જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તેમજ રાત્રે ઊંઘ લાવવા માટે દવાની જરૂર પડતી હોય તો તેને ઠીક કરવા માટે આજે અમે તમને એક સરસ મજાનો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે પ્રમાણે તમે કરશો એટલે તમને ઊંઘને લગતો કોઈપણ પ્રકારનો ઈશ્યુ રહેશે નહિ. તમે ખાલી બેડમાં સુવા જશો ત્યાં જ તમને નિંદર આવી જશે. તમારે ઊંઘની ગોળીઓ કે દવા લેવાની જરૂર નહિ પડે છે.
તમારે ખાલી આ બે જ વસ્તુને દૂધમાં મિક્સ કરીને પીય જવાની છે તે કઈ કઈ વસ્તુ છે ? તેના વિશે તમને માહિતી આપી દઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે આખો દિવસ કામ કરવાથી થાકી જતા હોય છે તેથી તે વધુ તણાવમાં રહેવાના કારણે તેમને રાત્રે ઊંઘ આવતી નથી પરંતુ જે લોકોને ઊંઘ આવતી તેવા લોકો માટે આજે અમે સરસ મજાની માહિતી આપી દઈશું.
માનવ શરીર માટે ઊંઘ એ ખુબજ મહત્વ ધરાવે છે, જો કોઈ માણસને હંમેશા નીરોગી રહેવું હોય તો શરીરને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી ખુબજ જરૂરી છે. જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેતા હોવ તો તેને લીધે અનેક નાના મોટા રોગો થવાની શક્યતાઓ રહેલી છે.
આના લીધે તમને દિવસ દરમિયાન અરુચિ, મંદાગ્ની, બેચેની, ભૂખ ન લાગવી, ચક્કર આવવા વગેરે જેવા અનેક પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહેલી છે. તેમજ તમને શારીરક થાક પણ લાગે છે. જો પૂરતા પ્રમાણમાં શરીર માટે ઊંઘ ન લેવામાં આવે તો અનેક રોગોનો ભોગ બનતું જોવા મળે છે.
અત્યારના સમયમાં મોટા ભાગના લોકોને ઉંઘ આવતી નથી તેમજ ઊંઘ લાવવા માટે તે લોકોએ અનેક પ્રકારની મથામણ કરવી પડે છે ઘણાલોકોને તો ઊંઘ લાવવા માટે દવાનો ઉપયોગ કરવો પડતો હોય છે તે લોકો જ્યાં સુધી ઊંઘની ગોળી ન લે ત્યાં સુધી તેમને નિરાંતે ઊંઘ પણ આવતી નથી.
તમને જો ખબર ન હોય તો જણાવી દઈએ કે ઊંઘ હંમેશા કુદરતી રીતે જ આવવી જોઈએ. કુદરતી રીતે ઊંઘ લાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્નો કરવાનું જરૂર નથી. તમે જો ગોળીઓ ખાઈને ઊંઘ લેતાં હોવ તો તે સાવ બંધ કરી દેવું જોઈએ અને કુદરતી રીતે જ ઊંઘ લેવી તે સ્વાસ્થ્ય માટે વધુ સારું પડે છે.
હવે તમને અમે કુદરતી રીતે ઊંઘ લાવવા માટે કેવા કેવા પ્રયાસો કરવા જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ. તમે આ પ્રયોગ મુજબ કરશો એટલે તમારા શરીરમાં અનેક ફાયદાઓ થશે અને તમે નિરાંતે ઊંઘ પણ લઇ શકશો.
તમારે સૌથી પહેલા તો એક કપ દૂધ લેવાનું છે તેમાં જરૂરિયાત પ્રમાણે થોડી સાકર નાખવાની છે. તમે દૂધ ગાયનું અથવા તો ભેંશનું લઇ શકો છો પરંતુ ભેંશનું દૂધ વધુ સારું કહેવાય છે કારણ કે ભેંશનું દૂધ ઊંઘ લાવવા માટે ઉત્તમ દૂધ તરીકે ગણાય છે.
હળદર વાળું દૂધ પીવું : જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તેમજ ઘણા સમયથી દવાઓ કરવા છતાં પણ ઊંઘની સમસ્યા સતત હેરાન કરતી હોય તો તેવા લોકોએ દરરોજ રાત્રે સુતા પહેલા થોડું દૂધ ગરમ હુંફાળું કરી લેવું તેમાં એક ચમસી હળદર ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવું. આ દૂધનું રાત્રે સેવન કરવાથી ફાયદો થાય છે તેમજ તમને નિરાંતે ઊંઘ પણ આવી જાય છે. ગરમ દૂધ મન અને શરીરને આરામ આપવાનું કામ કરે છે.
એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર દૂધમાં ટ્રીપ્ટોપોન હોય છે, જે નિંદ્રાને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે તે શરીરના અન્ય કોષોને સુધારણા દ્વારા શરીરને આરામ આપે છે.
કેળા : કેળાને ઊંઘની સમસ્યા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે કેળામાં રહેલા મુખ્ય ખનીજ જેવા કે આયર્ન, કેલ્શિયમ તેમજ પોટેશિયમ તેમાં ભરપુર રહેલું હોવાથી ઊંઘ લાવવા માટે સારામાં સારો ફાયદો કરે છે. તમે સુતા પહેલા ઓછામાં ઓછા એક કે બે કલાક પહેલા કેળા ખાઈ શકો છો.
ઊંઘની સમસ્યાઓ દુર કરવાની સાથે સાથે કેળાનું સેવન કરવું આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે આહારમાં કેળા શામેલ કરીને તેમાં ઘણા બધા ફાયદાઓ થાય છે.
કેસર ખાવાથી ઊંઘ આવી જાય છે : સારી ઊંઘ માટે કેસર ખાવું ખુબજ જરૂરી છે કેસરમાં ગુણધર્મો આવેલા હોવાથી તે ઊંઘ લાવવા માટે ઉપયોગી થાય છે. તમે રાત્રે સુતા પહેલા એક કપ ગરમ દૂધમાં બે ચપટી ભરીને તેમાં કેસર મિક્સ કરી દ્યો આમ કરવાથી તમને ફક્ત 5 જ મિનીટમાં સરસ મજાની નિંદર આવી જશે તેમજ તમે તાજગી પણ સારી એવી અનુભવશો.
કેસર ત્વચા અને મગજને માટે ફાયદો કરે છે તેમજ દૂધ અને કેસરનું સેવન કરવાથી મન એકદમ ફ્રેશ રહે છે.
જાયફળ ખાવું જોઈએ : દરેક ઘરોમાં અત્યારે જાયફળનો મસાલા તરીકે સારા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જાયફળમાં સમૃદ્ધ ગુણધર્મો હાજર હોવાથી તેનો ઉપયોગ કરવાથી જો તમને નિંદર ન આવતી હોય તો તે સરળતાથી આવવા લાગશે. તમારું મન પણ સાવ હળવું થઇ જશે. જાયફળમાં હાજર રહેલા તત્વો ફેફસાં અને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે.
કાજુનું સેવન કરવું : કાજુનું સેવન કરવું ઉઘ માટે ખુબજ સારું ફાયદાકારક ગણવામાં આવે છે. કારણ કે કાજુમાં મેલાટોનીન સાથે મેગ્નેશિયમ અને જસત જેવા ખનીજ તત્વોથી ભરપુર હોય છે જે ઘણીબધી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
દિવસે સુવાનું ટાળવું : ઘણા લોકો રાતના સમયે તે પોતાની ઊંઘ પૂરી કરી શકતા નથી અને દિવસે સુવાની ટેવ હોય છે તો તમારે દિવસે સુવાની ટેવ સાવ ટાળી દેવી જોઈએ.
રાત્રે મોંજા પહેરીને સુવું : ઘણા નિષ્ણાંતના કહ્યા અનુસાર રાત્રે મોજાં પહેરીને ઊંઘવાની ટેવ વધુ સારી કહેવાય છે. જો તમે મોંજા પહેરીને ઊંઘ લેશો તો તમારા પગ ગરમ રહે છે જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે જેનાથી શરીરનું તાપમાન પણ જલ્દીથી ઓછુ થઇ જાય છે જે શરીરમાં ઊંઘ લાવવા માટે ખુબજ જરૂરી છે.
નિયમિત કસરત કરવાથી : જો તમે નિયમિતપણે યોગ અને કસરત કરશો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત રહે છે તેમજ મન સાવ હળવું રહે છે તેનાથી તમને અનિંદ્રા, તણાવ અને બેચેનીથી સાવ છુટકારો મળે છે. તેથી રાત્રે સારી એવી નિંદર આવી જાય છે.
પરિશ્રમ કરવાથી : પરિશ્રમ કરવો ખુબજ ફાયદાકારક છે કારણ કે જે લોકો દિવસ દરમિયાન વધુ પડતો પરિશ્રમ કરે છે તેમને રાત્રે નિંદર આવવામાં સમય લાગતો નથી બહુ સહેલાઇથી નિંદર આવી જાય છે. પરિશ્રમ કરવા વાળા લોકો દિવસ દરમિયાન ખુબજ કામ કરીને થાકી જતા હોય છે તેથી તે લોકો રાત્રે થાક્યા પાક્યા સુઈ જાય છે.
રાત્રે વાંચન કરવાનું રાખો : જો તમને રાત્રે નીંદર ન આવતી હોય તો તમારે દવા લેવાની જરૂર નથી કારણ કે તમારે સુતા સુતા કોઇપણ પુસ્તકનું વાંચન કરવાનું છે. વાંચન કરતા કરતા ઊંઘ સારી રીતે તમને આવી જશે.
આમ, રાત્રે ઊંઘ ન આવતી હોય તો તેના માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? તેના વિશે દેશી ઘરેલું ઉપાયો બતાવ્યા.