આપણા શરીરમાં લીવરનું મુખ્ય કાર્ય જે ખોરાક આપણે ખાઈએ છીએ તેનું રક્ષણ કરવાનું અને શરીરને જરૂરી એવો પ્રોટીન પૂરો પાડવાનું કામ કરે છે લીવર. પરંતુ બને છે એવું કે જો આપણે સમયસર અને ન ખાવાના ખોરાક ખાઈએ એટલે તે આપણા લીવરને નુકશાન પહોચાડે છે તેમજ જંકફૂડથી લઈને ઘણીબધી એવી વસ્તુઓ હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે જો તમારા શરીરમાં લીવરનું ખરાબ હોવું તે શરીરને નષ્ટ કરવાનું પરંતુ ઘણીવખત મૃત્યુનું પણ કારણ બની શકે છે.
જો તમારું લીવર એક વખત ખરાબ થઇ ગયું પછી તે સારું ન થાય એ જરૂરી નથી જો તમે જરૂરી તેના લક્ષણો સમયસર ઓળખી જાવાથી વધુ ફાયદો થાય છે તથા તમને જો લીવર ખરાબ થવાના અમુક સંકેતો જણાય તો તરત જ અમુક વસ્તુઓનું સેવન કરવાનું સાવ બંધ કરી દેવાથી લીવર વધુ પડતું ખરાબ થતું નથી.
કઈ રીતે ઓળખશો લીવર ખરાબ થઇ રહ્યું છે તે: ઘણી વખત આપણા શરીર દ્વારા એવા સંકેતો મળતા હોય છે જે આપડી તબિયત સારી છે કે ખરાબ તે એના ઉપરથી જાણી શકાય છે મોટા ભાગે બને છે એવું કે જેવી આપડી તબિયત ખરાબ થવાની થાય છે ત્યારે આપણું શરીર જ આપણને અમુક સંકેતો આપતું હોય છે પરંતુ તેનો આપણને ખ્યાલ હોતો નથી તો ચાલો આપણે લીવર ખરાબ થવાના અમુક સંકેતો વિશે માહિતી મેળવી લઈએ.
જો તમારા પેટના ઉપરના ભાગમાં સોજો દેખાય તો પણ તમારું લીવર ખરાબ હોવાની શકયતાઓ છે તથા તમારો પેશાબ એકદમ ઘાટો થઇ જવો તમારી આંખો અને હાથનો રંગ પીળો થઇ જવો, તથા તમને સામાન્ય રીતે કમળાના અમુક લક્ષણો દેખાવા આ રીતે લક્ષણો જણાય તો સમજવું કે લીવરને લગતી અમુક સમસ્યા હોય છે.
તમારે ખાંડ કે મીઠાઇ ન ખાવી જોઈએ : લીવર ડેમેજ થવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે મેદસ્વીતાપણું તેના લીધે પણ આપણું લીવર ખરાબ થઇ શકે છે. જો તમારા પેટની ચરબી વધારે હોય તો તેની સીધી જ અસર તમારા લીવર ઉપર પડે છે માટે તમારે ખાંડ કે મીઠાઇ ખાવી જોઈએ નહિ. આ ઉપાય અજમાવવાથી વજન પણ ઘટશે અને લીવરને પણ ફાયદો કરે છે.
આલ્કોહોલ લીવરને ખરાબ કરી દે છે : જે લોકોં લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને માટે આલ્કોહોલ નું સેવન કરવું ખુબજ નુકશાન કરે છે ઘણી વખત બને છે એવું કે તેનું સેવન કરવાથી વ્યક્તિનું મૃત્યુ થવાની શકયતાઓ રહેલી છે. આલ્કોહોલમાં અલગ અગલ કેમિકલ હોય છે જે આપણા શરીરને નુકશાન કરે છે જેના કારણે આપણા લીવરમાં બળતરાથી લઈને ઘણીબધી નાની મોટી સમસ્યાઓ થાય છે જેના કારણે આપણું લીવર ખરાબ થઇ જતું હોય છે માટે દારૂનું સેવન કરવાનું સાવ ટાળવું જોઈએ.
મેંદો : તમારે મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું સાવ છોડી દેવું જોઈએ કારણ કે આ લોટમાં મિનરલ્સથી લઈને વિટામિન્સનું પ્રમાણ સાવ ઓછુ હોય છે અને તે પાચનશક્તિને પણ મંદ પાડી દે છે. મેંદામાંથી બનેલી વસ્તુઓ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ખુબજ મદદરૂપ થાય છે. માટે તમારે મેંદામાંથી બનેલી વસ્તુઓ જેવી કે પિઝ્ઝા, કચોરી, સમોસા, નાન, બર્ગર વગેરે વસ્તુઓ ખાવી જોઈએ નહિ.
રેડ મીટ ન ખાવી જોઈએ : જો તમે માંસાહારી છો તો તમારે લીવરને સુરક્ષિત રાખવા માટે એક મહત્વનું કામ કરવું પડશે તમારે રેડ મીટ ખાવાનું સાવ બંધ કરવું પડશે કારણ કે રેડ મીટ તમારા શરીરમાં પ્રોટીનના પ્રમાણને વધારવાનું કામ કરે છે પરંતુ બને છે એવું કે જો તમે વધુ માત્રામાં પ્રોટીનનું સેવન કર્યું તો તે તમારા લીવર માટે નુકશાન પણ કરે છે.
જંક ફૂડનું સેવન : જો તમે જંક ફૂડનું સેવન કરશો તો લીવર ખરાબ થઇ શકે છે ઘણી વખત આપણે સમયનો અભાવ કે સ્વાદ માટે જંકફૂડનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ તે આપણા લીવરને માટે ખુબજ નુકશાન કરે છે.
આટલી 7 વસ્તુઓનું સેવન કરવાથી લીવર રહે છે હેલ્ધી : લીંબુ : તમે જો દરરોજ એક ગ્લાસ ભરીને લીંબુ પાણીનું સેવન કરશો તો લીવર મજબુત રહે છે કારણ કે લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ભરપુર માત્રામાં મળી રહે છે તથા વિટામીન સી શરીરમાં રહેલા તમામ કચરાને બહાર કાઢવાનું કામ કરે છે તથા તેમાં રહેલા લીવરના કોષોને સક્રિય કરવાનું કામ કરે છે.
બીટ : બીટમાંથી ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી રહે છે જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે તથા તે લીવરને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તમે બીટને તમારા દરરોજના ડાયેટમાં સામેલ કરી શકો છો તમે બીટનું જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.
હળદર : તમે જાણો જ છો કે હળદર આરોગ્યની દ્રષ્ટિએ ખુબજ ફાયદો કરે છે પરંતુ હળદરમાં ઓક્સીડેટીવ ગુણો ભરપુર પ્રમાણમાં હોવાથી તે વધુ પડતા તણાવને મજબુત રાખે છે.
લસણ : તમે જો તમારા લીવરને તંદુરસ્ત રાખવા માટે તમારા આહારની સાથે સાથે લસણનો પણ ઉપયોગ કરી શકો છો. લસણના સેવનથી એન એ એફ એલ ડી વાળા જે લોકો હોય છે તેમને શરીરનું વજન અને ચરબી બંને વસ્તુ સાવ ઓછી થઇ જાય છે પરિણામે વધતા જતા વજનને કંટ્રોલ કરી શકો છો.
ગાજર : ગાજરમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ અને પોષકતત્વો રહેલા છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે ફાયદો કરે છે તમે ગાજરનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકો છો અથવા તો તેનું જ્યુસ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આમળાં : તમે લીવરને મજબુત અને સ્વસ્થ રાખવા માટે આમળાંનું સેવન કરશો તો તમને ખુબજ ફાયદો કરે છે. આમળાંમાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે જો એક વ્યક્તિ દરરોજ 2 થી 4 આમળાંનું સેવન કરે તો તેમને સારો એવો ફાયદો થાય છે અને લીવર પણ એકદમ સુરક્ષિત રહે છે. આમળાં લીવરને મજબુત રાખવા એક સૌથી શ્રેષ્ટ વિકલ્પ માનવામાં આવે છે.
આ જણાવેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે કે લીવરને બચાવવું હોય તો કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેમજ શું શું પરેજી પાળવાથી ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.