ લોહી હોય ત્યારે કીડની, હદય, લીવર, ફેફસા, અને લસીકાતંત્ર પણ સારી રીતે કાર્ય કરશે. તમારું લોહી જયારે શુદ્ધ હોય છે ત્યારે વિટામિન્સ અને પોષકતત્વો વધુ સારી રીતે પરિભ્રમણ કરી શકે છે. તો આપણે એવા અમુક સારા ખોરાક વિશે પણ તમને માહિતી આપી દઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા : ઘણા લોકોને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું પસંદ હોતું નથી. પરંતુ લીલાં શાકભાજીમાં જરૂરી એવા પોષકતત્વો અને એન્ટીઓક્સીડેંટથી તે ભરપુર હોય છે તેનું સેવન કરવાથી ઘણીબધી બીમારીઓને શરીરમાં પ્રવેશ કરવા દેતું નથી.
તમે જો લીલા શાકભાજીમાં સરસોનું શાક, તેમજ પાલખનું સેવન કરી શકો છો તે તમારા લીવરમાં ઉત્સેસકો વધારવા માટે જવાબદાર હોય છે, તે લોહીમાં રહેલા ઝેરી તત્વોને દુર કરવાનું કામ કરે છે અને લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે.
તાજા ફળો ખાવા જોઈએ : લોહીને શુદ્ધ કરવા માંગતા હોવ તો તાજા ફળોનું હંમેશા સેવન કરવું જોઈએ જેમ કે સફરજન, આલું, નાશપતી તેમજ જામફળ વગેરે જેવા ફળોનું સેવન કરવું જોઈએ. આ ફળોમાં પેક્ટીન ફાઈબર વધુ પ્રમાણમાં જોવા મળતું હોવાથી તે લોહીને શુદ્ધ રાખે છે. તાજા ફળો લોહીમાં વધારાની ચરબીની સાથે તે નુકશાન કરતા અમુક રસાયણોને પણ દુર રાખે છે.
આ ઉપરાંત પણ ટામેટામાં જોવા મળતા મુખ્ય લાઈકોપીન ગ્લુટાથીઓન પણ ખતરનાક રસાયણોને દુર કરે છે. તેથી તમે તમારા આહારમાં સ્ટ્રોબેરી, બ્લેકબેરી તેમજ ક્રેન્બેરી જેવા ફળોનો સમાવેશ થાય છે જે લીવરને સ્વસ્થ રાખવામાં ખુબજ મદદરૂપ થાય છે.
ગોળ ખાવો ફાયદાકારક છે : આપણા આ ભારત દેશમાં ગોળનો ઉપયોગ સૌથી વધુ અને સારા એવા પ્રમાણમાં થાય છે. તે કુદરતી રીતે લોહીનું શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગી થાય છે. જો તમે રીફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરશો તો તેમાં ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી પાચનતંત્રને સાફ કરવામાં ખુબજ મદદ રૂપ થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે તેમજ શરીરમાંથી બધો જ કચરો દુર થાય છે.
ગોળમાં જોવા મળતા આયર્નના સારા એવા પ્રમાણની મદદથી હિમોગ્લોબીનના સ્તર વધારવા માટે ફાયદો કરે છે તેના ઉપયોગથી શરીરમાં સ્વસ્થ લોહી વહે છે તેમજ લોહીને શુદ્ધ પણ સારા એવા પ્રમાણમાં કરે છે. એટલા માટે શિયાળામાં તો ખાસ ગોળનું સેવન કરવું જોઈએ.
પાણીનું વધુ પડતું સેવન કરવું : આપણા શરીરમાં વધુ પડતું પાણી પીવું ખુબજ જરૂરી છે કારણ કે પાણી એ શરીરમાંથી તમામ પ્રકારના હાનીકારક રસાયણો અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, આયુર્વેદમાં કહ્યા અનુસાર પાણીનો ઉપયોગ લોહીને શુદ્ધ કરવા માટે થાય છે માટે તમે તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરી રાખો તથા બીજા દિવસે તેને સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.
હળદર : હળદર એ એક સૌથી કુદરતી ઉપચાર છે, જે બળતરા સામે લડવામાં મદદરૂપ થાય છે તેમજ તેના ઉપયોગથી આપણું લીવર તેના કાર્યને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. હળદરમાં રહેલા ક્યુમીન કમ્પાઉન્ડ શરીરમાં રહેલી તમામ તકલીફોને દુર કરવાનું કામ કરે છે.
અમુક નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં પોષક તત્વો વધુ પ્રમાણમાં મળે છે તથા તે લીવરને મજબુત બનાવે છે. શરીરમાં રહેલા લાલ રક્તકણોને વધારવા માટે ફાયદો કરે છે. આ સાથે તે કુદરતી રીતે લોહીને શુદ્ધ રાખે છે.
તમે જો લીંબુ, બ્રોકોલી નું સેવન કરશો તો પણ તે કુદરતી રીતે લોહીને સાફ કરવા માટે પણ ફાયદો કરે છે.