અત્યારે વિદેશોમાં અને એમાં પણ ખાસ કરીને ચીનમાં હાહાકાર મચાવી રહેલો નવો વાઇરસ કે જેને BF-7 ના નામથી ઓળખવામાં આવે છે તે કેસના માત્રને માત્ર 5 જ કેસો ભારતમાં આવતાની સાથે આપણી સરકાર એટલી બધી શા માટે એક્શન મોડમાં આવી ગઈ છે ? તેના વિશે તમને આજે વિગતવાર માહિતી આપી દઈશું.
આ BF-7 વાઈરસથી આપણા શરીરમાં શું શું અસર પડે છે ? તેના કેવા કેવા લક્ષણો જોવા મળતા હોય છે ? તેમજ આ વાઇરસથી રક્ષણ મેળવવા માટે આપણે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ ? વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈશું.
BF-7 ના ભારતમાં 5 કેસો પૈકી ૩ ગુજરાતમાં છે અને 2 ઓરિસ્સામાં છે ત્યારે આપણી સરકાર એકદમ ફફડી ઉઠી છે અને તે એક્શનમાં આવી ગઈ છે તેની પાછળનું શું કારણ છે ? તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું પરંતુ તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નહિ ફક્ત સાવચેતી રાખવાની જ જરૂર છે.
જયારે ચીનની અંદર BF-7 છે તે છેલ્લે આપણા દેશમાં જે ઓમીક્રોન વાઈરસ હતો તેનો સબ વેરીયંટ છે આ વાઇરસ પણ તેમાંથી જ ઉત્પન્ન થયેલો છે. તમે જાણો જ છો કે BF-7 વાઈરસ અત્યારમાં ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ પાછળનું મુખ્ય એક જ કારણ છે કે ચીનની જે વેક્સીન છે તે બધી જ નિષ્ફળ ગઈ છે તેમજ આપણને બધાને ખબર જ છે કે મેડ ઇન ચાઈના વધારે ટકતો નથી તેવી આપણી એક માન્યતા છે.
ચીનના લોકોમાં તેમની વેક્સીન એકદમ નિષ્ફળ ગઈ છે તેમજ આપણા ભારતના લોકો કરતા ચીનના લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમાં બળતામાં ઘી હોમવાનું કામ તેમની વેક્સીને કર્યું છે.
વેક્સીન નિષ્ફળ ગઈ ચીનના લોકોએ સમજી લીધું છે કે વેક્સીન લાગી ગઈ છે ત્યારબાદ લોકોને સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી કે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું ત્યારે આ નવો વાઇરસ ને કારણે હાહાકાર મચી ગયો આજની તરીખે ચીનની રાજધાની બૈજીંગમાં 70 ટકા લોકો આ નવા BF-7 વાઇરસની ઝપટમાં આવી ગયા છે.
ત્યાં લાશોના ઢગલા ખડકાયા છે. દવાખામાં જગ્યા નથી દર્દીઓ માટે દવાઓનો જથ્થો નથી દર્દીને આપવા માટે તેમજ સ્મશાનમાં લાશોને સળગાવવા માટે સહેજ પણ જગ્યા નથી.
એક નિષ્ણાંતે એવું કહ્યું છે કે આગામી ૩ મહિનામાં 60 ટકા વસ્ત્તી એટલે કે 80 કરોડ લોકો ચીનમાં આની ઝપેટમાં આવી જશે 80 કરોડ લોકો એટલે દુનિયાની 1.2 ટકા વસ્તી થઇ. લોકોઆ BF-7 વાઇરસથી મરે છે તેની પાછળનું એક જ કારણ છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમજ વેક્સીનથી જે રોગપ્રતિકારક શક્તિ વધવી જોઈએ તે વધી નથી અને પોતાનો જીવ ગુમાવી દે છે અને તેનો મૃત્યુઆંક વધે છે.
હવે તમે ખાસ યાદ રાખજો કે આપણા ભારતમાં ફકત 5 જ કેસ જોવા મળ્યા છે ત્યાં આપણી સરકાર કેમ આટલીબધી એક્શનમાં આવી ગઈ છે ? તેની પાછળના કારણની વાત કરીએ તો જે BF–7 વાઇરસની ઝડપે ચડી ગયા છે તે એક જ વ્યક્તિ એક જ દિવસમાં બીજા 15 થી લઈને 20 વ્યક્તિઓને અસરગ્રસ્ત કરે છે એટલે આ BF–7 વાઈરસ બહુ ઝડપથી આગળ ફેલાય છે.
આ પહેલા જે ડેલ્ટા નામનો વાઈરસ આપણા દેશમાં આવ્યો ત્યારે તેના લીધે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. તે ડેલ્ટા વાઇરસની જેટલી ઝડપ હતી તેના કરતા 20 ગણી વધુ ઝડપ આ વાઇરસની છે. એટલા જ માટે જ આપણી સરકાર દોડતી થઇ ગઈ છે.
આ BF–7 વાઇરસના લીધે મૃત્યુ ન થાય પરંતુ તે જો વધુ પડતો આગળ ફેલાઈ જશે તો જે નાના બાળકો છે કે જેણે હજુ સુધી વેક્સીન પણ લીધી નથી તેમજ વૃદ્ધ લોકો જે ઓછી ઈમ્યુનીટી શક્તિ ધરાવે છે તેવા લોકોને પણ આપણી સરકાર બચાવવા માંગે છે એટલે તે સૌથી વધુ જોશમાં કાર્ય કરી રહી છે.
છેલ્લે જે ઓમોક્રોન અહિયાં આવ્યો આખા દેશમાં હાહાકાર મચી ગયો કે આ નવો વાઈરસ આવ્યો પરંતુ તમને ખબર ન હોય તો કઈ દઈએ કે ઓમીક્રોન વાઇરસે આપણા ભારત દેશમાં બોવ નુકશાન કર્યું નથી. તેમજ ઓમીક્રોનથી એકપણ માણસનું મૃત્યુ થયું નથી. આ ઓમીક્રોન નોજ એક પ્રકાર છે.
એટલા માટે જ આપણે ચિંતા કરવાની જરૂર નથી કે ઓમીક્રોન સામે આપણને ઈમ્યુનીટી મળી ગઈ છે. આ BF–7 વાઈરસ ઓમીક્રોનનો જ ભાઈ છે એટલે આપણું કશું બગાડી નહિ શકે.
BF–7 વાઇરસના મુખ્ય લક્ષણો: BF–7 વાઈરસના મુખ્ય ત્રણ લક્ષણો જોવા મળતા હોય છે 1) તમારું ગળું પકડાઈ જવું, 2) ભયંકર તાવ આવવો, ૩) ખાંસી આવવી અને શરીરમાં ભયંકરમાં ભયંકર દુખાવો થાય છે. તેમજ આખું શરીર જકડાઈ જાય છે. તમને જેવો BF–7 વાઇરસનો ચેપ લાગશે એટલે વાર નહિ લાગે તેના ચિન્હો આવતા જો તમને આજે ચેપ લાગ્યો એટલે બીજા દિવસે તેના ચિન્હો દેખાવા લાગશે. ડેલ્ટા વાઇરસમાં એવું નહોતો તે વાઇરસ લાગી ગયા પછી એક અઠવાડિયા પછી લક્ષણો દેખાતા.
આપણે તો બે વેક્સીન લીધી છે અને એક બુસ્ટર ડોઝ લીધો છે, આ ત્રણેય ઈમ્યુનીટી આપડી સફળ ગઈ છે. તેમજ આ ડોઝે આપણી ઈમ્યુનીટી ઉભી કરી દીધી છે. તેથી જ આપણે નજરે જોયું છે કે ઓમીક્રોન વાઈરસ પણ આપણું કશું બગાડી શક્યું નથી તેથી આ વાઈરસ ઓમીક્રોન નો જ એક ભાગ છે એટલે BF–7 વાઇરસ પણ આપણું કશું બગાડી નહિ શકે. આપણે ત્રણ ત્રણ ડોઝ લીધા છે એટલે ખુબજ વધુ પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઉભી થઇ ગઈ છે.
આ BF–7 વાઇરસનો જો કદાસ ચેપ લાગે તો તેના લક્ષણો એટલા બધા ભયંકર હોવાથી આપણે હેરાન વધુ પ્રમાણમાં થવું પડે છે. એના લક્ષણો એટલા બધા ભયંકર છે કે માણસ તે સહન નહિ કરી શકે.
આ ચેપ જો ભારતમાં આવી જાય અને તેના લીધે ફેલાવો વધુ પ્રમાણમાં થતો હોવાથી વધુ લોકો તેની ઝપેટમાં ન આવે એટલા માટે અમુક ખાસ પગલાઓ લેવા જરૂરી છે. એટલા માટે પેલી કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે.
એક હજારે એક કેસ એવો હોય છે કે તેમની ઈમ્યુનીટી શક્તિ નેચરલ ડાઉન હોય છે તેમજ હજારે એક વ્યક્તિ તો કોઈ બીમારીથી પીડાતું હોય છે જેમ કે ડાયાબીટીશ, બીપી, કેન્સર વગેરે કે જેને ક્રોનિક બીમારી તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તે લોકોને નુકશાન ન થાય તેનો પણ જીવ બચી જાય તેથી સરકાર શરૂઆતના ફક્ત 5 જ કેસથી ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે.
આ વખતે અગાઉથી જ આપણા પ્રધાનમંત્રી મોદી સાબે જેટલા વિદેશમાંથી મુસાફરો આવે છે તેનું ટેસ્ટીંગ ફરજીયાતપણે કરવાનું. આ વખતે સરકાર ઊંઘમાં રહેવા માંગતી નથી, બધાનું ટેસ્ટીંગ ફરજીયાતપણે કરવાનો આદેશ આપી દીધો છે. આપણા દેશમાં જે લોકોને BF–7 વાઈરસ લાગેલો છે તેમની જરૂરી હિસ્ટ્રી લઈને તેમને કોરોન્ટાઇન કર્યા છે.
ઓમીક્રોન વાઈરસ RTPCR ને નિષ્ફળ કરે છે એટલે આપણી સરકારને વધુ પડતી ચિંતા છે. તમે જયારે RTPCR કરાવો એટલે તે તરત આવી જતું પોઝીટીવ કે નેગેટીવ તથા આ ઓમીક્રોન જે RTPCR ને ફેઈલ કરે છે એટલે તે હંમેશા પોઝીટીવ હશે તો પણ તે નેગેટીવ બતાવશે તેથી આપણે ઊંઘમાં રહેશું.
એના માટે તમે સીટી સ્કેન કરો છો તેમાં પણ ઓમીક્રોન તમને પકડાઈ જાય છે તથા MRI કરાવો તેમાં પણ ઓમીક્રોન તમને પકડાઈ જશે.
આપણી સરકાર RTPCR માટે નથી પહોચી વળતી તો પછી સીટી સ્કેન અને MRI માટે ક્યાંથી પહોચી શકશે. આવી પણ કેટલીક તેની નેગેટીવ અસરો છે એટલા માટે સરકાર થોડી વધુ ચિંતિત છે. આપણી સરકાર એટલા માટે જ વધુ એક્શનમાં આવી ગઈ છે કે આપણે આ વાઇરસને શરૂઆતથી જ આગળ વધતો રોકી દઈએ અને વધુને વધુ આગળ ફેલાતો અટકાવી દઈએ એટલા માટે આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ગભરાવાની જરૂર નથી.
આ BF–7 વાઇરસ આપણા કોઈનું કઈ પણ બગાડી નહિ શકે અથવા તો એવું નહિ કે મને BF–7 લાગુ પડ્યો છે અને ચીનમાં લાખો લોકો તેનાથી મરી ગયા છે અને તેથી હું પણ મરી જઈશ એવું ટેન્શન મગજમાં જરા પણ ન રાખતા.
તમે એક કહેવત સાંભળી હશે કે ડર ગયા છો મર ગયા તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. તમને ખબર છે કે આ આપણને ઓમીક્રોન વાઇરસ કંઈ પણ કરી નથી શક્યો તો આ BF–7 વાઇરસ પણ કશું નહિ કરી શકે માટે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું જરૂરી છે.જ્યાં ભીડવાળી જગ્યા હોય છે ત્યાં જવાનું ટાળજો તેમજ જવાની થાય તો માસ્ક પહેરીને જ જજો. તમારે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. આપણી ઈમ્યુનીટી જેમાંથી ઓછી થાય તેવા એકપણ પદાર્થ બહારથી ખાશો નહિ.
તમારે આ સમયગાળા દરમિયાન પૌષ્ટિક, સાદો, સાત્વિક અને હલકો ખોરાક ખાવો જોઈએ. તેમજ થોડા તમારે ભૂખ્યા રહેવું જરૂરી છે. આપણી જે ઇન્યુંનીટી શક્તિ ઓછી થયેલી છે તે ઇન્યુંનીટી જાળવી રાખવા માટે બને તો ઉપવાસ કરવા તેમજ જમતી વખતે થોડા ભૂખ્યા રહેવું ખુબજ જરૂરી છે. ઈમ્યુનીટી વધારવા માટે આટલું કરવું ખુબજ જરૂરી છે તમારે BF–7 વાઇરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ તેની સામે સાવચેત રહેવાની ખુબજ જરૂર છે.
આમ, BF–7 વાઇરસથી બચવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ ? તેમજ BF–7 વાઇરસથી સાવચેતી રાખવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.