અત્યારે ચાલી રહેલી લોકોની અસ્તવ્યસ્ત જીવનશૈલીમાં લોકોમાં ખાણી-પીણીમાં ખાસ એવો ફેરફાર થઇ ગયો છે. અમે આજે એવી સરસ મજાની ડાયાબીટીશને લગતી માહિતી તમને આપી દઈશું કે જે જાણીને તમને કંઇક નવી જ ડાયાબીટીશ વિશે માહિતી મળી જશે.
અમે તમને એવા ડાયાબીટીશને લગતા અમુક લક્ષણો વિશે તમને સમજ આપવા માંગીએ છીએ કે જે જાણીને તમે પણ ઘર બેઠા જાણી શકશો કે શું મારા શરીરમાં ડાયાબીટીશની શરૂઆત થઇ છે કે નહિ ?
તમે જાણો જ છો કે આજકાલના સમયમાં ડાયાબીટીશનો રોગ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે કદાસ જાણતા નહિ હોવ કે આપણી આસપાસ ઘણાબધા લોકો ડાયાબીટીશથી પીડિત જોવા મળે છે. મોટા ભાગના લોકો અત્યારે ડાયાબીટીશની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે. તેમજ ઘણા લોકો એવા હોય છે કે જે આ રોગથી બેદરકાર હોય છે જેનું તેને પરિણામ ભોગવવું પડતું હોય છે.
વારંવાર પેશાબ કરવા જવું : તમને જો વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો તે ડાયાબીટીશના પ્રારંભિક લક્ષણોમાં તે સૌથી સામાન્ય બાબત છે. જો તમારે પણ જરૂર કરતા વધુ પડતી વખત વોશરૂમ જવું પડતું હોય તો તમને ડાયાબીટીશની અમુક નિશાની હોઈ શકે છે. જો તમારા શરીરમાં શુગરની માત્રા વધી જાય તો તેને કીડની સંપૂર્ણ રીતે દુર કરી શકતી નથી પરિણામે બને છે એવું કે જે તે વ્યક્તિને વારંવાર વોશરૂમ જવું પડતું હોય છે.
વધુ પ્રમાણમાં થાક લાગવો : તમે જો પુરતી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવતા હોવ તો તમને ડાયાબીટીશની શરૂઆત હોઈ શકે છે. ડાયાબીટીશની પકડને કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ યોગ્ય રીતે તૂટી શકતા નથી. આવા સમયે જમી લીધા પછી અને ઉંઘ લઇ લીધા બાદ પણ થાકેલા હોઈએ તેવી ફીલિંગ આવે છે.
મોઢામાં ચાંદા પડવા : જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તો પહેલા તમારે એક વખત અવશ્ય ડોક્ટર આગળ જઈને ડાયાબીટીશ છે કે નહિ ? તે જોવડાવી લેવી જરૂરી છે.
વાગેલો ઘા રુજાતો ન હોય : જો તમને કોઇપણ પ્રકારનો ઘા વાગ્યો હોય અને તે રુઝાતો ન હોય તો પણ તમને ડાયાબીટીશની અસર છે તેવું કહી શકાય છે માટે તમારે પહેલા તો જે તે ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જરૂરી છે.
વધુ પડતી ભૂખ લાગે છે : જો તમને સામાન્ય કરતા વધુ પ્રમાણમાં ભૂખ લાગે તો સાવધાન થઇ જવું તેમજ વધુ પડતી ભૂખ પણ ડાયાબીટીશનું લક્ષણ બની શકે છે. ખરેખર જોઈએ તો શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન ન થવાને કારણે શરીરમાં રહેલા હાજર કોષો સુગરને શોષી શકશે નહિ. જેના કારણે શરીરમાં ઉર્જા યોગ્ય રીતે ઉત્પન્ન થશે નહિ. જેના કારણે વધુ ભૂખ લાગશે.
મોઢું સુકાઈ જાય છે : જો તમને ડાયાબીટીશના શરૂઆત ના લક્ષણો જણાતા હોય જેમ કે મોઢામાં શુષ્કતા અને ત્વચામાં ખંજવાળ આવતી હોય તો તેને પણ સામાન્ય કરી દેશે. તમારે જયારે વધુ પડતું વોશરૂમ જવું પડતું હોય છે જેમાં પાણીની વધુ માત્રામાં જરૂર પડતી હોય છે. જેના કારણે તમારું મોઢું વધુ પ્રમાણમાં સુકાઈ જતું હોય છે. તેની સાથે જ શરીરમાં પાણીની ઉણપને કારણે ત્વચામાં જે ભેજ હોય છે તે સાવ ઠીક થઇ જાય છે જેના કારણે ત્વચામાં ખંજવાળ આવે છે.
આંખોની રોશની ઓછી થઇ જવી : વારંવાર પેશાબ કરવાને કારણે શરીરમાં જે પ્રવાહી હોય છે તેમાં ખાસ ફેરફાર થતો હોય છે અને જેની અસર આપણી આંખો ઉપર પડતી હોય છે. આવી સ્થિતિમાં આંખોમાં તમને સોજો આવી જવો તેમજ કોઇપણ વસ્તુ જોવામાં તમને તકલીફ પડવા લાગે છે.
માટે જ તમારા શરીરમાં આવા અમુક લક્ષણો જણાતા જોવા મળે છે તરત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે.
આમ, અમે તમને જો તમારા શરીરમાં ડાયાબીટીશ છે કે નહિ ? અને જો હોય તો તેમાં શું શું લક્ષણો જોવા મળતા હોય છે ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.