આ શિયાળાની સીઝન ચાલી રહી છે તો આ ઋતુમાં જે સૌથી વધુ પ્રમાણમાં મળી રહેતું હોય તેવા એક સરસ મજાના ફળ વિશે વાત કરવી છે. આ ફળને શિયાળામાં ખાવાથી અનેક ગણા તેના ફાયદાઓ થાય છે પરંતુ ખાસ કરીને આ ફળનો ઉપયોગ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા તેમજ તમારા શરીરમાં રહેલી બધી જ નસોમાંથી જે જુનો કચરો હોય છે તેને દુર કરવાનું કામ કરે છે.
તો ચાલો એવું તો કયું ફળ છે કે જેના આટલા બધા ફાયદાઓ થતા હોય તો તે છે જામફળ. આપણે ગામડામાં આ ફળને જમરૂખના નામથી ઓળખીએ છે. તમે જાણો જ છો કે કોલેસ્ટ્રોલનું લેવલ સતત વધતું હોય તો તે એક ગંભીર સમસ્યા બનતી હોય છે વધતા જતા કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણા લોકોને હદય સંબંધિત અનેક બીમારીઓથી પીડિત બનાવે છે. કોલેસ્ટ્રોલ એ રક્તવાહીનીઓમાં જોવા મળતું મીણ જેવો પદાર્થ હોય છે. કોલેસ્ટ્રોલ એ તમારા આહાર દ્વારા ઉત્પન્ન થાય છે. કોલેસ્ટ્રોલ લીવરમાં પણ બને છે.
આપણે વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે શું શું કરવું જોઈએ ? તમે નસોમાં જમા થતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ રસ્તો હોય તો તે છે તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત કરવી. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે બજારમાંથી દવાઓ મળે છે પરંતુ જામફળનો ઘરગથ્થું ઉપચાર કરવાથી તે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત પણ જામફળ ફળમાંથી ફાઈબર ભરપુર માત્રામાં મળી રહેતું હોવાથી તે ફળનું સેવન કરશો તો ખુબજ ફાયદો થાય છે.
જામફળમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડશે : NCBL ના એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં જામફળ ખુબજ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ છે. આવી સ્થિતિમાં જો કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો તેને ઘટાડવા માટે જામફળનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. આ ફળ સરળતાથી વધતા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને હદય રોગથી બચાવી શકે છે.
જામફળ કેવી રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે ? તમને જણાવી દઈએ કે ઓટ્સ, ફળો અને શાકભાજી જેવા ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલું જ નહિ ફાઈબર લોહીના વધુ પડતા લીપીડને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરે છે.
જામફળમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને તત્વો : જામફળમાં જોવા મળતા વિવિધ તત્વોની વાત કરીએ તો તેમાંથી ડાયેટરી ફાઈબર, વિટામીન A, વિટામીન C, નીયાસીન, થઈમીન, રીબોફ્લેવીન, કેરોટીન અને લાઈકોપીન જેવા એન્ટીઓક્સીડેંટો અને કેલ્શિયમ, ફોસ્ફરસ તેમજ આયર્ન જેવા ખનીજો ભરપુર માત્રામાં મળી રહેતા હોય છે જે ખરાબ અને જુનામાં જુના કોલેસ્ટ્રોલને દુર કરવામા ખુબજ મદદરૂપ થાય છે.
જામફળ ખાવાથી કોલેસ્ટ્રોલ ઉપરાંત અનેક નાની મોટી બીમારીઓને દુર કરે છે જેમ કે ડાયાબીટીશ જેવી સમસ્યા હોય તો જામફળનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. જો તમે જામફળની જેમ જ તેના પાન ખાશો તો પણ ખુબજ ફાયદો થાય છે જામફળના પાન વધેલી શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે ડોકટરો પણ જામફળ ખાવાની સલાહ આપે છે.
દાંતનો દુખાવો ઓછો કરે છે જામફળના પાંદડા : જો તમે દાંતના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો તેને ઠીક કરવા માટે જામફળના પાંદડા તેનાથી તમને રાહત આપે છે. તેના માટે તમારે દિવસમાં બે વખત જામફળના પાન ચાવી જવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ કરવાથી તમને દાંતાના દુખાવા માંથી તો રાહત મળે છે સાથે સાથે દાંતની સફેદીમાં પણ વધારો કરે છે.
શરદી-ઉધરસને રોકે છે : જામફળના પાનમાં વિટામીન સી જોવા મળે છે તેથી તેના પાન ચાવવાથી અથવા તો તેના પાન ની ચા બનાવીને પીવાથી શરદી-ઉધરસ મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
પેટનો દુખાવો દુર કરે છે : જો તમને પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે જામફળનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેનું મુખ્ય એ કારણ છે કે જામફળમાં પોષકતત્વો ભરપુર મળી રહેતા હોવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.
એસીડીટીમાં રાહત આપે છે જામફળ : જામફળ ખાવાથી ગેસ અને એસીડીટીની સમસ્યાને દુર કરે છે કારણ કે જામફળ એસીડીક પ્રકૃતિનું ફળ છે તેથી જામફળ ખાવાથી ગેસ છોડવામાં પણ બહુ સરળતા રહે છે.
આયોડીનનો ભરપુર ખજાનો હોય છે : જામફળમાં ખુબજ વધુ માત્રામાં આયોડીન હોય છે જે થાઈરોઈડને ઠીક કરવા માટે મદદ રૂપ થાય છે.
કેન્સર સામે લડે છે : જામફળ કેન્સર સામે લડવાની તાકાત ધરાવે છે જામફળમાં લાઈકોપીન જેવા ગુણો હોવાથી તે કેન્સરની ગાંઠને દુર કરવામાં મદદ કરે છે. તમે જામફળના પાનનો અર્ક કરીને તેનું સેવન કરશો તો પણ તે સારો એવો ફાયદો કરે છે.
આંતરડાને ફાયદો કરે છે : જામફળ ખાવાથી આંતરડાને પણ સારો એવો ફાયદો કરે છે તમે જામફળનું સેવન ભોજન પહેલા અને ભોજન પછી કરી શકો છો. જામફળ આંતરડા અને પાઈલ્સ માટે ખુબજ ફાયદાકારક છે.
DNA ને સુધારવા માટે ફાયદો કરે છે : DNA ને સુધારવા માટે જામફળ ખાવું ખુબજ ફાયદાકારક છે. જામફળમાં ઉપલબ્ધ વિટામીન B9 આપણા શરીરની કોશિકાઓ અને DNA સુધારવાનું કામ પણ ખુબજ સરળતાથી કરે છે.
સ્કીન માટે ફાયદો કરે છે : જામફળ સ્કીન માટે ફાયદો કરે છે તથા જામફળમાં બીટાકેરોટીન મળી રહેતું હોવાથી તે શરીરની ત્વચાને ને લગતી કોઇપણ બીમારીને દુર કરવા માટે ફાયદો કરે છે. જો તમે જામફળ ખાશો તો ત્વચાને લગતી બીમારી ઓછી થઇ જશે.
મોઢામાં પડેલી ચાંદીને દુર કરે છે : જો તમને મોઢામાં ચાંદી પડી ગઈ હોય તો તેને ઠીક કરવા માટે જામફળ ખાવાથી ઠીક થઇ શકે છે તેમજ જો તમે જામફળનું નિયમિત સેવન કરશો તો કફની સમસ્યા માંથી સાવ છુટકારો થાય છે.
આમ, તમને આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં જામફળનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી માહિતી આપી દઈએ.