આજે અમે તમને એક સરસ મજાની માહિતી પ્રદાન કરવા માંગીએ છીએ જે જાણીને તમામ ગુજરાતીઓ ખુબજ ગર્વ અનુભવશે. તેની પાછળનું માત્ર એક જ કારણ છે કે દરેક ગુજરાતીના ઘરે આ અનાજનો ઉપયોગ તો થતો જ હશે. તેમજ ગામડાંમાં વસતા તમામ ગુજરાતીઓ તો મોટા ભાગે આ જ અનાજનો ઉપયોગ કરતા જ હોય છે.
પીએમ મોદી સ્વાસ્થ્ય અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં સૌથી આગળ છે. યોગ હોય કે દેશી અનાજ, તે હંમેશા પરંપરાગત રહેવાનું પસંદ કરે છે. આજે કંઈક આવું જ બન્યું જ્યારે પીએમએ પોતે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા આયોજિત વિશેષ લંચનો આનંદ માણ્યો. વાસ્તવમાં આ લંચની ખાસ વાત એ હતી કે તેમાં બાજરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાગી, જુવાર અને બાજરી જેવી બાજરીમાંથી આ બપોરના ભોજનમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવી હતી. તેની પાછળ સંયુક્ત રાષ્ટ્રની વિશેષ ઘોષણાનો પુનરોચ્ચાર કરવાનો ઠરાવ હતો.
સંયુક્ત રાષ્ટ્રએ આગામી વર્ષ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ ઉજવણી કરવા પાછળનું કારણ સામાન્ય લોકોમાં બાજરી અનાજના વપરાશ અને તેની ખેતીને પ્રોત્સાહન આપવાનું છે. આ પછી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ના હેડક્વાર્ટર ખાતે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા આયોજિત ભોજન સમારંભમાં બાજરી, રાગી, જવાડા અને હળદર વગેરેમાંથી બનેલી વાનગીઓનો સમાવેશ થતો હતો.
બાજરી વર્ષ તરીકે કેમ જાહેર કર્યું : ગુજરાતમાં વસતા ગુજરાતીઓને બાજરી વર્ષ તરીકે જાહેર કરવા પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો બાજરીમાં તાકાત છે તે બીજા કોઈ અનાજમાં નથી. આખી દુનિયામાં વપરાતા બ્રેડ, પિજ્જા, બર્ગર છે તેમાં તાકાત નથી તે આપણી ગુજરાતીઓની બાજરીમાં છે. ગુજરાતી લોકો નાને થી લઈને છેક વૃદ્ધ થાય છતાં પણ બાજરીનો ઉપયોગ કરતા હોય છે.
બાજરીમાં જોવા મળતા મુખ્ય જરૂરી તત્વો : બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલિક એસીડ તેમજ વિટામીન B ભરપુર માત્રામાં મળી રહે છે, તેમજ બાજરીમાં મળતું કેલ્શિયમ હાડકાઓને મજબુત કરવાનું કામ કરે છે, વિટામીન B શરીરની નર્વસ સીસ્ટમને એટલે કે જ્ઞાનતંતુને મજબુત કરવાનું કામ કરે છે. મેગ્નેશિયમ એ આપણા શરીરના બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી તેમજ હદયની કાર્ય કરવાની શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. એટલા માટે આ મુખ્ય ત્રણ જરૂરી એવા તત્વો ભગવાને બાજરીમાં મુક્યા છે.
હદયને ફાયદો કરે છે : બાજરીના રોટલા જે લોકોને હદયની બીમારી હોય છે તેમને જો ખવડાવવામાં આવે તો સારામાં સારો ફાયદો કરે છે. તે હદયના દર્દીને રાહત અને પુરતી શક્તિ આપવાનું કામ કરે છે. જેનાથી હદયને લગતી બીમારીઓ થવાનો ખતરો સાવ મટી જાય છે. બાજરામાં રહેલું નીયાસીન નામનું વિટામીન કોલેસ્ટ્રોલને ઓછુ કરવાનું કામ કરે છે જેનાથી તમને હાર્ટને લગતી કોઇપણ પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ સાવ ઓછી થઇ જતી હોય છે.
ચરબીને પચાવવા માટે ઉપયોગી છે : જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછુ કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને સારામાં સારો ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રીપ્ટોફન નામનું એમીનો એસીડ રહેલું હોય છે જેનાથી તમારું પેટ એકદમ ભરેલું ભરેલું લાગે છે. તમને બહુ લાંબા સમય સુધી ભૂખ પણ લગતી નથી. બાજરીમાં ફાઈબર ભરપુર માત્રામાં મળી રહેતું હોવાથી ખાધેલા ખોરાકને પચાવવા માટે ખુબજ ઉપયોગી થાય છે.
હાડકા મજબુત કરે છે : હાડકાને મજબુત રાખવા માટે બાજરી સારામાં સારો ખોરાક માનવામાં આવે છે તેમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ પણ રહેલું હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન કરવું હાડકા માટે હેલ્ધી સાબિત થાય છે. તમે જો શિયાળામાં દરરોજ બાજરીનું સેવન કરશો તો તે હાડકામાં કેલ્શિયમની ઉણપ રહેવા દેતું નથી.
ભરપુર શક્તિ આપે છે : શિયાળાની ઋતુમાં એનર્જી લેવલ ઓછુ થઇ જતું હોય છે જેથી બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ રહેલું હોવાથી બોડીને ભરપુર પ્રમાણમાં એનર્જી આપવાનું કામ કરે છે.
ડાયાબીટીશ માટે ફાયદો કરે છે : તેથી જ તો યુનોએ વર્ષ 2023ને વિશ્વની ટોચ ઉપર બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે. જો તમે બાજરી ના ખાતા હોવ તો આ શિયાળાની ઋતુમાં આયુર્વેદ પણ કહે છે કે બંને ટાઇમ બાજરીનું સેવન કરશો તો તે અમૃત જેવું કામ કરે છે. ડાયાબીટીશના દર્દીઓએ બાજરાના રોટલાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે તે લોહીમાં શુગરની માત્રા ઘટાડવાનું કામ કરે છે.
ગર્ભવતી મહિલાએ : ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખાવો ખુબજ ફાયદાકારક છે બાજરીની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દુર થઇ જાય છે. આ શિવાય પણ જયારે ડીલીવરીના સમયે થતા દુખાવાથી પણ રાહત મળી શકે છે. જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય તેમને સ્તનમાં દૂધ ન આવતું હોય તો બાજરીનો રોટલો ખાવાથી ફાયદો થાય છે.
જે લોકો જાડાપણું ધરાવે છે, ખુબ જ વજન ધરાવે છે તેમના માટે બાજરો ખાવો હિતકર છે. બાજરો વજન ઘટાડવામાં ઉપયોગી છે. જે લોકો બાજરાનું સેવન કરે તો વજન ઘટે છે. બાજરાનું ધાન્ય, બાજરાના રોટલા અને તેની રાબ ખુબ ઉપયોગી થાય છે. બાજરો ખાવાથી પેટ ભરેલું લાગે છે જેના લીધે ભૂખ ઓછી લાગે છે. જેના લીધે વજન ઘટાડવામાં ઉપયોગી છે.
ખાસ કરીને વાત કરીએ આ ચાલી રહેલી ઋતુની તો આ ભર શિયાળાની ઋતુમાં ઠેર ઠેર ઠંડીનો માહોલ જામી ચુક્યો છે. તેવામાં સૌ કોઈને બાજરાનો રોટલો અને ઓળો તો યાદ આવે જ તે તો મારે તમને આજે જેમાંથી આ બાજરાનો રોટલો બને છે તે બાજરી વિશે વાત કરવી છે. તમે જાણો જ છો કે આપણા પૂર્વજો પહેલાના સમયમાં બાજરીનો ઉપયોગ કરતા હતા, બાજરો ભારતના શહેરો કરતા ગામડાઓમાં સૌથી વધુ પ્રમાણમાં ખવાય છે તેમાં પણ ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે બાજરીને એક ઉત્તમ પ્રકારનો દરજ્જો આપવામાં આવ્યો છે.
દરેક ગુજરાતીઓના ઘરે ખવાતી આ બાજરીનું નામ વિશ્વમાં પ્રખ્યાત થઇ ગયું છે. તેની પાછળના કારણ ની વાત કરીએ તો રાષ્ટ્રીય સંઘ યુનોએ 2023ના વર્ષને વિશ્વ બાજરી વર્ષ તરીકે જાહેર કરી દીધું છે.
આજે મારા અને તમારા ગરીબ ઘરમાં ખવાતી બાજરીને વિશ્વના લેવલ ઉપર સ્થાન મળે તેમજ આખું વર્ષ બાજરી વર્ષ તરીકે ઉજવાય તો આપણા દરેક ગુજરાતીઓ માટે ખુબજ ખુશીના સમાચાર કહેવાય.
બાજરીના ગરમા ગરમ રોટલા સાથે તમે ગાયનું દેશી ઘી અને ગોળ ખાશો તો તે સોનામાં સુગંધ ભળી જાય તેવું તે કામ કરે છે. તમારા બાળકોને પણ ખવડાવજો એટલે તે તાજા, માજા અને તંદુરસ્ત બનશે.
આમ, અમે તમને આ લેખ દ્વારા બાજરી ખાવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેમજ બાજરીને ગુજરાતીઓનું ખાણું અને 2023ના વર્ષને વિશ્વ બાજરી સંઘ દિવસ તરીકે જાહેર કર્યું છે તેની સંપૂર્ણ માહિતી તમને પ્રદાન કરી.