અમે તમને આજે એક સરસ મજાની કબજિયાતને દુર કરવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ. અમે તમને જે ઉપાય બતાવી દઈએ તેનો તમે યોગ્ય રીતે પાલન કરશો તો કબજિયાતમાંથી થશે સાવ છુટકારો.
તમે જાણો જ છો કે આપણા પેટને લગતી બધી જ સમસ્યાઓ પૈકી જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે કબજિયાત. જે તમારા શરીરમાં અનેક રોગોનું મૂળ બની શકે છે જો તમને આ કબજિયાતને લગતી સમસ્યા કાયમ માટે રહેતી હોય તો તેને ઠીક કરવા માટે અમુક વસ્તુઓનું કાયમ માટે સેવન કરીને આ સમસ્યામાંથી સાવ છુટકારો મેળવી શકો છો.
કબજિયાતની બીમારી એ એક એવી બીમારી છે કે જે શરીરમાં ગંદકી ભેગી કરે છે જે અનેક રોગોને જન્મ આપે છે. જો તમે પેટના રોગોને તેમજ કબજિયાતને દુર કરવા માટે અનેક દવાઓનું સેવન કરતા હશો તો કાયમ માટે તે દવાઓ હાનીકારક સાબિત થાય છે આજે અમે તમને આ લેખમાં જેનું સેવન કરવાથી તમારું પેટ એકદમ થઇ જાય છે સાફ તેવા કેટલાક નુસ્કાઓ તમને જણાવી દઈએ.
આપણા માંથી ઘણા બધા લોકોને આવર-નવાર પેટને લગતી સમસ્યાઓનો સામનો કરતા હોય છે તેની પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો આપણી ખરાબ ખાણી-પીણી છે. આની સાથે સાથે ફાઈબરથી ભરપુર ફૂડસનું સેવન કરવું જોઈએ નહિ.
કબજીયાતથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ રીતે ઘણા પ્રકારના ઘરેલું નુસ્કાઓ અજમાવતા હોય છે, પરંતુ ઘણી વખત આ ઘરેલું નુસ્કાઓ ફાયદો કરવાને બદલે નુકશાન કરતા હોય છે. એટલા માટે જ જયારે તમને કબજિયાત થાય ત્યારે તમે કંઈ પણ ખાધા પહેલા ખુબજ સાવધાની રાખવી જરૂરી છે.
એવા ઘણા બધા ફૂડસ હોય છે જે કબજિયાતથી છુટકારો અપાવવામાં ફાયદો કરે છે આપણી આસપાસ એવા પણ ઘણાબધા ફૂડસ હોય છે જેનું સેવન તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આજે તમને અમુક એવા ફૂડસ વિશે માહિતી આપી દઈએ કે જેનું તમે રાત્રે સેવન કરશો તો તમારું પેટ સરળતાથી થઇ જશે એકદમ સાફ.
ત્રિફળાચૂર્ણ : જો તમે કબજિયાત સામે રક્ષણ મેળવવા માંગો છો તો આ નુસખો ખુબજ ઉપયોગી થાય છે તેમજ આ નુસકો ખુબજ પ્રાચીન પણ છે. આયુર્વેદ અનુસાર ત્રિફળા એટલે કે તે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપુર હોય છે. તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફળાચૂર્ણ ચૂર્ણનું સેવન કરી શકો છો. જેની મદદથી સવારે તમને મળત્યાગ કરતી વખતે ઘણી બધી સહાયતા મળી રહે છે. માટે ત્રિફળાચૂર્ણ નું બને એટલું વધારે સેવન કરવું ખુબજ જરૂરી છે.
મુનક્કા અને ખજુર : મુનક્કા અને ખજુર બંને ફાઈબરનો સારામાં સારો એવો સ્ત્રોત છે સાથે જ જ્યારે તેમને રાત્રે દૂધમાં ઉકાળીને ખાવામાં આવે છે, તો તે પાચનને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે મળત્યાગ કરવામાં મદદરૂપ થાય છે. તે માત્ર કબજિયાતથી છુટકારો અપાવવા માટે જ નહિ પરંતુ ઘણાબધા અન્ય સ્વાસ્થ્યને લગતા લાભો મેળવવા માટે પણ ખુબજ ઉપયોગી થાય છે.
મધ : જો તમે રાત્રે હુફાળા પાણીમાં 1 થી 2 ચમસી મધ નાખીને તેનું સેવન કરો તો તે પાચનને સરળ બનાવે છે. તમે ધારો તો હુફાળા પાણીમાં મધ નાખીને તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે પેટ થઇ જશે એકદમ સાફ.
ઇસબગુલ નું સેવન : પેટમાં ગેસ, અપચો અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ માટે ઇસબગુલનું સેવન ખુબજ ફાયદાકારક ઉપાય માનવામાં આવે છે. ઇસબગુલ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તમે રાત્રે દૂધમાં થોડા ઇસબગુલ મિક્સ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તમે જો ઇચ્છતા હોવ તો દહીં સાથે પણ ઇસબગુલનું સેવન કરી શકો છો. ઇસબગુલ ખાવાથી કબજીયાતમાંથી જલ્દીથી છુટકારો મળે છે.
અળસીના બીજ : તમે દરરોજ રાત્રે સુતા પહેલા અળસીના બીજનું સેવન કરવાથી કબજિયાત માંથી સાવ છુટકારો મળે છે. આ ઉપરાંત તમે અળસીના બીજનો પાઉડર કરીને ગરમ કરેલા દૂધ સાથે અથવા તો ગરમ કરેલા પાણી સાથે તેનું સેવન કરશો તો સારમાં સારું પરિણામ મળશે.
તમે જયારે અળસીના પાઉડરનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે અળસીનો પાઉડર એક ચમસી જ લેવો તેનાથી વધારે માત્રામાં આ પાઉડરનો ઉપયોગ કરવો નહિ. આ જણાવેલ વસ્તુઓ સાવ દેશી હોવાથી તે શરીરને કોઇપણ પ્રકારનું નુકશાન કરશે નહિ.
આમ, આટલા ઉપાયો અજમાવશો એટલે કબજિયાતને લગતી કોઇપણ પ્રકારની સમસ્યામાંથી થશે સાવ છુટકારો.