શરીરમાં પીત સંબંધી સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. આ રીતે બગડેલું પિત્ત નાના આંતરડામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના લીધે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.
વાત, પિત્ત અને કફની સમસ્યા આપણા શરીરમાં જોવા મળતી હોય છે. આ પિત્તની સમસ્યા આપણા નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને જઠરમાં જોવા મળે છે. જયારે આ પિત્ત વધારે પ્રમાણમાં જોવા મળે તો આ બગડેલા પિત્તની સમસ્યાનું શરીરમાં શોષણ થઈને તે લોહીમાં ભળી જાય છે.
આ સમસ્યાને ઠીક કરવાના ઘણા લોકો ઉપાયો કરવાની જગ્યાએ લોકો દવાઓ કરાવે છે. પરંતુ આ રીતે દવાના ઉપયોગથી તે શરીરમાં વધારે પડતી આડઅસર કરે છે. પરંતુ આ તકલીફને યોગ અને આયુર્વેદ દ્વારા ઠીક કરી શકાય છે. આ બંને પ્રયોગ કરીને પિત્તને શરીરની બહાર કાઢી શકાય છે. આ પિત્તનું બેલેન્સ કરવાના પ્રયોગ અમે જે ઉપાયો બતાવી રહ્યા છીએ તે કરવાથી આ પિત્તને ઠીક કરી શકાય છે. આ માટે સૌપ્રથમતો યોગ દ્વારા આ સ્મ્સ્યને કેવી રીતે મટાડી શકાય તે બતાવી રહ્યા છીએ.
પિત્તની સમસ્યાના ઈલાજ માટે આકર્ણ ધનુરાશન નામનું આસન ખુબ જ ઉપયોગી છે. આ એક એવું આસન છે કે જેને થોડો નાસ્તો કર્યા પછી પણ કરી શકાય છે. જો કે આ આસન ભરપેટ જમીને ક્યારેય પણ ન કરવા જોઈએ. જમ્યા પછી ત્રણ કલાકે આસન કરવાથી આપણા આંતરડાનું જે પિત્ત છે જેમાં નાનું આંતરડું અને મોટું આંતરડું હોય તેનું પિત વિરેચન દ્વારા એટલે કે ઝાડા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે આ પિત્ત ઉપાયો કરવાથી નસોમાંથી ખેચાઈ ખેંચાઈને બહાર નીકળી જાય છે.
બંને પગ આ રીતે સમાન રાખવાથી અને ત્યાર જમણા પગને બીજા પગ પર રાખીને ડાબા હાથથી જમણા હાથથી પાક્ડવો. આ પગને તેને તમારા ડાબા કાને અડાડવો. આ રીતે કાનને આ રીતે ટચ થવાની સ્થિતિને કર્ણ ધનુરાશન કરાવે છે. આ સ્થિતિમાં તમારે જેટલી સ્થિતિમાં રહી શકાય તેટલી સ્થિતિમાં રહેવું. આ પછી ધીમે ધીમેં પગને સીધા કરવા.
આ પછી આ જ સ્થિતિ બીજા પગે કરવી. જેમાં પણ ડાબા હાથથી જમણા પગના અંગુઠાને પકડવો. આ રીતે ડાબા પગનો અંગુઠો જમણા પગને અડાડવો. આ રીતે સામાન્ય શ્વાસોશ્વાસમાં જેટલા સમય સુધી રહી શકાય તેટલા સમય રહેવું. આ આસન કરવાથી આખા પેટ પર નાનું અને મોટા આંતરડા ઉપર દબાણ થવાથી ગેસ અને પિત્ત, વાયુ અને પિત્ત મળ દ્વારા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે એક રાઉન્ડ પૂરો થાય છે. આવા રાઉન્ડ ઓછામાં ઓછા પાંચ વખત કરવા. જેમાં વધુમાં વધુ 10 રાઉન્ડ પણ કરી શકાય છે.
આ રીતે સવારે પાંચ દશ વખત આ પ્રયોગ કરવો. તેમજ સાંજે ભૂખ્યા વેટે પાંચ વખત કરવો. આ ઉપાય કરવાથી બગડેલું પીત હોય તો બહર નીકળી જાય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા પિત્ત વમન અને વિરેચન દ્વારા બહાર કાઢી નાખવું જોઈએ. નહીતર આનાથી પિત્તના ભયંકર રોગો પેદા થાય છે. માટે કોઇપણ વ્યક્તિ આ આસન કરી શકે છે.
આયુર્વેદમાં ઉપાય કરવામાં આવે તો તેમાં તમારે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લાવવું. સાંજે સુતા પહેલા કોઇપણ માણસે તેને બે ચમચી જેટલું લેવું. આ ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લઈ શકાય છે. આ ઉપાય જે લોકોને કબજીયાત હોય તેને બીજી કોઈ ચૂર્ણ લેતા હોય તેવા લોકોએ માત્ર એક ચમચી જેટલું લેવું. માટે આ ઉપાય બંધ કરીને સ્વાદિષ્ટ આ વિરેચન ચૂર્ણ લેવું.
આ રીતે શરુઆતમાં અઠવાડિયામાં એક વખત આ ચૂર્ણ ફરજીયાત એક વખત લેવું. આ ચૂર્ણ લેવાથી બગડેલું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય છે અને આપણે પિત્તના રોગોમાંથી બચી શકીએ છીએ. આ ચૂર્ણ તમે અઠવાડીયામાં અઠવાડિયામાં એક વખત એવી રીતે તમે ઘણી વખત લઇ શકો છો.
આ ચૂર્ણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. તેમજ તેમાં વરીયાળી, સાકર, હરડે જેવા બધા જ પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. આ ઉપાય અઠવાડિયામાં એકથી બે વખત તમે કરશો તો તમને ખુબ જ ફાયદો થશે. આ ઉપાય કોઈપણ સારો વ્યક્તિ પણ લઇ શકે છે. જયારે પિત્તનો પ્રકોપ વધી જાય છે ત્યારે સળંગ બે ત્રણ દિવસ લેવાથી આ પિત્તને શાંત કરી નાખે છે.
આમ, આનાથી વધેલું પિત્ત બહાર નીકળી જાય છે. જેનાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર પણ થતી નથી. તેમજ શરીરમાં કોઇપણ સમસ્યા વગર જ કામ કરે છે. માટે તેનો આ આયુર્વેદિક ઉપાય કરવો ખુબ જ સરળ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.