અમે તમને આજે આ ૩ ફળોનું મિશ્રણ કરીને જો તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શું શું ફાયદો થાય છે ? તેના વિશે માહિતી આપીશું. તમે આ ત્રિદેવ સમાન ઔષધીનું સેવન કરવાથી ક્યાં ક્યાં રોગો સામે રક્ષણ મળી રહે ? તેના વિશેની માહિતી આપી દઈશું.
આ ઉપરાંત તમે આ ચૂર્ણ બનાવો છો તે કઈ કઈ રીતે પીવાનું ? તેને કઈ રીતે બનાવવું ? વગેરે વિશે તમને માહિતી આપી દઈશું. તો ચાલો જાણી લઈએ આ ત્રિદેવ સમાન ચૂર્ણના નામ વિશે. આપણે જે વાત કરી રહ્યા છીએ તે ચૂર્ણનું નામ છે ત્રિફળાચૂર્ણ.
આ ચૂર્ણમાં આપણે જે ત્રણ ઔષધીનો ઉપયોગ કરવાના છીએ તેના વિશે વાત કરી લઈએ તો 1) હરડે 2) બહેડા અને ૩) આમળાં. આયુર્વેદની અંદર આ ત્રણેય ફળોના સંયોગને ત્રિફળાચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે.
આ ત્રણેય ફળો વાયુ, કફ અને પિત્તનો નાશ કરી તેનું બેલેન્સીંગ કરવાનું કામ કરે છે. તેમાં આમળાં એ પિત્તનું બેલેન્સ કરે છે તથા હરડે એ વાયુનું બેલેન્સ કરે છે તેમજ બહેડા એ કફનું બેલેન્સ કરે છે.
ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી થાય છે: હરડે છે તે આપણા શરીરની ડાયજેશન સીસ્ટમને સક્રિય કરવાનું કામ કરે છે તેમજ આંતરડાની અંદર જે વાયુ ભરેલો હોય છે તેનો નાશ કરે છે તેમજ તે અપાણવાયુ ને નીચે તરફ ગતિ કરે છે એટલા માટે જે લોકોને કબજીયાત છે તેમજ એમને પેટ બરોબર સાફ નથી થતું તો તે લોકો જો કાયમ લેવાનું રાખશે તો લાંબા ગાળે તેની અસર થતી જોવા મળશે. તેમજ પાચનને લગતા બધા જ પ્રોબ્બ્લેમ થઇ જશે સાવ દુર.
આયુર્વેદના કહ્યા અનુસાર જે બાળકની માતા નથી તેની માતા તો હરડે છે. આયુર્વેદમાં ચરકે સ્પષ્ટપણે કહ્યું છે કે જો બે મહિનાનુ બાળક હોય અને તેને પેટની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે હરડેને પથ્થર ઉપર ઘસી તેનો ઘસારો જો નાના બાળકને ચટાડવામાં આવે તો તેને પણ આ રીતે થતી સમસ્યા થઇ જાય છે સાવ દુર.
આપણા પૂર્વજો પણ પહેલાના સમયમાં આ રીતે જ કરતા હતા જે નાના બાળકોને હરડેનો ઘસેલો પાઉડર ચટાડતા જેથી કરીને બાળકના પેટમાં થયેલો વાયુ નીકળી જાય છે સાવ બહાર.
હરડે બે મહિનાના બાળકથી માંડીને 100 વર્ષનો વૃદ્ધ માણસ પણ લઇ શકે છે તે કોઇપણ પ્રકારનું નુકશાન કરતુ નથી.
હવે વાત કરીએ આમળાં વિશે તો આમળાંમાં વિટામીન C ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. વિટામીન C એ એન્ટી ઓક્સીડેન્ટ છે એટલે આપણા શરીરની અંદર નકામો કચરો છે કે જેમાં ટોક્સિક રહેલું છે તે એક પ્રકારે ઝેર છે તેને બહાર ફેકી દેવાનું કામ આમળાં કરે છે. આ ઉપરાંત તે આપણી ઈમ્યુનીટી સીસ્ટમને બુસ્ટ કરે છે એટલે જ આમળાંને ધરતીનું પરનું અમૃત કહેવામાં આવ્યું છે.
વાત કરીએ બહેડા વિશે તો જેને આયુર્વેદ બધા રોગોનું મૂળ કહે છે. આપણા શરીરમાં રહેલો કાચો આમ છે, કાચોઆમ એ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને હાર્ટ એટેકનું કારણ બને છે તેમજ બ્લોકેજનું કારણ બને છે. બહેડા કાચા આમને પકવી પકવીને બહાર કાઢી નાખવાનું કામ કરે છે.
જો તમારા લોહીની અંદર કોલેસ્ટ્રોલના ગઠ્ઠા જામી ગયેલા હોય તો તેને ઓગાળી નાખવાનું કામ બહેડા કરે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવાથી બ્લડસર્ક્યુલેશન નું કામ કરે છે તેમજ બીપીને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
80 પ્રકારના વાયુને નાશ કરવાની તાકાત હરડેમાં રહેલી છે. આમળાં છે તે એન્ટી ટોક્સિક છે તેમજ ઈમ્યુંનીટીને બુસ્ટ કરવાનું કામ કરે છે. માટે જ ત્રિફળાને અમૃત કહેવામાં આવ્યું છે. તમે ત્રિફળાનું રોજ સેવન કરો તો લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી સેવન કરવાથી સરામાં સારો ફાયદો થાય છે.
ત્રિફળાનું સેવન કરવાની રીત : તમને બજારમાંથી ત્રિફળાનું ચૂર્ણ મળી રહે છે તેમજ ત્રિફળાની ગોળી પણ તમને મળી રહે છે. તમારે જો ટેબ્લેટનું સેવન કરવું હોય તો સુતા પહેલા દરરોજ એક ટેબ્લેટ લેવાની છે. જો તમે એક ટેબ્લેટ લીધા પછી પણ તમારું પેટ બરાબર સાફ ન થાય તો બીજા દિવસે 2 ટેબ્લેટ લઇ લેવાથી સારો એવો ફાયદો થાય છે.
તમારે સવારે ચૂર્ણ લેવાનું નથી ફક્ત ને ફત્ક્ત સુતા પહેલા જ આ ચૂર્ણ લેવાનું છે તમે સુતા પહેલા ગરમ પાણી સાથે આ ત્રિફળા ચૂર્ણ કે ત્રિફળાની ટેબ્લેટ લેવાની છે. જો તમે આ ગોળી કે ચૂર્ણનું લાઈફટાઈમ સેવન કરશો તો પણ તેનો કોઇપણ પ્રકારનો ઈશ્યુ થતો જોવા નહિ મળે.
ઘરે કઈ રીતે ત્રિફળા ચૂર્ણ બનાવી શકાય: તમારે ઘરે ત્રિફળા ચૂર્ણ બનાવવું હોય તો બહેડા 2 ભાગ લેવાના છે, હરડે ૩ ભાગ લેવાના છે અને આમળાં 4 ભાગ જેટલા લેવાના છે. આ રીતે તમે ઘરે પણ આટલા ફળો લાવીને ચૂર્ણ બનાવી શકો છો. આ ફળો લાવીને જાતે જ ચૂર્ણ બનાવી લેવાથી ઉત્તમ ગુણવત્તા વાળું ચૂર્ણ બને છે. 100 ટકા ક્વોલીટી વાળું ચૂર્ણ બને છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.
આમ, અમે તમને ત્રિદેવ સમાન અને મોટાભાગના રોગોમાં ઉપયોગી થવામાં મદદરૂપ થાય તેવી ત્રણ ઔષધીઓનું કઈ રીતે સેવન કરવું ? તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.