આજે અમે તમને જેના વિશે માહિતી આપવા માંગીએ છીએ તે છે પથરી વિશે તો તમે બધા જાણો જ છો કે અત્યારે પથરી એ સાવ સામાન્ય રોગ થઇ ગયો છે મોટા ભાગના લોકો અત્યારે પથરી થી હેરાન પરેશાન થઇ રહ્યા છે.
પથરી થવાની તૈયારી હોય ત્યાં કેવા કેવા લક્ષણો દેખાતા હોય છે ? તેના વિશે પણ તમને સારી એવી માહિતી આપી દઈશું. તેમજ તમને પથરી ન થાય તેના માટે શું શું પરેજી પાળવી જોઈએ ? વગેરે જેવી માહિતી આપી દઈશું.
તમે જાણો જ છો કે કીડનીમાં પથરીની સમસ્યા એ ભારતમાં એકદમ સામાન્ય થઇ ગઈ છે. આ સમસ્યા સૌથી વધુ 25 થી લઈને 45 વર્ષની ઉંમરે જોવા મળતી હોય છે. સંશોધકોએ રિસર્ચ કરીને બતાવ્યું છે કે સ્ત્રીઓ કરતા પુરુષોમાં પથરીનું જોખમ ત્રણ ગણું વધી ગયું હોય છે. ભારતમાં દર વર્ષે લગભગ 50 થી 70 લાખ લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે.
કીડનીની પથરી એ કીડનીની અંદર ખનીજો અને ક્ષારથી બનેલા સ્ફ્ટીકોનું સંચય હોય છે. આ સ્થિતિ એ ગંભીર પીડાનું કારણ બની શકે છે. અમુક લોકોને પેશાબની સમસ્યા હોય છે તેવા લોકોને સમયસર સારવાર કરાવવાની સલાહ પણ આપવામાં આવે છે.
સ્વાસ્થ્ય ના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર જે લોકો ઓછુ પાણી પીવે છે તે લોકો કીડનીમાં પથરીનો પારીવાહિક ઈતિહાસ ધરાવે છે. અથવા તો તેઓ વધુ પડતું મીઠું કે ખાંડનું સેવન કરે છે તેમને પેટમાં પથરીનું જોખમ વધુ રહેવાની શક્યતાઓ રહેલી હોય છે. ડોક્ટર લોકોનું એવું કહેવું છે કે જો તમે વધુ માત્રામાં પાણીનું સેવન કરશો તો આવી સમસ્યાથી બચી શકાય છે.
તો ચાલો આપણે જાણી લઈએ કે કીડનીની પથરીથી બચવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? તેમજ તેના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે ? રાહત મેળવવા માટે શું શું કરી શકાય ? વગેરે વિશે તમને માહિતી આપી દઈએ.
કીડનીની પથરીના શરૂઆતના લક્ષણો : કીડનીમાં પથરી હોય તો તે ઘણી બધી પીડાદાયક હોય છે જો તમે સમયસર તેના લક્ષણો ઉપર ધ્યાન આપીને તેને આગળ વધતી અટકાવી શકાય છે.
પથરીને કારણે પીઠના નીચેના ભાગમાં અથવા તો પેટના એક ભાગમાં તે દુખાવો કરે છે. દુખાવા સાથે ઉલટી અને ઉબકા થાય છે પેશાબમાં લોહી આવવા લાગે છે પેશાબ કરતી વખતે દુખાવો થાય છે, પેશાબ અસમર્થ હોવું તેવો અહેસાસ થવો વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. પેશાબ માંથી દુર્ગંધ આવવી અને પેશાબમાંથી ફેનીક દેખાવું વગેરે જેવા લક્ષણો દેખાઈ આવે છે.
નિષ્ણાંતોનું શું કહેવું છે: કીડનીની પથરીની સમસ્યા કોઈને પણ થઇ શકે છે તમે એકવખત સારવાર કર્યા પછી તે ફરીવખત થવાનું પણ જોખમ રહેલું હોય છે. તેથી બચવાના પગલાની હંમેશા કાળજી લેવી જોઈએ. શરૂઆતના સમયમાં પથરી વધે ત્યાં સુધી સામાન્ય રીતે કોઇપણ પ્રકારના લક્ષણો દેખાતા નથી.
કેટલીક વખત તે પેશાબની પ્રણાલીમાં અટવાઈ જાય છે, જે ગંભીર પીડાનું કારણ બને છે. કીડની પથરીના કિસ્સામાં, પીડા સામાન્ય રીતે પેટની અથવા તો પીઠ પર એક બાજુ તે ચાલુ રહે છે. તેને સમયસર ઓળખીને તેની સારવાર કરાવવી જોઈએ.
કીડનીની પથરીમાં રાહત કેવી રીતે મેળવવી જોઈએ: કીડનીની પથરીની સારવાર એ પથરી કેટલી મોટી છે અને કેવડી છે તેના ઉપર આધાર રાખે છે. કેટલાક લોકોને પથરી બહાર કાઢવા માટે વધુ પડતું પાણી પીવું ખુબજ જરૂરી છે એટલા માટે તેને વધુ પડતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને નાની નાની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે જો પથરી કદમાં વધે તો સર્જરીની જરૂર પડી શકે છે.
તેના માટે વધુ પડતા ફળોનું સેવન, તેમજ વધુ પડતું પાણીનું સેવન કરવાથી તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી પથરીમાં ફાયદો થાય છે. જો તમે કીડનીની પથરીને રોકવા માંગતા હોવ તો પાલખને સારી રીતે ધોઈને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાણીની સ્વસ્છતાનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કીડનીની પથરી થવાથી કેવી રીતે બચીં શકાય: કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવાથી કીડનીમાં પથરીની સમસ્યાથી બચી શકાય છે. શરીરને હાઈડ્રેટ રાખીને સંતુલિત આહાર લેવાથી અને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી, ફળો અને શાકભાજીનું વધુ પડતું સેવન કરવાથી આ સમસ્યામાંથી બચી શકાય છે.
આમ, પથરી થવાના ક્યાં ક્યાં કારણો જવાબદાર છે ? તેમજ તેને દુર કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? વગેરે જેવી પથરીને લગતી માહિતી આપી.