છેલ્લા કેટલાક દિવસથી ફરી વખત દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તે ઉપરાંત પણ કોરાનાના કેસો દિવસેને દિવસે ખુબજ વધી રહ્યા છે તેવામાં આરોગ્ય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયા સાહેબે શું કહ્યું છે ? તેમજ તે 1 જાન્યુઆરી 2023 કેવા કેવા નવા નિયમો લાવી શકે છે ? વગેરે વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.
કોરાની નવી અપડેટ મુજબ ચીન સહીત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને ખુબજ હચમચાવી દીધા છે. ત્યારે આપણા આ ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ આગળ ન વધે એટલા માટે સરકાર વધુને વધુ સતર્ક બની ગઈ છે તેમજ તેમને ઘણા બધા નિયંત્રણો પણ લગાવી દીધા છે.
તેમને 6 દેશોમાંથી ભારત આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયા દેશોમાંથી જે લોકો ભારતમાં આવશે તેમને આ નિયમ લાગુ કરવામાં આવશે.
આ નિયમની શુભ શરૂઆત આગામી તારીખ 1 જાન્યુઆરી 2023 ના નવા વર્ષથી અમલી બનશે. આના માટે આપણા આરોગ્યમંત્રી માનનીય ડો મનસુખ માંડવીયા સાહેબે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમને વધુમાં એક એર પોર્ટલ ઉપર રીપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. સરકારની આ સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અગાવ ચેતી જવા મહત્વના નિર્ણયો લઇ લીધા છે.
કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ ખાસ એલર્ટ મોડમાં : વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈને દેશમાં કોરોનાની વધુ એક લહેર આવવાની ફૂલ શક્યતાઓ છે ત્યારે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ એકદમ એક્શન મોડમાં આવી ગઈ છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વેક્સીનની માંગ કરી છે, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વધુ 12 લાખ વેક્સીન ડોઝની માંગણી કરી છે. રાજ્યમાં 10 લાખ કોવીશિલ્ડ અને 2 લાખ કો- વેક્સીનના ડોઝની માંગણી કરી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો- વેક્સીનનો જથ્થો મંજુર કર્યો હતો, 2 લાખ કો વેક્સીન પૈકી 1 લાખ કો વેક્સીનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.
વેક્સીન માટે લોકોમાં જાગૃતિ : કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતતા આવી છે માટે લોકો મોટી સંખ્યામાં વેક્સીન લઇ રહ્યા છે અને લોકોમાં એવું સ્પષ્ટપણે જાણવા પણ મળ્યું છે કે વેક્સીન જ એક રામબાણ ઈલાજ છે. છેલ્લા એક અઠવાડિયાથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે પણ જાગૃત થયા છે.
આમ, આગામી આવતી 1 જાન્યુઆરી 2023થી કઈ કઈ બાબતો ઉપર વધુ એક નજર રાખવામાં આવશે ? તેના વિશે માહિતગાર કર્યા છે.