અમે તમને આજે આ લેખ દ્વારા એવી મુખ્ય ત્રણ શાકભાજી વિશે માહિતી આપવા માંગીએ છીએ કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આપણે પણ તે શાકભાજીનું સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આ શાકભાજીનું સેવન કર્યા પછી તેમને તેની આડઅસર ન પડે એટલા માટે એક સારામાં સારો ઉપાય બતાવવા માંગીએ છીએ જે તમને ખુબજ ઉપયોગી થશે.
આપણે જે શાકભાજી ખાઈએ છીએ એમાંથી ત્રણ શાકભાજી એવા છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. તાજેતરમાં એલોપેથી સાઈન્સ અને નિષ્ણાંત લોકોએ જાહેર કર્યું છે કે કેન્સર થવા માટે ઘણાબધા કારણો જવાબદાર છે. તેમાંના પૈકી આ પણ એક કારણ છે પેસ્ટીસાઈડ દવાઓ એટલે કે જંતુનાશક દવાઓ.
આ જંતુ નાશક દવાઓ આપણા શરીરમાં જઈ જે તે સેલ્સને મારીને ખતમ કરી નાખે છે. અત્યારે ખુબજ વધુ પ્રમાણમાં કેન્સરના કેસો વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય આ જ કારણ છે. એટલા માટે જ સરકારે ઓર્ગેનિક ખેતી તરફ જોક આપ્યો છે. અત્યારે તમે બજારમાં સીટીમાં કે પછી મોટા મોટા મોલમાં જોશો તો વસ્તુઓ ઓર્ગેનિક મળતી થઇ ગઈ છે.
ઓર્ગેનીક પ્રોડક્ટના સ્પેશિયલ સ્ટોલ શરુ થઇ ગયા છે તે તમને થોડા મોંઘા મળશે પરંતુ તમે ભાવ સાથે ક્યારેય પણ ન જોશો. તમારા શરીરમાં ભાવ સામે ન જોશો શરીર માટે પૈસાની કિંમત નથી પૈસા કરતા શરીર વધુ કિંમતી છે. બને ત્યાં સુધી તમારે ઓર્ગેનિક ખાવાનું રાખવું જોઈએ.
હવે મુખ્ય ત્રણ શાકભાજી છે તે બરાબર સમજી લ્યો કે કઈ કઈ છે ? તે 1) મરચી 2)રીંગણ અને ૩) ફ્લાવર આ ત્રણ મુખ્ય શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવાઓ છાંટવામાં આવે છે તે ખાવી કે ન ખાવી ? એતો તમારી ઈચ્છાની વાત છે.
તમને કદાસ ખબર ન હોય તો જણાવી દઈએ કે જો ખેડૂતોની પણ એક મજબૂરી હોય છે કે જો ફર્ટીલાઈઝર ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કદાસ ન કરવામાં આવે તો તેમને જે ઉત્પાદન થતું હોય તેના કરતા અડધું ઉત્પાદન થઇ જાય છે.
જયારે તેમને અડધું ઉત્પાદન થઇ જાય ત્યારે તમને બજારનો ખર્ચો પણ નીકળતો હોતો નથી. ખેડૂત ખુબજ ચિંતાતુર થઇ જતો હોય છે. ખેતી વિશે તો એક કહેવત પણ છે કે “ખેતી થઇ તો ખેતી નહીતર ફજેતી” “ખેતી એ એક પ્રકારનો જુગાર છે” આ વખતે ખુબજ શાકભાજીના ભાવ ઓછા થઇ ગયેલા જોવા મળેલ છે. આવું થાય ત્યારે ખેડૂતને ખુબજ નુકશાન થતું હોય છે.
હવે ખેડૂત ઓર્ગેનિક તરફ આગળ વધ્યો છે ત્યારે કોન્ટાકટરો ખેડૂત પાસે ઓર્ગેનિક ખેતી કરાવે છે, પ્યોર ઓર્ગેનિક ખેતી કરાવે છે અને તે ડબલ ભાવ આપે છે ઓછુ ઉત્પાદન થાય છતાં પણ તેમને વધુ ભાવ આપે છે માટે ખેડૂતોને તે સરળતાથી પોચાઈ રહે છે.
ગ્રાહકો પણ પોતે ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખશે અને વધુ ભાવ આપીને પણ ઓર્ગેનિક વસ્તુઓ વાપરશે તો ખેડૂત ને પણ વાંધો નહિ આવે. પરિણામે ખેડૂતો પણ ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે.
એક સમય આવશે કે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થઇ જશે જે આપણા સ્વાસ્થ્યને ખુબજ ફાયદો કરશે. એટલા માટે ખાસ ઓર્ગેનિક ખેતી તરફ જોક આપજો. તેમજ તમે વધુ પડતી ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો જ આગ્રહ રાખજો.
હવે તમને પહેલા વાત કરી તે મુજબ સૌથી વધુ પ્રમાણમાં ખાતર અને દવાઓ છાંટવામાં આવે છે તેની કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ સામે રક્ષણ મેળવવું હોય તો તમારે આ એક ઉપાય અવશ્ય અજમાવવાનો રહેશે અને તે મુજબ તમે કરશો એટલે તમને આ જંતુનાશક દવાઓ અને ફર્ટિલાઇઝર ખાતરની સાઈડ ઈફેક્ટ થતી જોવા નહિ મળે.
તમારે બજારમાંથી ફટકડી લઇ આવવાની રહેશે તે ફટકડીનો પાઉડર કરીને તેનો એક ડબ્બો ભરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે ગરમ પાણી કરવાનું છે તે ગરમ કરેલા પાણીમાં તમારે એક ચપટી ફટકડીનો પાઉડર નાખી દેવાનો છે.
ત્યારબાદ તે ફટકડીના પાઉડરને પાણીમાં બરાબર ઓગાળી નાખો અને તેમાં જે તે શાકભાજી નાખો અને તેને અડધો કલાક સુધી ફટકડી વાળા પાણીમાં રહેવા દ્યો ત્યારબાદ તેમાંથી શાકભાજી બહાર કાઢી તેને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખો ત્યારબાદ તમે શાકમાં ઉપયોગ કરી શકો છો.
આમ, બજારમાં મળતા સૌથી વધુ શાકભાજી પૈકી જે આ મુખ્ય ૩ શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવાઓ અને ખાતરનો ઉપયોગ થતો હોય છે માટે તે એક કેન્સરનું કારણ બનતું હોય છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે સરસ મજાનો ફટકડીનો ઉપાય બતાવીને તેનો કઈ રીતે ઉપયોગ કરવો ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.