આજે આપણે જેના વિશે વાત કરવાની છે તે છે પેટ ફૂલવાના મુખ્ય કારણો વિશે પેટ ઘણા બધા અલગ અલગ કારણોસર ફૂલતું હોય છે. તો આપણે આજે જાણી લઈએ કે તેની પાછળનું શું મુખ્ય કારણ જવાબદાર હોય છે તે ?. તમે જોતા જ આવ્યા છો કે કોઈ માણસ અત્યારે એવો નહિ હોય કે જેમને ક્યારેય પણ પેટ ઇનડાઈજેશનને લીધે ફૂલ્યું નહિ હોય.
ઘણા લોકો ભૂખ્યા પેટે કશું ખાતા ન હોય છતાં પણ પેટ ફૂલી જતું હોય છે તો ઘણાને જમ્યા પછી પેટ ફૂલી જતું હોય છે. સૌથી પહેલા તો આયુર્વેદ એવું કહે છે કે કોઇપણ રોગને પકડતા પહેલા આપણે તે રોગનું મૂળ પકડવું જોઈએ.
પેટ ફૂલવાના કારણોની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે સાદો કાર્બોહાઈડ્રેટ અને બીજો આવે છે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ દા.ત જોઈએ તો ખાંડ અને મેંદો એ સાદો કાર્બોહાઈડ્રેટ છે. આ ને જો તમે વધારે પ્રમાણમાં લેશો તો તમારું પેટ ફૂલશે જ તે તેની ગેરંટી છે. હવે આપણે વાત કરીએ કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટની તો તેમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે બીજા બધા પણ એલિમેન્ટસ તેમાં સમાયેલા છે.
દા.ત જોઈએ તો ઘઉંના ફાડા, ઘઉંની રોટલી, ચોખા, બાજરી, મકાઈ આ બધા એ કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ છે. બને ત્યાં સુધી સાદા કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ નહિ પરંતુ કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ લેવાનું રાખવું જોઈએ.
વધુ પડતીં ચરબી વાળો ખોરાક તેને આપણે ફેટી ખોરાક કહીએ છીએ. રોજ સવારે ગરમા ગરમ ભજીયા અને બીજો પણ અમુક નાસ્તો જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તેમને સહેજ પણ ગમતું નહિ તે બધી જ વસ્તુ તળેલી હોય છે એટલે તે શરીરને નુકશાન પહોચાડે છે.
જે લોકોને આવું બહારનું ખાવાની ટેવ હોય તે લોકોએ આ ટેવ સાવ છોડી દેવી જોઈએ તેમજ વધુ પડતું તેલ વાળું અને વધુ પડતું બહારનું પણ ખાવું જોઈએ નહિ.
વધુ પડતું ઘી, તેલ, દૂધ અને વધુ પડતું માખણ અને વધુ પડતું ચીઝ જ્યારે લેવામાં આવે ત્યારે આપણું જે લીવર છે તેમજ જે પિત્તાશય છે તે પૂરતા પ્રમાણમાં પિત્તનું ઉત્પાદન નથી કરી શકતું તે સમયે તેમના ઉપર ભાર આવે છે પરિણામે ખાધેલો ખોરાક બરોબર પચતો નથી અને પેટ ફૂલી જતું હોય છે.
શરીરમાં કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન લાગ્યું હોય ત્યારે પણ પેટ ફૂલી જવાની શક્યતાઓ તેમાં વધુ પ્રમાણમાં રહેલી હોય છે. ગેસી ફૂડ આયુર્વેદે એક એવું સરસ મજાનું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં ગેસનું પ્રમાણ વધારે હોય. બિન, રાજમાં, વટાણા તેમજ કોબીજ, ફ્લાવર આ બધા જ ખોરાકમાં રેફીનોઝ નામનું એલિમેન્ટ રહેલું હોય છે તે તમારા પેટ ફૂલાવવા માટેનું કારણ બને છે. માટે આવા ગેસી ફૂડ ખોરાક વધારે પ્રમાણમાં ના લેવા જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં લેશો તો તમારું પેટ ફૂલશે ફૂલશે ને ફૂલશે જ તેની ગેરંટી છે.
ડેરી પ્રોડક્ટ : ડેરી પ્રોડક્ટમાં લેક્ટોઝ નામનું એક એલિમેન્ટ આવે છે. આ એલિમેન્ટ પેટ ફૂલવા માટેનું એક સૌથી મોટું કારણ બને છે. જો તમે ડેરીની કોઇપણ પ્રોડક્ટ લો છો ત્યારબાદ જો તમને પેટ ફૂલી જતું હોય તેવું લાગતું હોય તો આ ડેરીની વસ્તુઓને લેવાનું સાવ બંધ કરી દેવું ખુબજ ફાયદાકારક છે. કારણ કે આ ડેરી પ્રોડક્ટમાં લેક્ટોઝ નામનું એલિમેન્ટ આવે છે અને તે બરાબર પાચન થતું નથી તેમજ આંતરડામાં એર ભરાઈ છે અને પેટ ફૂલે છે.
જો તમને અવારનવાર પેટ ફૂલી જવાની સમસ્યા રહેતી હોય તો એક વખત માર્ક કરી લેજો કે તમેં કોલ્દ્રીક્સ તો નથી પિતાને. કોલ્દ્રીન્ક્સમાં એસીડ આવે છે તેમજ તેમાં કાર્બન ડાયોક્સાઈડ નામનો ગેસ આવે છે.
કાર્બન ડાયોક્સાઈડ નામનો ગેસ આંતરડામાં જઈ અને આંતરડાને ફૂલાવવાનું કામ કરે છે. જેવા આંતરડા ફૂલશે એટલે આપણું પેટ પણ ફૂલશે. એટલા માટે જ તમારે સાદી સોડા, લીંબુ સોડા લો બીજા બધા કોલ્દ્રીન્ક્સ લેવાનું કરી દ્યો બંધ તે લાંબા ગાળે શરીરમાં નુકસાન કરે છે.
આયુર્વેદ હંમેશા કોલ્દ્રીક્સને ટોઇલેટ ક્લીનર કહે છે ટોઇલેટ સાફ કરવા માટેનું ક્લીનર કહે છે માટે તેનું આપણે સેવન કરવું જોઈએ નહિ કારણ કે તે શરીરને નુકશાન પચોચાડે છે.
જો તમને સતત કબજિયાત રહેતી હોય તો તમારું પેટ બરોબર સાફ નહિ થાય પરિણામે તમે ખાધેલો ખોરાક આંતરડામાંથી બરાબર રીતે પાસ નહિ થાય અને તે આંતરડામાં પડ્યો પડ્યો સડી જશે અને તે સડામાંથી ગેસ ઉત્પન્ન થાય છે તેમજ તે ગેસ તમારા પેટના ફૂલવાનું કારણ બને છે એટલે જો કબજિયાત હોય તો કોઈ લેક્જેક્ટીવ એવી લેજો કે જેનાથી તમારી કબજિયાત દુર થાય.
યોગા અને કસરત ઉપર ધ્યાન આપજો તેમજ ફાઈબર વાળા ખોરાક વધારે લેજો તેમજ કબજિયાતને દુર કરવાનો પ્રયત્ન કરશો એટલે કબજીયાત થઇ જશે સાવ દુર અને ઓટોમેટીક તમારૂ પેટ ફૂલવાનો પ્રશ્ન પણ થઇ જશે સાવ દુર.
જમી લીધા બાદ તરત સુઈ જવું તમે જોતા હશો કે ઘણા લોકો એવા હોય છે કે જેમને જમ્યા પછી તરત સુઈ જવાની આદત હોય છે. તેમજ ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે બપોરે જમી લીધા બાદ તરત સુઈ જવાની આદત હોય છે. તે લોકોને ખાઈને પછી તરત જ પથારી દેખાઈ છે.
આયુર્વેદ એવું કહે છે કે જમ્યા પછી ઓછામાં ઓછા 100 ડગલાં તો ચાલવું જ જોઈએ. તેમજ યોગ એવું કહે છે કે જમ્યા પછી અડધો કલાક વજ્રાસનમાં બેસવું જોઈએ.
જો તમને જમ્યા પછી તરત સુઈ જવાની ટેવ હશે તો તમને અનેક બીમારીઓ થવાની શક્યતાઓ તેમાં રહે છે તેમજ પેટ તમારું ફૂલશે તેની ફૂલ ગેરંટી છે.
તમે જમ્યા પછી તરત સુઈ ગયા તો બધી તમારી શરીરની સીસ્ટમ સ્લીપિંગ મોડમાં આવી જશે તેમજ હોજરી પણ પોતે ખોરાકને વલોવી નહિ શકે આંતરડા ખોરાકને આગળ પાસ નહી કરી શકે પિત્તાશય અને લીવર પણ યોગ્ય રીતે કાર્ય નહિ કરી શકે વગેરે જેવી અનેક સમસ્યાઓ તમને થવાની ફૂલ શક્યતાઓ રહે છે માટે ખાવા-પીવામાં તમારે ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે અને બની શકે તો જમીને તરત તમારે સુઈ જવું જોઈએ નહિ.
તમે ખાધેલો ખોરાક બરોબર પચશે નહિ તો તેમાંથી સડો પેદા થશે અને તેમાંથી મીથેન નામનો વાયુ ઉત્ત્પન્ન થશે જેનાથી પેટ ભારે લાગે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ થાય છે.
વધુ પડતું ખાવાની જો ટેવ હોય તો પણ પેટ ફૂલવાની સંભાવનાઓ તેમાં રહેલી હોય છે. તમે કોઇપણ લગ્નપ્રસંગે ગયા હોવ અથવા તો પાર્ટીમાં ગયા હોવ ત્યાં ખુબજ વધારે પ્રમાણમાં જમી લીધું હોય તો તે શરીર માટે નુકશાન જ કરે છે.
ખાવા માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બે ભાગ હોજરી ખોરાકથી ભરવાની અને એક ભાગ લીક્વીડ થી ભરવી તેમજ એક ભાગ હોજરીને વલોવવા માટે ખાલી રહેવા દેવી.
વધુ પડતું મીઠું નહિ લેવું કારણ કે વધુ પડતું મીઠું એ આપણા શરીરમાં પાણીનો સંગ્રહ કરે છે. જો તમે વધુ પડતું મીઠું ખાશો તો પણ તમારા આંતરડાની અંદર પાણીનો ભાગ વધે છે જેનાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થાય છે. જો તમે વધુ પડતું મીઠું ખાતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું કે વધુ પડતું મીઠું ક્યારેય પણ ન ખાવું જોઈએ.
જો તમે ઓછુ મીઠું ખાશો તો ચાલશે પરંતુ વધુ પડતું મીઠું તો તમારે ક્યારેય પણ ખાવું જોઈએ નહિ. વધુ પડતું મીઠું હાર્ટ, બીપી અને બ્લોટિંગને નુકશાન કરે છે. બની શકે તો તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરો તે મહત્વનું છે.
આમ, આ મુખ્ય કારણો પેટ ફૂલવાના છે તમે આટલી કાળજી રાખશો તો સારામાં સારો ફાયદો કરે છે.