અમે તમને આજે એક સરસ મજાના વિષય વિશે માહિતી આપવા માંગીએ છીએ જે મોટા ભાગના લોકોને તેની બિલકુલ જાણ જ હોતી નથી. અમે તમને એવી અમુક બાબતો બતાવી દેશું જેનો નવા વર્ષથી ખાસ અમલ કરવો જોઈએ જેનાથી ઘરમાં ગરીબી અને વસ્તુદોષ થઇ જશે સાવ દુર.
અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ વિશે જાણકારી આપી દઈશું કે જેને તમારે નવા વર્ષ પહેલા જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જે તમારા હિતમાં સારું કહેવાય છે.
તમે જાણો જ છો કે નવું વર્ષ શરુ થવામાં બસ ગણતરીની કલાકો જ બાકી છે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે આવનારું નવું વર્ષ દરેક માટે નવા વિચારો, ખુશીઓ અને સારું નસીબ લઈને આવે. વસ્તુશાશ્ત્રમાં પણ એવી ઘણીબધી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે કે જે લોકો માટે સૌભાગ્ય લાવે છે.
વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં પણ આવ્યું છે કે લોકો માટે દુઃખ અને ગરીબી લાવે છે. તો અમે તમને એ પણ માહિતી આપી દઈશું કે નવા વર્ષથી ઘરમાં શું શું વસ્તુઓ ન રાખવી જોઈએ ? જે લોકોના જીવનમાં દુઃખ અને ગરીબી લાવવાનું કામ કરે છે.
હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વસ્તુશાસ્ત્રમાં જણાવેલ નિયમોનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે.
આજે અમે તમને અમુક એવી વસ્તુઓ હોય છે જેને તમારે નવા વર્ષ પહેલા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જેથી કરીને આવનારૂ નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવે તેની સાથે સાથે પ્રસન્નતા પણ લાવે છે.
તૂટી ગયેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ : વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં દેવી – દેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખવી તે ખુબજ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવી કદાસ મૂર્તિઓ હોય તો તેનું વિસર્જન કરી દેવું ખુબજ જરૂરી છે. તેમજ તમારા ઘરમાં દેવી-દેવતાઓની તૂટેલી તસવીરો અને મૂર્તિઓને ભૂલથી પણ રાખવી જોઈએ નહિ. જો તમે ઘરમાં તૂટેલી મૂર્તિ કે તૂટેલી તસ્વીરો રાખો છો તો તેનાથી વાસ્તુ દોષનો જન્મ થાય છે. તેનાથી લોકોમાં સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે અને ધનનું નુકશાન પણ થાય છે.
જુના કપડા ન રાખવા જોઈએ : ઘણી વખત લોકોના ઘરમાં જુના કપડા હોય છે જેનો કોઈ ઉપયોગ થતો હોતો નથી. ઘણા લોકો આ જુના કપડા, પથારી, રજાઈ તેમજ ચાદર જેવી વસ્તુઓ સ્ટોર રૂમમાં વર્ષો સુધી એમનેમ ધૂળ ખાતી હોય છે તે બિલકુલ સારી બાબત ન કહેવાય. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ બગડે છે. આ કપડાંથી રાહુ અને કેતુની નકારાત્મક ઉર્જા ઘરમાં આવવા લાગે છે.
ઘરમાં ક્યારેય પણ તૂટેલી કચરાપેટી ન રાખવી જોઈએ: તૂટેલી કચરાપેટી ઘરમાં રાખવી જોઈએ નહી તે અશુભ સંકેત તરીકે માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં તૂટેલી કચરાપેટી હોય તો ત્યાં દુઃખ, ગરીબી અને બીમારીઓ આવવા લાગે છે એટલા માટે તમારે ઘરમાં તૂટેલી કચરાપેટી રાખવી જોઈએ નહિ.
બંધ ઘડિયાળ અશુભ સમય લાવે છે: જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તે ખરાબ સમયનું પ્રતિક ચુસવે છે તે ઘરના લોકો માટે અશુભ સમય હોવાનું ચૂસન કરે છે. ઘણીવખત દીવાલ ઉપર લટકતી ઘડિયાળ બગડી જાય છે ત્યારે તે વર્ષો સુધી આ રીતે લટકતી રહે છે. ઘણી વખત લોકો તે ઘડિયાળને કોઈ ખૂણે કે સ્ટોર રૂમમાં રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા અનુસાર કોઇપણ દિશામાં રાખેલી બંધ ઘડિયાળ વ્યક્તિ ઉપર ખરાબ સમય લાવે છે માટે બંધ ઘડિયાળ રાખવી જોઈએ નહિ.
જુના અખબારો અને ફાટેલા પુસ્તકો રાખવા ન જોઈએ: જો ઘરમાં જુના પુસ્તકો અને ફાટેલા પુસ્તકો રાખવા તે ખુબજ સામાન્ય બાબત છે પરંતુ તે વાસ્તુદોષની એવી નિશાની છે કે નકારાત્મકતા લાવે છે તેમજ તે નકારાત્મક ઉર્જાને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. માટે તમે તમારા ઘરમાંથી જુના અખબારો અને ફાટેલા પુસ્તકો રાખવા જોઈએ નહિ તેને બહાર ફેંકી દેવા જોઈએ.
તૂટેલા વાસણો રસોડામાં રાખવા જોઈએ નહિ: ઘરના રસોડામાં તૂટેલા વાસણો રાખવા તે અશુભ સંકેત હોવાનું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં તૂટેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જેના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે. એટલા માટે તમારા રસોડામાં વર્ષો જુના તૂટેલા વાસણો રાખવામાં આવે તો તેને તરત જ ફેંકી દેવું જોઈએ.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી અમુક કલાકો બાદ શરુ થઇ રહેલા નવા વર્ષમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષથી કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? તેમજ ક્યાં ક્યાં નિયમોનું પાલન કરવું પડશે ? વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી.