આજે મારે તમને એક એવી ટ્રીક્સ બતાવવી છે કે જેની મદદથી તમારા આંતરડામાં વર્ષો જુનો નકામો કચરો પડ્યો હશે તો તે નીકળી જશે બહાર તેમજ જેમને પણ વર્ષો જૂની કબજિયાતની તકલીફ હશે તે પણ થઇ જશે એકદમ ઠીક. આયુર્વેદના કહ્યા અનુસાર બધા જ રોગોનું મૂળ કબજીયાત છે તથા એવું કહેવામાં આવે છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું તથા જેનું પેટ સારું એનું જીવન સારું.
અમે જે તમને ટ્રીક્સ બતાવીએ એ કેવળ કબજીયાત વાળાએ કરવી એવું જરૂરી નથી પરંતુ દરેક લોકોએ કરવી જોઈએ તો ચાલો તે ટ્રીક્સનું નામ જાણી લઈએ, તેનું નામ છે એક્યુપ્રેશર. જે લોકોનો જન્મથી જ કોઠો કબજીયાતનો હોય છે તેને કબજીયાતમાંથી થઇ જશે સાવ મુક્તિ. અમે તમને જે એક્યુપ્રેશરની ટ્રીક્સ બતાવી દઈએ તે તમે અપનાવશો તો એટલે જો તમને કબજીયાત હશે તો તે સાવ ઠીક થઇ જશે અને જો કબજીયાન નહિ હોય તો તમને ભવિષ્યમાં પણ કબજીયાત થવા દેશે નહિ તથા સાથે સાથે તમારા આંતરડાની અંદર વર્ષો જુનો ચોટેલો મળ છે તેને પણ દુર કરી દેશે.

જયારે આપણે ટોઇલેટમાં જઈએ છીએ ત્યારે ઘણા બધા લોકોને ટેવ હોય છે કે તે અંદર મોબાઇલ લઈને ટાઈમ પાસ કરતા હોવ છે તથા ઘણા લોકોને બીડી પીવાની ટેવ હોય છે તથા ઘણાને ગુટખા ખાવાની ટેવ હોય છે, કોઈને મસાલો ખાવાની ટેવ હોય છે તથા કોઈને પુસ્તક વાંચવાની ટેવ હોય છે. તમારે આ બધી જ ટેવોને દુર કરી દેવાની છે. તમારે ટોઇલેટમાં જઈને બંને કાનની બુટ્ટીને દબાવવાની છે એકદમ પ્રેશર આપવાનું છે.

ત્યારબાદ તમારે દાઢીની બરોબર વચ્ચે જ્યાં તમારી સ્વરપેટી આવેલી હોય છે તેની સહેજ ઉપર અને બરોબર વચ્ચે તમારે પ્રેશર આપીને તેને દબાવવાનું રહેશે. આ ક્રિયા કરવાથી તમારી પેરેસ્ટાઈલીક મુવમેન્ટ વધે છે તથા તમારે ટોઇલેટમાં 20 થી 25 મિનીટ સુધીનો સમય લાગતો હોય તો તમે આ ક્રિયા થોડો સમય શરુ કરી દ્યો એટલે 10 થી લઈએ 15 મિનીટમાં તમારો કોઠો થઇ જશે સાવ સાફ અને તમે એકદમ હળવાશ અનુભવશો.
આ ક્રિયા નિયમિત કરવાથી તમારો ટોઇલેટનો ટાઈમ પણ સાવ ઘટતો જશે પરિણામે તમારા ટાઈમમાં બચત થશે અને પેટ સાવ સાફ થઇ જશે. આમ, અમે તમને આ લેખ દ્વારા મુખ્ય બે અલગ અલગ એક્યુપ્રેશરની રીત બતાવીને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય અને તેનાથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.
મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને બીજા માટે અવશ્ય શેર કરજો જેથી બધા લોકો આનો લાભ લઇ શકે.